રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું:
طلحة ممن قضى نحبه (أي ممن وفوا بعهدهم من الثبات في مواطن القتال والاستعداد لبذل النفوس للدين) (جامع الترمذي، الرقم: ٣٢٠٣)
તલ્હા તે સહાબાઓમાંથી છે જેમણે પોતાનો અહદ (પ્રતિજ્ઞા) પૂરો કર્યો (કે તેઓ દીને-ઇસ્લામની ખાતર યુદ્ધના મેદાનમાં પોતાનો જીવ કુરબાન કરશે).
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ પોતાનો વાદો પૂરો કરતા
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ બયાન કરે છે:
એકવાર સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમે એક અરબ ગ્રામીણને કહ્યું: “રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પાસે જાઓ અને પૂછો કે (કુરાને-મજીદની નીચેની આયતમાં) અલ્લાહ કોનો ઉલ્લેખ કરી રહ્યા છે?”
તેઓમાંથી (યાની સહાબા-એ-કિરામમાંથી) કેટલાક એવા છે જેમણે પોતાનું વચન પૂરું કર્યું (કે તેઓ દીનની ખાતર જંગના મેદાનમાં પોતાનો જીવ આપી દેશે).
સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમના અંદર રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને સીધો સવાલ કરવાની હિંમત ન હતી. કારણ કે તેમના હૃદયમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અપાર હૈબત અને મહાનતા હતી, (તેથી તેઓએ અરબ ગ્રામીણને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેમના માટે પૂછવા કહ્યું).
જ્યારે તે અરબ ગ્રામીણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમને પૂછ્યું તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે કોઈ જવાબ આપ્યો નહિ. આરબ ગ્રામીણે એ જ પ્રશ્ન બીજી અને ત્રીજી વાર પુનરાવર્તિત કર્યો; પરંતુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ મૌન રહ્યા.
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવે છે:
તે સમયે હું લીલો કુર્તો પહેરીને મસ્જિદમાં પ્રવેશ્યો. જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે મને જોયો, ત્યારે તેમણે ફરમાવ્યું: “તે વ્યક્તિ ક્યાં છે?” આ આયત વિશે જેણે પૂછ્યું હતુ (જેમાં અલ્લાહે તેમના વચનને પૂર્ણ કરનારાઓનો ઉલ્લેખ કર્યો છે)?
આરબ ગ્રામીણે જવાબ આપ્યો: મેં પૂછ્યું હતુ: હે અલ્લાહના રસૂલ, સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ!
ત્યારપછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: આ વ્યક્તિ (હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ તરફ ઈશારો કરીને) એ લોકોમાંથી એક છે જેમણે પોતાનું વચન પૂરું કર્યું (કે તેઓ દીનની ખાતર જંગના મેદાનમાં પોતાનો જીવ કુરબાન કરશે). (સુન્નત્-તિર્મિઝી, અર્-રકમઃ 3742)