હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ના દિલમાં સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ) માટે ખૂબજ એહતિરામ

ذات مرة، خاطب سيدنا سعيد بن زيد رضي الله عنه الناس فأقسم بالله وقال: والله لمشهد شهده رجل يغبر فيه وجهه مع رسول الله صلى الله عليه وسلم أفضل (عند الله) من عمل أحدكم (من غير الصحابة) ولو عُمِّرَ عمر نوح عليه السلام (وقضى حياته كلها في الأعمال الصالحة) (مسند أحمد، الرقم: 1629)

એક જ ગઝ્વહ, જેમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) સાથે કોઈ સહાબીએ ભાગ લીધો હતો અને જેમાં તે સહાબીનો ચહેરો ધૂળ વાળો થઈ ગયો હતો, તે ધૂળ તમારામાંના દરેકના (જે સહાબી નથી) આમાલ કરતા વધુ બેહતર છે, જુએ કોઈને નબી નૂહ (અલૈહિસ્સલામ) જેવી લાંબી ઉમર આપવામાં આવે અને આખી જીંદગી નેક-આમાલમાં વિતાવે.

(એહતિરામ = આદર)

સહાબી (રદ઼િયલ્લાહુ અન્હુ) ની તૌહીન અને હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નું ગુસ્સે થવુ

એક વખત, હઝરત મુગીરહ બિન-શુ’બહ (રદ઼િયલ્લાહુ અન્હુ) કુફાની મસ્જિદમાં કેટલાક લોકો સાથે બેઠેલા હતા. તે સમયે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) મસ્જિદમાં આવ્યા. હઝરત મુગ઼ીરહ (રદીયલ્લાહુ અન્હુ) એ સલામ કરીને આદરપૂર્વક એક ઊંચી જગા પર પોતાની સામે બેસાડ્યા.

થોડી વાર પછી, કુફાનો એક માણસ મસ્જિદમાં આવ્યો અને એક માણસ વિશે ખરાબ બોલવા લાગ્યો. હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ હઝરત મુગીરહ (રદ઼િયલ્લાહુ અન્હુ) ને પૂછ્યું કે તેઓ કોની વાત કરી રહ્યા છે. હઝરત મુગીરહ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ જવાબ આપ્યો કે તે અલી બિન-અબીતાલીબ (રદ઼િયલ્લાહુ અન્હુ)ની તૌહીન કરી રહ્યો છે.

(તૌહીન = ગુસ્તાખી, અપમાન)

હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ખૂબ ગુસ્સે થયા અને હઝરત મુગીરહ (રદ઼િયલ્લાહુ અન્હુ) ને ત્રણ વાર નામથી બોલાવ્યા: ઓ મુગીરહ બિન-શુ’બહ! ઓ મુગીરહ બિન-શુ’બહ! ઓ મુગીરહ બિન-શુ’બહ!

પછી તેમણે કહ્યું: આ કેવી રીતે બને કે તમારી સામે સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુ)ની તૌહીન કરવામાં આવે અને તમે ચૂપ રહો અને આ માણસને કેમ રોકતા નથી? હું ગવાહી આપું છું કે મેં અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પાસેથી એક હદીસ (સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ વિશે) સાંભળી છે. મેં આ હદીસ મારા કાનથી સાંભળી અને મારા દિલમાં મહફૂઝ કરી. હું અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ના નામ પર કોઈ જૂઠી વાત બયાન ન કરીશ કે જેના કારણે કાલે કયામતના દિવસે મારે જવાબ આપવો પડે.

તે પછી, હઝરત સઈદ બિન ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ ફરમાવ્યું: મેં અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ને કહેતા સાંભળ્યા: અબૂ-બક્ર જન્નતમાં છે. ઉમર જન્નતમાં છે. અલી જન્નતમાં છે. ઉસ્માન જન્નતમાં છે. તલ્હા જન્નતમાં છે. ઝુબૈર જન્નતમાં છે. અબ્દુર્રહ઼્માન જન્નતમાં છે. સા’દ બિન માલિક (એટલે ​​કે સા’દ બિન-અબી-વક્કાસ) જન્નતમાં છે. પછી અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) નવમા વ્યક્તિનું નામ આપ્યું અને તેને પણ જન્નતની ખુશખબરી આપી હતી. જો હું અત્યારે તેના નામનો ઉલ્લેખ કરવા ચાહું તો કરી શકું.

તે સમયે, કુફાની મસ્જિદમાં એકઠા થયેલા લોકોએ તેમને વિનંતી કરી, “હે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ના સહાબી! મહેરબાની કરીને અમને જણાવો કે તે નવમી વ્યક્તિ કોણ છે?”

હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ જવાબ આપ્યો, તમે મને અલ્લાહના નામે સવાલ કર્યો તેથી કહું છું: “હું નવમો વ્યક્તિ છું (જેને અલ્લાહના રસૂલ -સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે આ દુનિયામાં જ જન્નતની ખુશખબર આપી દીધી હતી), અને દસમા વ્યક્તિ અલ્લાહના રસૂલ -સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ- હતા. (આ મજલિસમાં અબૂ-ઉબૈદહ રદ઼િયલ્લાહુ અન્હુ હાજર ન હતા; પંરતુ, તે અન્ય એક મજલિસમાં હાજર હતા જેમાં અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે દસ સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમને જન્નતની ખુશખબરી આપી હતી, અને તે તે દસ લોકોમાં શામેલ છે.)

તે પછી હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ કસમ ખાઈને લોકોને કહ્યું:

એક જ ગઝ્વહ, જેમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) સાથે કોઈ સહાબીએ ભાગ લીધો અને જેમાં તે સહાબીનો ચહેરો ધૂળ વાળો થઈ ગયો, તે ધૂળ તમારામાંના દરેકના (જે સહાબી નથી) આમાલ કરતા વધુ બેહતર છે, જુએ નબી નૂહ (અલૈહિસ્સલામ) જેવી લાંબી ઉમર આપવામાં આવે અને આખી જીંદગી નેક-આમાલમાં વિતાવે. (મુસ્નદે-અહ઼મદ, 1629)

Check Also

હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ને તેમના વાલિદ-સાહેબની મગ઼્ફિરત માટે ફિકર

جاء سيدنا سعيد بن زيد رضي الله عنه مرة إلى النبي صلى الله عليه وسلم …