રોશનીના પેપરમાં દુરુદ શરીફ લખવો

عن علي رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن لله ملائكة خلقوا من النور لا يهبطون إلا ليلة الجمعة ويوم الجمعة بأيديهم أقلام من ذهب ودويّ من فضّة وقراطيس من نور لا يكتبون إلا الصلاة على النبي صلى الله عليه وسلم  أخرجه الديلمي وسنده ضعيف (القول البديع صـــ ۳۹۸)

હઝરત અલી રઝ઼િય-લ્લાહુ અન્-હુ થી બયાન કરવામાં આવ્યું છે કે અલ્લાહના રસૂલ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: અલ્લાહના કેટલાક ફરિશ્તાઓ છે જેઓ નૂર થી બનાવવામાં આવ્યા છે. આ ફરિશ્તાઓ ફક્ત શુક્રવારની રાત્રે અને શુક્રવારના દિવસે (પૃથ્વી પર) ઉતરે છે. તેમના હાથમાં સોનેરી કલમ, ચાંદીની દવાત અને નૂરાની પેજ હોય છે. તેઓ (તેમના પેજમાં) અલ્લાહના રસૂલ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર પઢવામાં આવેલ દુરૂદ સિવાય કશું લખતા નથી.

સુવા પેહલા દુરૂદ શરીફ પઢવુ

હઝરત મુહમ્મદ બિન સઈદ મુતર્રિફ રઝ઼િય-લ્લાહુ અન્-હુ એક નેક અને મુત્તકી વ્યક્તિ હતા. તેમણે પોતાનો વાકિઓ બયાન કર્યો કે મારો નિત્યક્રમ (મામૂલ) હતો કે હું દરેક રાત્રે બિસ્તર પર સૂતા પેહલા ચોક્કસ સંખ્યામાં દુરૂદ-શરીફ પઢ્યા કરતો હતો.

એક રાત્રે હું મારા કમરા (ઓરડા) માં હતો. મેં દુરૂદ-શરીફ પઢવાનો મામૂલ પૂરો કર્યો અને સૂઈ ગયો. જેવી મને ઊંઘ આવી, મેં એક સપનુ જોયુ કે નબી-એ-કરીમ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમ મારા કમરા (ઓરડા) માં દાખલ થયા અને આપના આવવાથી આખો કમરો (ઓરડો) જગમગી ઉઠ્યો.

પછી રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમ મારી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યુ અને ફરમાવ્યું: “તમારુ મોઢું મારા કરીબ લાવો, જેના દ્વારા તમે વધારે પ્રમાણમાં મારા પર દુરૂદ મોકલ્યા કરો છો, જેથી કે હું તેને બોસો આપું (ચુંબન કરૂં).

મને શરમ આવી કે હું મારૂ મોઢું નબી-એ-કરીમ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની સામે કરૂં, તેથી મેં પોતાનો ગાલ આપના નજીક કરી દીધો. નબી-એ-કરીમ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે પોતાનું મુબારક મોઢું મારા ગાલ પર મુક્યુ અને તેને ચુંબન કર્યુ.

ત્યાર બાદ હું તરતજ ઘભરાઈને ઉઠ્યો અને મારી અહલિયા (બીવી) ને પણ જગાડી જે મારી નજીક સુતેલી હતી. ઉઠ્યા પછી અમને અમારો આખો ઓરડો મુશ્કથી સુગંધિત મળ્યો, કારણકે આ ઓરડામાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક જીસ્મ ની ખુશ્બુ સમાઈ ગઈ હતી.

અને તે ઉપરાંત મારા ગાલ પર આઠ (૮) દિવસ સુઘી મુશ્કની તે ખુશ્બુ બાકી રહી, જે નબી-એ-કરીમ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમના ચુમવા પછી પૈદા થઈ હતી. આઠ (૮) દિવસ સુઘી દરેક દિવસે મારી અહલિયા (પત્ની) મારા ગાલ પર મુશ્કની ખુશ્બુ અનુભવતી રહી. (અદ દુર્રુલ મનદુદ,પેજ નંબરઃ૧૮૭, અલ કવલુલ બદીઅ, પેજ નંબરઃ ૨૮૮)

તૌરાત માં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નુ નામ મુબારક

અલ્લામાં સખાવી (રહ.) ઇતિહાસનાં કેટલાક પુસ્તકો થી નકલ કરે છે કે બની ઈસરાઈલમાં થી એક માણસ ઘણો ગુનેહગાર હતો. જ્યારે તે મરી ગયો તો લોકોએ તેને એમજ ઝમીન પર નાંખી દીઘો. અલ્લાહ તઆલાએ હઝરત મૂસા (અલ.) પર વહી મોકલી કે તેને ગુસલ આપી તેનાં ઉપર જનાઝાની નમાઝ પઢો. મેં(અલ્લાહ તઆલા) તેની મગફિરત(ક્ષમા) કરી દીઘી છે. હઝરત મૂસા (અલ.) એ રજુઆત કરી, “એ અલ્લાહ ! આ કેવી રીતે થયુ”. અલ્લાહ તઆલાએ ફરમાવ્યુ કે “એણે એક વખત તૌરાત ને ખોલી હતી. તેમાં મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું નામ જોયુ હતુ, તો તેણે એમનાં ઉપર(મુહમદં(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ પઢ્યુ હતુ.” તો અલ્લાહ તઆલાએ ફરમાવ્યુ, “મેં એના કારણે તેની મગફિરત  કરી દીઘી.” (અલકવલુલ બદીઅ, ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૫૭)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

જ્યાં પણ હોય, ત્યાં દુરૂદ શરીફ પઢો

عن الحسن بن علي رضي الله عنهما أن رسول الله صلى الله عليه و سلم قال حيثما كنتم فصلوا علي فإن صلاتكم تبلغني رواه الطبراني في الكبير بإسناد حسن (الترغيب و الترهيب رقم ٢٥٧١)

હઝરત હસન બિન અલી (રદિ.) થી રિવાયત છે કે...