જમીન પર ચાલતો ફરતો શહીદ

રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું:

من سره أن ينظر إلى شهيد يمشي على وجه الأرض فلينظر إلى طلحة بن عبيد الله (سنن الترمذي، الرقم: ٣٧٣٩)

“જે કોઈ શહીદને પૃથ્વીના ચહેરા પર ચાલતા જોવા માંગે છે, તે તલ્હા બિન ઉબૈદુલ્લાને જોવે.”

(પૃથ્વી = જમીન)

હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુની ઉદારતા

અલી બિન ઝૈદ રદ઼િય-લ્લાહુ અન્હુનું વર્ણન (બયાન) છે કે એક વાર એક ગ્રામીણ હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુ પાસે મદદ માંગવા આવ્યો. આ ગામડિયો હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુ અન્હુનો સગો હતો; તેથી, તે ગામડિયાએ સગપણના આધારે હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુની સામે તેની માંગણી રજૂ કરી.

હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુએ જવાબ આપ્યો કે તમારા પહેલા કોઈએ મારી પાસે સગપણનો આધાર લઈને મદદ નથી માંગી.

ત્યારે હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુએ ફરમાવ્યું કે મારી પાસે એક જમીન છે, જેના માટે હઝરત ઉસ્માન રદ઼િય-લ્લાહુ અન્હુએ મને ત્રણ લાખ (300,000) દિરહમની ઓફર કરી છે. તમે આ જમીન લઈ લો અને જો તમે ઈચ્છો તો હું આ જમીન તમારા તરફથી હઝરત ઉસ્માન રદ઼િય-લ્લાહુ અન્હુને વેચી દઈશ અને તમને પૂરી રકમ આપી દઈશ.

કુબૈસા બિન જાબીર રહ઼િમહુલ્લાહ કહે છે કે હું હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ રદ઼િય-લ્લાહુ અન્હુના સાનિધ્યમાં (સોહબતમાં) થોડો સમય રહ્યો અને મેં એમના થી વધારે સખી કોઈને જોયો નથી કે જે ગરીબોના માંગ્યા વગર ગરીબો પર ખર્ચ કરતો હોય.

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ

شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى …