હઝરત અબુ-‘ઉબૈદહ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ પર હઝરત ‘આઇશા રઝ઼િયલ્લાહુ ‘અન્હાનો ભરોસો

سئلت سيدتنا عائشة رضي الله عنها: من كان رسول الله صلى الله عليه وسلم مستخلفا لو استخلفه؟ قالت: أبو بكر

فقيل لها: ثم من بعد أبي بكر؟ قالت: عمر

ثم قيل لها من بعد عمر؟ قالت: أبو عبيدة بن الجراح  (صحيح مسلم، الرقم: ٢٣٨٥)

હઝરત આઇશા રઝ઼િયલ્લાહુ અન્હા ને એક વખત પૂછવામાં આવ્યું કે જો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ તેમના પછી કોઈને ખલીફા તરીકે નિયુક્ત કરતે, તો કોને ખલીફા તરીકે નિયુક્ત કરતે? તેમણે જવાબ આપ્યો: અબૂ-બક્ર.

પછી તેમને પૂછવામાં આવ્યું કે અબૂ-બક્ર પછી કોને ખલીફા તરીકે નિયુક્ત કરતે? તેમણે જવાબ આપ્યો: ‘ઉમર.

પછી તેમને પૂછવામાં આવ્યું કે ઉમર પછી કોને ખલીફા તરીકે નિયુક્ત કરતે? તેમણે જવાબ આપ્યો: અબૂ-ઉબૈદહ.

અલ્લાહ તઆલાનો ડર

કતાદહ રહ઼િમહુલ્લાહ બયાન કરે છે કે હઝરત અબૂ-ઉબૈદહ રઝ઼િયલ્લાહુ અન્હુ (કયામતના દિવસે અલ્લાહ તઆલાની સામે ઉભા થવાના અને તેમના આમાલનો હિસાબ આપવાના ડરથી) કહેતા રહેતા હતા:

وددت أني كنت كبشا فيذبحني أهلي فيأكلون لحمي ويحسون مرقي

કાશ હું કોઈ ઘેટું હોત, તો મારો ધણી મને ઝબહ કરીને મારું ગોશ્ત ખાતે અને સૂપ પીતે.

(ધણીનો અર્થ માલિક)

એટલે કે, અલ્લાહ તઆલાનો ડર અને આમાલના હિસાબનો ડર તેમના પર એટલો બધો છવાયેલો હતો કે તેઓ ખ્વાહિશ કરતા હતા કે કાશ તેઓ કોઈ ઘેટું હોત; જેથી આખિરતમાં તેમને તેમના આમાલનો હિસાબ ન આપવો પડે.

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ

شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى …