એક દીની મદ્રેસાના મશહૂર ઉસ્તાદનો ઉલ્લેખ કરતી વખતે, હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે ફરમાવ્યું:
મેં તેમને કહ્યું કે તમારુ, અલ્લાહની નજરથી પડવુ અને તેના પરિણામે દુનિયા વાળાની નજરથી પણ પડવાનું એક મુખ્ય કારણ એ છે કે અલ્લાહ અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના લીધે જે સંબંધો (તા’લ્લુક) છે તેની રિસ્પેક્ટ અને ઇજ્જત (મહાનતા) તમારી અંદર નથી રહી અને તમે દુન્યવી અને માદ્દી સંબંધોના દબાણને વધુ સ્વીકારવા લાગ્યા.
જુઓ! મારા અને તમારા સંબંધો ફક્ત અલ્લાહ અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ માટે છે. મેં તમને બોલાવ્યા, તમે ન આવ્યા; પરંતુ ફલાણાના એક લેટરે તમને બોલાવી લીધા (અને તેમના અંદર આજ વાત તો વધુ છે કે તેઓ દોલતમંદ છે અને અમે તેમના અને તેમના સંપર્કો અને કોન્ટેક્ટ થી ચંદ્દો મળે છે), તો આપણી મૂળ બીમારી છે – અલ્લાહ અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના વાસ્તા થી અને તેમના તરફથી બોલનારાઓનુ ન સાંભળવું અને ન માનવું. (મલફૂઝાત હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ રહીમહુલ્લાહ, પેજ નંબર: 85)