ઇદ્દત દરમિયાન મના કરવામાં આવેલ વસ્તુઓ
જે ઔરતને તલાકે-બાઇન અથવા તલાકે-મુગ઼લ્લઝા આપવામાં આવી હોય અથવા જેના શૌહર નો ઇન્તિકાલ થઈ ગયો હોય તેના માટે ઇદ્દત દરમિયાન નીચેની બાબતો પ્રતિબંધિત છે:
(૧) ઇદ્દત દરમિયાન નિકાહ કરવુ જાયઝ નથી. જો તે નિકાહ કરશે તો તેના નિકાહ દુરુસ્ત ન ગણાશે.
(૨) ઘરની બહાર નીકળવું જાયઝ નથી.
(૩) ઇદ્દત દરમિયાન માગું નાંખવું જાયઝ નથી.
(૪) જ્વેલરી પહેરવી, મેક-અપ કરવું, રેશમી કે ભપકાદાર કપડા પહેરવા, સુરમા, ખિજાબ કે મહેંદી લગાવવી, આ બધી બાબતો ‘ઇદ્દત’ની અવસ્થામાં મના છે. તેવી જ રીતે, ઇદ્દત દરમિયાન પાન ખાઈને મૂંહ લાલ કરવુ પણ જાયઝ નથી; પણ: જો સુરમો લગાવવા માટે કોઈ સાચુ અને માન્ય કારણ હોય (જેમ કે રોગની સારવાર માટે), તો સુરમો લગાવવાની છુટ છે.
(૫) પરફ્યુમ વગેરે સુગંધ લગાવવું જાયઝ નથી. તેવી જ રીતે, તેલ લગાવવું (તેલ સુગંધિત હોય કે ન હોય) પણ જાયઝ નથી; પણ જો કોઈ માન્ય કારણ હોય (જેમ કે રોગની સારવાર માટે), તો તેલ લગાવવાની છુટ છે.
જે ઔરતને તલાકે-રજ્ઈ આપવામાં આવેલ હોય, તે ઔરત માટે ઇદ્દત દરમિયાન નીચેની બાબતોની મનાય છે:
(૧) ઇદ્દત દરમિયાન તેના માટે નિકાહ કરવું જાઇઝ નથી. જો તે નિકાહ કરે છે, તો તેના નિકાહ દુરુસ્ત ન થશે.
(૨) ઇદ્દત દરમિયાન ઘરની બહાર નીકળવું જાઇઝ નથી.
(૩) ઈદ્દત દરમિયાન સગાઈ કરવું જાઇઝ નથી.
ધ્યાનમાં રહે કે તેના માટે (જેને તલાકે-રજ્ઈ આપવામાં આવી) બનાવ-શૃંગાર કરવું અને સજ્વું-સંવરવું જાઇઝ છે, જેથી તેનો શૌહર તેના તરફ આકર્ષાય અને શૌહર તલાક થી રુજૂ કરી લે.