દુઆની સુન્નત અને અદબ – ૭

(૧૭) જામે’ દુઆ કરવું વધુ સારું છે.

હઝરત આયશા રઝ઼િયલ્લાહુ અન્હા ફરમાવે છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમને જામે’ દુઆ પસંદ કરતા હતા અને બિન-જામે’ દુઆ ટાળી દેતા હતા.

કેટલીક મસ્નૂન દુઆઓ નીચે ટાંકવામાં આવી રહી છે જેનો વિવિધ મુબારક હદીસોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

رَبَّنَا آتِنَا فِيْ الدُّنْيَا حَسَنَةً وَفِيْ الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ

હે અલ્લાહ! અમને આ દુનિયામાં પણ ભલાઈ આપો અને આખિરતમાં પણ ભલાઈ આપો અને અમને જહન્નમના અઝાબથી બચાવો.

اَللّٰهُمَّ إِنِّيْ أَسْأَلُكَ مِنْ خَيْرِ مَا سَأَلَكَ مِنْهُ نَبِيُّكَ مُحَمَّدٌ صَلّٰى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَعُوْذُ بِكَ مِنْ شَرِّ مَا اسْتَعَاذَ مِنْهُ نَبِيُّكَ مُحَمَّدٌ صَلّٰى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَنْتَ الْمُسْتَعَانُ وَعَلَيْكَ الْبَلَاغُ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ

હે અલ્લાહ! તમારા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તમારી પાસે જે ભલાઈ માંગી તે હું તમારી પાસે માંગું છું અને તમારા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે જે બુરાઈથી પનાહ માંગી છે તેનાથી હું તમારી પનાહ માંગું છું. તમારી પાસે જ મદદ માંગવામાં આવે છે અને તમે ઈચ્છાઓ પૂરી કરનાર છો. તાકાત (ગુનાહથી બચવાની) અને કુવ્વત (ક્ષમતા) (સારા કામ કરવાની) ફક્ત અલ્લાહની મદદથી જ હાસિલ થાય છે.

(૧૮) અલ્લાહ તઆલા થી આફિયતની દુઆ કરો (એટલે ​​કે, આ દુઆ કરો કે અલ્લાહ તમને તમારા બધા કામોમાં અને બધી જગ્યામાં આફિયત આપે).

હઝરત અબ્બાસ રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે મેં એક વખત નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને અર્ઝ કર્યું કે મહેરબાની કરીને મને કોઈ એવી દુઆ બતાઓ જે હું અલ્લાહ તઆલા પાસે માંગું. નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું, અલ્લાહ પાસે આફિયત (જિસ્માની અને રૂહાની સુકૂન) માંગો. થોડા દિવસો પછી, હું ફરી એકવાર આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સમક્ષ હાજર થયો અને અર્ઝ કર્યું: હે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)! મહેરબાની કરીને મને કોઈ એવી દુઆ બતાઓ જે હું અલ્લાહ તઆલા પાસે માંગું. આપ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: ઓ અબ્બાસ! ઓ અલ્લાહના રસૂલના કાકા! અલ્લાહ પાસે આ દુનિયા અને આખિરત માટે આફિયત માંગો.

(19) હરામ અથવા મુશ્તબા ખાવાનાથી બચો અને ગુનાહોથી દૂર રહો; કારણ કે આ બંને વસ્તુઓ દુઆના કબૂલ થવામાં રૂકાવટ બની જાય છે.

(મુશ્તબા ખાવાનુ = જેના બારામાં ખબર ન હોય કે હલાલ છે કે હરામ.)

હઝરત અબૂ-હુરૈરહ રદ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: એ લોકો, બેશક અલ્લાહ પાક છે અને ફક્ત પાક વસ્તુઓ જ કબૂલ ફરમાવે છે. અલ્લાહ તઆલાએ આપણને તે જ કામ કરવાનો હુકમ આપ્યો, જેનો હુકમ રસૂલોને ફરમાવ્યો. (રસૂલોના બારામાં) અલ્લાહ તઆલાનો ઇર્શાદ છે: હે રસૂલો! હલાલ અને પાક વસ્તુઓમાંથી ખાઓ અને નેક કામ કરો. હું તમારા આમાલને સારી રીતે જાણું છું. (ઈમાનવાળાઓ વિશે) અલ્લાહ તઆલાનો ઇર્શાદ છે: હે ઈમાનવાળાઓ! તમે અમારી આપેલ રોજીમાંથી ખાઓ. તે પછી નબી (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) એક એવી વ્યક્તિનો ઝિકર ફરમાવ્યો જે લાંબા અંતરની મુસાફરી કરે છે, એવી હાલતમાં કે તેના વાળ વિખરાયેલા છે, તેના કપડા ગુબાર-આલૂદ (ધૂળ વાળા) છે અને તે આસમાન તરફ હાથ ઉંચો કરીને કહે છે: ઓ મારા રબ! ઓ મારા રબ! (આ મુસીબતમાં મારી મદદ કરો); અને તેનું ખાવાનુ હરામ છે, તેનું પીણું હરામ છે, તેનો લિબાસ પણ હરામ છે અને હરામ ખાવાથી તેના બદનની નશ્વ-ઓ-નુમા થઈ છે, તો તે શખ્સની દુઆ કેવી રીતે કબૂલ થશે.

(નશ્વ-ઓ-નુમા = ઉભરવાની અથવા વધવાની ક્રિયા)

(20) તમારી ઔલાદને ક્યારેય બદ્-દુઆ ન આપો; કારણ કે મુમકિન છે કે જ્યારે તમે તમારા બાળકોને બદ્-દુઆ આપી રહ્યા છો તે સમય કબૂલિયતનો સમય છે.

હઝરત જાબિર રદ઼િયલ્લાહુ અન્હુથી મરવી છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: તમારા માટે, તમારી ઔલાદ માટે, તમારા ગુલામો (નોકર-ચાકર) માટે અને તમારી માલ-દૌલત માટે બદ્-દુઆ ન કરો; કારણ કે મુમકિન છે કે તે ટાઇમ એવો ટાઇમ હોય કે અલ્લાહથી જે પણ માંગો, અલ્લાહ તેને કબૂલ કરી લે.

Check Also

ઝકાતની સુન્નતો અને અદબો – ૧

ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા …