અગર કોઈ લાશ મળે અને એ ખબર ન હોય કે તે મુસલમાનની લાશ છે અથવા કાફિરની, તો નીચે પ્રમાણેનાં અહકામ(આદેશો) સંબંધિત છેઃ
(૧) અગર લાશ ઈસ્લામી રાષ્ટ્ર (ઈસ્લામી શાસનવાળો દેશ) માં મળે, અને તેનાં પર કુફર ની નિશાની ન હોય, તો લાશને મુસલમાન ગણવામાં આવશે અને તેને ગુસલ આપવામાં આવશે અને જનાઝાની નમાઝ પણ પઢવામાં આવશે.
(૨) અગર લાશ બિન ઈસ્લામી રાષ્ટ્ર(ઈસ્લામી શાસન વગરનો દેશ)માં મળે, તો તેમાં બે સૂરતો છેઃ (અ) અગર લાશ પર ઈસ્લામની નિશાનીઓ હોય, તો તેને મુસલમાનની લાશ સમજવામાં આવશે અને તેને ગુસલ આપવામાં આવશે અને જનાઝાની નમાઝ પણ પઢવામાં આવશે. (બ) અને અગર તેના પર કુફ્રની નિશીનીઓ હોય, તો તેને કાફીર સમજવામાં આવશે અને તેને ગુસલ નહી આપવામાં આવશે.
ઈસ્લામની નિશાનીઓ આ છે કે મરહૂમનો પહેરવેશ મુસલમાન જેવો હોય,(જેવી રીતે, ટોપી, પગડી, કુર્તા) મરહૂમ મખતૂન(ખત્ના કરેલ) હોય અથવા તેણે નાફ(દુંટી)નાં નીચેના વાળ સાફ કર્યા હોય.[૧]
Source: http://ihyaauddeen.co.za/?p=1662
[૧] فروع لو لم يدر أمسلم أم كافر ولا علامة فإن في دارنا غسل وصلي عليه وإلا لا قال الشامي : قوله ( فإن في دارنا الخ ) أفاد بذكر التفصيل في المكان بعد انتفاء العلامة أن العلامة مقدمة وعند فقدها يعتبر المكان في الصحيح لأنه يحصل به غلبة الظن كما في النهر عن البدائع وفيها أن علامة المسلمون أربعة الختان والخضاب ولبس السواد وحلق العانة اهـ قلت في زماننا لبس السواد لم يبق علامة للمسلمين (رد المحتار ۲/۲٠٠). عن ركانة قال سمعت رسول الله صلى الله عليه وسلم يقول إن فرق ما بيننا وبين المشركين العمائم على القلانس (جامع الترمذي رقم ۱۷۸٤)