
كان سيدنا بلال رضي الله عنه يدعو كل يوم لهداية قريش (قبيلة رسول الله صلى الله عليه وسلم) قبل أن يؤذّن لصلاة الفجر: اللهم إني أحمدك وأستعينك على قريش أن يقيموا دينك (من سنن أبي داود، الرقم: ٥١٩)
હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ દરરોજ કુરૈશ (એટલે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ખાનદાન)ની હિદાયત માટે ફજરની અઝાન આપતા પહેલા દુઆ કરતા હતા:
એ અલ્લાહ! હું તારી હમ્દ બયાન કરું છું અને તારી મદદ ચાહું છું કે તું કુરૈશને ઇસ્લામ તરફ લઈ આવે જેથી તેઓ (દુનિયામાં) તારા દીનને કાયમ કરે.
કુરૈશની હિદાયત માટે હઝરત બિલાલ રઝિયલ્લાહુ અન્હુની દુઆ
હઝરત ઉર્વા બિન-ઝુબૈર રહ઼િમહુલ્લાહ રિવાયત કરે છે કે કબીલા બનૂ-નજ્જારની એક ઔરતે (એટલે કે હઝરત ઝૈદ બિન-સાબિત રઝ઼િયલ્લાહુ અન્હુના વાલિદહ: હઝરત નવ્વાર બિન્તે-માલિક રઝ઼િયલ્લાહુ અન્હા એ) ફરમાવ્યું કે મારું ઘર એક ઉંચી જગ્યા પર હતું અને મારું ઘર મસ્જિદ (મસ્જિદે-નબવી) ની આસપાસના ઉંચામાં ઉંચા મકાનોમાંથી સૌથી ઉંચુ મકાન હતું.
બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ મારા ઘરની ઉપરથી ફજરની અઝાન આપતા હતા જેથી તેમનો અવાજ દૂર-દૂર સુધી પહોંચે. તેઓ સહેરીના સમયે આવતા હતા અને મારા ઘરની છત પર બેસીને ઉફુક (ક્ષિતિજ) તરફ જોતા હતા (અને ફજરનો સમય શરૂ થવાની રાહ જોતા હતા).
જ્યારે ફજરનો સમય દાખલ થતો, ત્યારે તેઓ ઉભા થતા અને આળસ મરડતા, પછી તેઓ આ દુઆ કરતા હતા: એ અલ્લાહ! હું તારી હ઼મ્દ બયાન કરું છું અને તારી મદદ ચાહું છું કે તું કુરૈશને ઇસ્લામ તરફ લઈ આવે જેથી તેઓ (દુનિયામાં) તારા દીનને કાયમ કરે.
ત્યારબાદ તેઓ અઝાન આપતા.
આ ઔરત હઝરત નવ્વાર બિન્તે-માલિક રઝ઼િયલ્લાહુ અન્હાએ વધુમાં ફરમાવ્યું કે અલ્લાહની કસમ! મને યાદ નથી કે તેમણે એક રાત પણ આ દુઆ છોડી હોય. (સુનન અબી-દાઉદ, હદીસ નંબર: 519)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી