
بعدما قتل البغاةُ سيدنا عثمان رضي الله عنه في المدينة المنورة، خاطب سيدنا سعيد بن زيد -وكان في الكوفة – الناس في مسجد الكوفة فقال لهم: لو أن أحدا ارفض (استطاع أن تتفرق أجزاؤه) للذي صنعتم بعثمان (من ظلمه وقتله) لكان (لارفض) (صحيح البخاري، الرقم: ٣٨٦٢)
જ્યારે બળવાખોરોએ (બાગીઓએ) મદીના-મુનવ્વરામાં હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુને શહીદ કર્યા, ત્યારે હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુ કુફામાં હતા. કુફાની મસ્જિદમાં લોકોને સંબોધતા તેમણે ફરમાવ્યું:
ઉહુદ પહાડ તે લોકોએ હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) સાથે જે કર્યું તેના ગમમાં ટુકડે ટુકડે થઈ જતે, જો તેના બસમાં હોત.
હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુના દિલમાં હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુ માટે એહ઼્તિરામ
(એહ઼્તિરામ = ઇઝ્ઝત,અઝ્મત)
એક રિવાયતમાં આવ્યું છે કે એક વાર એક માણસ હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુ પાસે આવ્યો અને કહ્યું, “મને (હઝરત) અલી (રદ઼િયલ્લાહુ અન્હુ) થી જે મુહબ્બત છે કોઈનાથી નથી.”
આ સાંભળીને હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ખૂબ ખુશ થયા અને તેમને કહ્યું, “આ ખૂબ જ સારી વાત છે. તારા દિલમાં એક એવા વ્યક્તિ માટે મુહબ્બત છે જે અહલે-જન્નતમાંથી છે. (કારણ કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અલી રદ઼િયલ્લાહુ અન્હુને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપી દીધી હતી.)
આ પછી, તે માણસે કહ્યું, “મને (હઝરત) ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) થી જે નફરત છે કોઈનાથી નથી.”
આ સાંભળીને હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ તેમને કહ્યું, “તારા દિલમાં હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુ માટે જે નફરત અને દુશ્મની છે તે ખૂબ જ ખરાબ છે. સારી રીતે જાણી લે કે તારા દિલમાં એવા વ્યક્તિ માટે નફરત છે જે અહલે-જન્નતમાંથી છે (કારણ કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે આ દુનિયામાં જ હઝરત ઉસ્માન રદ઼િયલ્લાહુ અન્હુને જન્નતની ખુશખબરી આપી દીધી હતી.)
તે પછી હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુએ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની એક હદીસ બયાન કર્યી:
એક મૌકા પર અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કોહે-હિરા પર ચઢ્યા તો પહાડ (ખુશીથી) હલવા લાગ્યો.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પહાડ તરફ મુખાતબ થયા અને ફરમાવ્યું:
“ઓ હિરા! શાંત થઈ જા; કારણ કે તારા ઉપર નબી, સિદ્દીક કે શહીદ સિવાય બીજુ કોઈ નથી. પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું:(તારા પર) અબૂ-બક્ર, ઉમર, ઉસ્માન, અલી, તલ્હા, ઝુબૈર, સા’દ, (અબ્દુર્રહ઼્માન) ઇબ્ને-ઔફ, અને સઈદ બિન ઝૈદ છે.”
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી