હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ – મોઅઝ્ઝિનના સરદાર

قال رسول الله صلى الله عليه وسلم: نعم المرء بلال، ولا يتبعه إلا مؤمن، وهو سيد المؤذنين (من أمتي)، والمؤذنون أطول الناس أعناقا يوم القيامة (أي: يكونون من أصحاب الرتب العالية في الآخرة). (المعجم الكبير، الرقم: ٥١١٩)

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે એક વખત ફરમાવ્યું:

“બિલાલ બહુ સારા માણસ છે! ફક્ત (સાચો) મોમિન જ તેમની પૈરવી કરશે.

તે (મારી ઉમ્મતના તમામ) મોઅઝ્ઝિનોના સરદાર છે અને કયામતના દિવસે મોઅઝ્ઝિનોની ગરદન સૌથી લાંબી હશે (એટલે કે આખિરતમાં મોઅઝ્ઝિનોનો મોભો ઘણો ઉંચો હશે).”

હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ – રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ના નેઝા (ભાલા) ના મુહાફિઝ

હબશાના બાદશાહ (નજાશી રહમતુલ્લાહિ અલૈહિ) એ એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને હદિયા તરીકે ત્રણ નેઝા (ભાલા) મોકલ્યા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે એક નેઝો હઝરત અલી રઝ઼િયલ્લાહુ અન્હુને આપ્યો, બીજો નેઝો હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુને આપ્યો અને ત્રીજો નેઝો પોતાના માટે રાખ્યો.

બંને ઈદો (એટલે કે ઈદુલ-ફિત્ર અને ઈદુલ-અઝહા) ના મૌકા પર હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનો નેઝો ઉઠાવતા હતા અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની આગળ ચાલતા હતા. હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ નેઝો લઈને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની આગળ આપ ની તાઝીમ-ઓ-તકરીમ ખાતર ચાલતા હતા.

જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ અને હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ ઈદગાહ પહોંચતા હતા, ત્યારે હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ નેઝાને જમીનમાં ગાડી દેતા હતા જેથી તે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ માટે ઈદની નમાઝ દરમિયાન ‘સુતરા’ નું કામ આપે.

જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ આ દુનિયાથી રુખ્સત થયા અને હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અન્હુ ખલીફા બન્યા, ત્યારે હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ બંને ઈદોના મૌકા પર હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અન્હુ સાથે પણ તે જ રીતે કરતા હતા, જેવી રીતે તે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સાથે કરતા હતા.

Check Also

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ચાર મુઅઝ્ઝિન

حظي أربعة من الصحابة رضي الله عنهم بشرف كونهم مؤذني رسول الله صلى الله عليه …