રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમના હમ-ઝુલ્ફ (હાઢૂ ભાઈ)

قال سيدنا طلحة رضي الله عنه: كان النبي صلى الله عليه وسلم إذا رآني قال: (أنت) سِلْفي (عديلي) في الدنيا وسِلْفي في الآخرة (الأحاديث المختارة، الرقم: ٨٤٩)

હઝરત તલ્હા (રઝ઼િયલ્લાહુ અન્હુ) બયાન કરે છે કે જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ) મને જોતા ત્યારે કહેતા: (તમે) દુનિયા અને આખરીતમાં મારા હમ-ઝુલ્ફ છો.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમના હમ-ઝુલ્ફ (સાઢૂ ભાઈ)

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુને ચાર બીવીઓ હતી. તેમની ચાર બીવીમાંથી દરેક રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમની અઝવાજ-એ-મુતહ્હરાતમાંથી કોઈ એક ની બહેન હતી.

તેથી જ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે તેમને કહ્યું: (તમે) દુનિયા અને આખરીતમાં મારા હમ-ઝુલ્ફ છો.

અલ્લાહ તઆલાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની તમામ બીવીઓને પસંદ કરી હતી કે તેઓ આ દુનિયામાં પણ તેમની પાક બીવીઓ હશે અને અલ્લાહ તઆલાએ આ પણ નક્કી કર્યું હતું કે તેઓ આખિરતમાં પણ તેમની પાક બીવીઓ હશે; આથી આ હદીસમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ઇશારો કર્યો છે કે હઝરત તલ્હા રઝિયલ્લાહુ અન્હુની બીવીઓ પણ આખરીતમાં પણ તેમની બીવીઓ હશે.

તેથી, હઝરત તલ્હા રઝિયલ્લાહુ અન્હુ આ દુનિયા અને આખિરતમાં પણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમના હમ-ઝુલ્ફ છે.

હઝરત તલ્હા રઝિયલ્લાહુ અન્હુના નિકાહમાં નીચેની સ્ત્રીઓ હતી, જે અઝવાજ-એ-મુતહ્હરાતની ચાર બહેનો હતી.

૧. ઉમ્મ-કુલસૂમ બિન્તે અબુ બકર સિદ્દીક, જે હઝરત આયશા રદીઅલ્લાહુ અન્હાની બહેન હતી.

૨. ​​હમના બિન્ત જહશ, જે હઝરત ઝૈનબ બિન્ત જહશ રદીઅલ્લાહુ અન્હાની બહેન હતી.

૩. ફરીહા બિન્ત-અબી-સુફયાન, જે હઝરત ઉમ્મ-હબીબા બિન્ત-અબી-સુફયાન રદીઅલ્લાહુ અન્હાની બહેન હતી.

૪. રુકૈયા બિન્ત-અબી-ઉમય્યા, જે ઉમ્મ-સલમા બિન્ત-અબી-ઉમય્યા રદીઅલ્લાહુ અન્હાની બહેન હતી. (અલ-અસાબા)

Check Also

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في …