દુરૂદે ઈબ્રાહીમ

عن عبد الرحمن بن أبي ليلى قال: لقيني كعب بن عجرة رضي الله عنه فقال: ألا أهدي لك هدية سمعتها من النبي صلى الله عليه وسلم؟ فقلت: بلى فأهدها لي فقال: سألنا رسول الله صلى الله عليه وسلم فقلنا: يا رسول الله كيف الصلاة عليكم أهل البيت فإن الله قد علمنا كيف نسلم عليكم؟ قال: قولوا: اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد (صحيح البخاري، الرقم: 3370)

હઝરત અબ્દુર્રહમાન (રહ઼િમહુલ્લાહ) કહે છે કે મારી મુલાકાત હઝરત કઅબ બિન ઉજ્રહ (રદિ.) થી થઇ, તેઓ ફરમાવા લાગ્યા કે હું તમને એક એવો હદિયો ન આપું જે મેં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી સાંભળ્યુ છે, મેં અરજ કરી જરૂર મર્રહમત ફરમાવો (અર્પણ કરો). એમણે ફરમાવ્યું કે અમે હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) થી અરજ કરી, યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) આપ પર દુરૂદ કયા શબ્દોથી પઢવામાં આવે. કારણકે આ તો અલ્લાહ તઆલાએ અમને બતલાવી દીઘુ કે આપ પર સલામ કેવી રીતે મોકલે. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ઈરશાદ ફરમાવ્યું કે આવી રીતે દુરૂદ પઢ્યા કરો:

اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد

હે અલ્લાહ! દુરૂદ મોકલો મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર અને એમની આલ પર જેવી રીતે કે તમે દુરૂદ મોકલ્યુ હઝરત ઈબ્રાહિમ (અલૈહિસ્સલામ) પર અને એમની આલ (ઔલાદ) પર, હે અલ્લાહ! બેશક તમે તારીફ ના કાબિલ ખૂબિયોંવાળા અને બુઝુર્ગ છો, હે અલ્લાહ! બરકત નાઝિલ ફરમા મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર અને એમની આલ (અવલાદ) પર જેવી રીતે કે બરકત નાઝિલ ફરમાવી તમે હઝરત ઈબ્રાહિમ (અલૈહિસ્સલામ) પર અને એમની આલ (ઔલાદ) પર, બેશક તમે તારીફના કાબિલ ખૂબિયોંવાળા અને બુઝુર્ગ છો.

અય્યૂબ સખ્તિયાની (રહ.) મદીના તય્યિબામાં

અય્યૂબ સખ્તિયાની (રહ.) નું સલામ પહોંચાડવાનો તરીકો

અબ્દુલ્લાહ બિન મુબારક (રહ.) ફરમાવે છે કેઃ

“મેં ઈમામ અબુ હનીફા (રહ.) થી સાંભળ્યુ કે જ્યારે અય્યૂબ સખ્તિયાની (રહ.) મદીના તય્યિબા હાજર થયા, તો હું પણ મદીના મુનવ્વરહમાં હાજર હતો. મેં દિલમાં વિચાર્યુ કે હું ધ્યાનથી જોવું કે આ કેવી રીતે કબર શરીફ પર હાજર થાય છે. મેં જઈને જોયુ કે તે હાજર થયા અને કિબ્લાની તરફ પીઠ અને હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની તરફ મોઢું કરીને ઊભા થયા અને ખૂબ રડતા રહ્યા.” (ફઝાઈલે હજ્જ, પેજ નં-૧૩૮)

ખૂબ દુરૂદ શરીફ પઢવુ

હઝરત હાફિઝ અબૂ-નુઐમ (રહ઼િમહુલ્લાહ) નકલ કરે છે કે હઝરત સુફિયાન સૌરી (રહ઼િમહુલ્લાહ) પોતાનો એક વાકિયો બયાન કર્યો કે

હું એક વખત પોતાના ઘરથી નિકળી રહ્યો હતો કે મારી નજર એક નૌવજવાન પર પડી, જે દરેક કદમ:

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّعَلٰى آلِ مُحَمَّدٍ

પઢી રહ્યો હતો. મેં એને પુછ્યુઃ શું તારા આ અમલનો કોઈ સબૂત છે (અથવા તુ આ પોતાની તરફથી પઢી રહ્યો છે)? તેણે સવાલ કર્યોઃ તમે કોણ છો? મેં જવાબ આપ્યોઃ સુફિયાન સૌરી. તેણે પૂછ્યુઃ શું તમે ઈરાક વાળા સુફિયાન છો? મેં કહ્યું: હાં.

