عيّن سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم وأمرهم باختيار الخليفة من بينهم، وقال حينئذ: ولو كان أبو عبيدة حيا لاستخلفته (على المسلمين) (تفسير ابن كثير ٨/٥٤)
હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ તેમના ઇન્તિકાલ પહેલા છ સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમનું એક જૂથ બનાવ્યું હતું અને તેઓને તેમાંથી જ આગામી ખલીફાનો ઇન્તિખાબ કરવાનો હુકમ આપ્યો હતો.
તે સમયે હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુ એ ફરમાવ્યું હતું કે જો અબુ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ આજે જીવતા હોતે તો હું ચોક્કસપણે તેમને (મુસલમાનોના) ખલીફા બનાવતે.
હઝરત અબૂ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ પર હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુ નો ભરોસો
એક વખત જ્યારે હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુ મુલ્કે-શામની સરહદ પર પહોંચ્યા ત્યારે તેમને મુલ્કી-શામમાં પ્લેગ ફાટી નીકળ્યાના સમાચાર મળ્યા.
હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ ફરમાવ્યું કે જો મને મૌત આવી જાય અને અબૂ-‘ઉબૈદહ બિન જર્રાહ઼ રદ઼િય અલ્લાહુ અન્હુ હ઼યાત છે તો હું તેમને મારા પછી ખલીફા બનાવીશ.
જો અલ્લાહ ત’આલા મને પૂછશે કે તમે અબૂ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુને મુસલામાનોના ખલીફા તરીકે શા માટે નિયુક્ત કર્યા? ત્યારે હું અલ્લાહ તઆલાને કહીશ કે મેં તેમને ખલીફા તરીકે નિયુક્ત કર્યા કારણ કે એકવાર મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને આ ફરમાવતા સાંભળ્યા કે દરેક નબીનો (તેમની ઉમ્મતમાં) એક અમીન હતો અને (મારી ઉમ્મતમાં) મારો ખાસ અમીન અબૂ-‘ઉબૈદહ બિન જર્રાહ઼ રદ઼િય અલ્લાહુ અન્હુ છે.
એક રિવાયતમાં કહેવામાં આવ્યું છે કે હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ તેમના ઇન્તિકાલ પહેલા છ સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમનું એક જૂથ બનાવ્યું હતું અને તેઓને તેમાંથી જ આગામી ખલીફાનો ઇન્તિખાબ કરવાનો આદેશ આપ્યો હતો.
તે સમયે હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુ એ ફરમાવ્યું હતું કે જો અબૂ-ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ આજે હ઼યાત (જીવતા) હોતે તો હું ચોક્કસપણે તેમને ખલીફા બનાવતે.
(ખલીફા = આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો પ્રતિનિધિ,કાઇમ-મકામ,નાયબ)