હઝરત અબદુલ્લાહ બિન અબ્બાસ (રદી.) નું દુરૂદ

عن ابن عباس أنه كان يقول: اللهم تقبل شفاعة محمد الكبرى وارفع درجته العليا وآته سؤله في الآخرة والأولى كما آتيت إبراهيم وموسى (مصنف عبد الرزاق، الرقم: 3104، وإسناده جيد قوي صحيح كما في القول البديع صـ 122)

હઝરત અબદુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) જ્યારે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર દુરૂદ મોકલતા હતા, તો નિચે પ્રમાણેનાં અલફાઝ પઠતા હતા:

اللَّهُمَّ تَقَبَّلْ شَفَاعَةَ مُحَمَّدٍ الْكُبْرَى، وَارْفَعْ دَرَجَتَهُ الْعُلْيَا، وَآتِهِ سُؤْلَهُ فِي الْآخِرَةِ وَالْأُولَى، كَمَا آتَيْتَ إِبْرَاهِيمَ وَمُوسَى

હે અલ્લાહ ! હઝરત મુહમંદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની મોટી શફાઅત કબૂલ ફરમાવજો (આ શફાઅત થી મેદાને હશર ની શફાઅતે કુબરા મુરાદ છે) એમનો દરજો બુલંદ કરજો અને એમની દુન્યવી અને ઉખરવી દુઆ પૂરી ફરમાવજો, જેવી રીતે તમે હઝરત ઈબ્રાહીમ (અલ.) અને મૂસા (અલ.)ની દુઆ કબૂલ ફરમાવી.

 દુરૂદ શરીફનું નૂર

અબુલ કાસીમ મરવઝી(રહ.) કહે છે કે હું અને મારા વાલિદ(રહ.) રાતનાં હદીષની કિતાબનો મુકાબલો કરતા હતા.

સપનામાં બતાવવામાં આવ્યું કે જે જગહ અમે મુકાબલો કરતા હતા, તે જગહ એક નૂર નો સુતૂન(સ્તંભ, થાંભલો) છે જે એટલો ઊંચો છે કે આસમાન સુઘી પહોંચી ગયો.

કોઈકે પુછ્યું આ સુતૂન(સ્તંભ, થાંભલો) કેવુ છે તો આ બતાવવામાં આવ્યું કે તે દુરૂદ શરીફ છે જેને આ બન્નેવ કિતાબનાં મુકાબલાનાં સમયે પઢ્યા કરતા હતા. (ફઝાઈલે દુરૂદ, પેજ નં:૧૬૬)

હઝરત ઉમર (રદિ.) નો ઊંડો પ્રેમ અને હઝરત રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની યાદો

હઝરત ઉમર (રદિ.) એક વખત રાત્રે લોકોની સુરક્ષા માટે ગશ્ત ફરમાવી ‎રહ્યા હતા કે એક ઘરમાંથી ચીરાગની રોશની મહસૂસ થઈ અને એક ‎ડોસીમાંનો અવાજ કાનમાં પડ્યો જેવણ ઊનને સાફ કરતી કરતી અશઆર ‎‎(કાવ્યપંક્તિઓ) પઢી રહી હતી. જેનો તર્જુમો આ છે કે:

عَلَى مُحَمَّدٍ صَلَاةُ الْأَبْرَارْ ** صَلَّى عَلَيْكَ الْمُصْطَفَوْنَ الْأَخْيَارْ

“મોહમ્મદ ‎‎(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર નેકિયોનો દુરૂદ પહોંચે અને પાક સાફ ‎લોકોની તરફથી જેઓ બરગુજીદા (પસંદ કરેલા) લોકો હોય તેઓનો દુરૂદ ‎પહોંચે.

قَدْ كُنْتَ قَوَّامًا بَكِيَّ الْأَسْحَارْ

“બેશક યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તમો રાતોમાં ‎ઈબાદત કરવા વાળા હતા અને રાતોનાં છેલ્લા પહોરમાં રડવા વાળા હતા.

يَا لَيْتَ شِعْرِي وَالْمَنَايَا أَطْوَارْ ** هَلْ تَجْمَعُنِي وَحَبِيبِي الدَّار

“‎કાશ મને એ ખબર થઈ જતે કે હુંળ અને મારા મહબૂબ ક્યાર ભેગા થઈ ‎શકિશું યા નહી એટલા માટે કે મોત વિભિન્ન હાલતોમાં આવે છે ખબર નહી ‎મારી મૌત કેવી હાલતમાં આવે અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ)થી મરવા બાદ મળવાનું થઈ શકશે યા નહી.”

હઝરત ઉમર ‎‎(રદિ.) પણ તે અશઆર (કાવ્ય પંક્તિઓ) ને સાંભળીને રડવા બેસી ગયા. ‎‎(કિતાબુઝ્ઝુહદ વર રકાઈક લિબ્નિલ મુબારક, રકમ નં-૧૦૨૪, ફઝાઈલે આમાલ, હિકાયતે સહાબા, પેજ નં-૧૭૪)‎

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=5585

Check Also

સવાર-સાંજ દુરૂદ શરીફ પઢવું

عَن ابي الدرداء رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم مَن صَلَّى عَلَيَّ حِينَ يُصْبِحُ عَشرًا وَحِينَ يُمسِي عَشرًا أَدْرَكَتْهُ شَفَاعَتِى يَومَ القِيَامَة (فضائل درود)...