તેણે પૂછ્યું: શું તમને અલ્લાહ તઆલાની મારિફત હાસિલ છે? મેં હાં માં જવાબ આપ્યો, તો તેણે પૂછ્યું: તમે અલ્લાહ તઆલાને કઈ રિતે ઓળખ્યા? મેં કહ્યું: અલ્લાહ તઆલા રાતને દિવસમાં બદલે છે અને દિવસને રાતમાં બદલે છે અને બાળકને માં ના પેટમાં શકલ અને સૂરત અર્પણ કરે છે. તેણે કહ્યુઃ આપે અલ્લાહ તઆલાની સહી મારિફત હાસિલ નથી કરી.

પછી મેં સવાલ કર્યોઃ તો તમે કઈ રિતે અલ્લાહ તઆલાને ઓળખ્યા? તેણે જવાબ આપ્યોઃ હું કોઈ કામનો મજબૂત ઈરાદો કરૂં છું, પરંતુ મારાથી પુરૂ નથી થતુ (એટલે હું કોઈ કામ કરવા માંગુ છું, પરંતુ કુદરત હોવા છતા તેને પુરૂ નથી કરી શકતો). તેનાંથી મેં જાણી લીઘુ કે બીજી કોઈ કુદરત છે (એટલે અલ્લાહ તઆલાની કુદરત), જેનાં હાથમાં મારા દરેક કામની બાગ-દોડ (લગામ) છે.

ત્યાર બાદ મેં તેમને પૂછ્યું કે તમે દરેક કદમ પર દુરૂદ શરીફ કેમ પઢી રહ્યા છો, તો તેમણે કહ્યુ કે હું પોતાની વાલિદા (માતા) ની સાથે હજ માટે જઈ રહ્યો હતો, પણ મારી વાલિદા રસ્તામાં જ ઈન્તેકાલ કરી ગઈ. તેમના ઈન્તેકાલ પછી તેમનો ચેહરો કાળો થઈ ગયો અને પેટ ફૂલી ગયુ. આ જોઈ મને સમજાયુ કે મારી વાલિદાએ પોતાના જીવનમાં કોઈ સંગીન ગુનાહ કર્યો હશે જેના કારણે તેમની સાથે આમ થયુ.

તો તરતજ મેં આસમાનની તરફ દુઆ કરવા માટે હાથ ઉઠાવ્યા, પરંતુ જેવાજ દુઆના માટે આસમાનની તરફ હાથ ઉઠાવ્યા, તો મેં જોયુ કે “તિહામા” (હિજાજ) ની તરફથી એક વાદળ આવી રહ્યુ છે, જેમાંથી એક વ્યક્તિ સામે આવ્યો, તેમણે પોતાનો હાથ મારી વાલિદા (માતા) ના ચેહરા પર ફેરવ્યો, તો ચેહરો રોશન થઈ ગયો પછી તેમણે તેના (વાલિદાના) પેટ પર હાથ ફેરવ્યો, તો પેટનો ફુલાવો ખતમ થઈ ગયો.

મેં તે માણસને પૂછ્યુઃ તમે કોણ છો? તમે મારી વાલિદાની અને મારી ઘણી મોટી મશ્કેલી દૂર કરી દીઘી. તેમણે જવાબ આપ્યોઃ હું તમારો રસૂલ મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) છું.

મેં આપથી રજુઆત કરી કે કંઈક નસીહત કરો, તો આપે ફરમાવ્યુઃ

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّعَلٰى آلِ مُحَمَّدٍ

પઢ્યા કરો. (દુર્રુલ-મનદૂદ, પેજ નઃ૨૪૬)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=4504

Check Also

દુરૂદ લખવાવાળા ફરિશ્તા

عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم الملائكة إن غابوا فقدوهم وإن مرضوا عادوهم وإن رأوهم رحبوا بهم وإن طلبوا حاجة أعانوهم...