હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની લાનત

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: رغم أنف رجل ذكرت عنده فلم يصل علي، ورغم أنف رجل دخل عليه رمضان ثم انسلخ قبل أن يغفر له، ورغم أنف رجل أدرك عنده أبواه الكبر فلم يدخلاه الجنة قال عبد الرحمن: وأظنه قال: أو أحدهما. (سنن الترمذي، الرقم: 3545)

હઝરત અબૂ-હુરૈરા રદ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લ્લ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફર્માવ્યું: ધૂળ લાગે તે માણસની નાકને, જેની સામે મારું નામ લેવામાં આવ્યું અને મારા પર દુરૂદ ન મોકલ્યું, ધૂળ લાગે તે માણસની નાકને, જેના પર રમઝાનનો મુબારક મહિનો આવ્યો, અને તેની મગ્ફિરત કરવામાં આવે ( એટલે કે તેણે રમઝાન મહિના ના હક અદા ન કર્યા) તે પહેલાં રમઝાનનો મહિનો જતો રહ્યો. ધૂળ લાગે તે માણસની નાકને, જેની સામે તેના માં-બાપ અથવા તેમાંથી એક વૃદ્ધ થઈ જાય, અને તેના માં-બાપ (તેમની ખિદમત ન કરવાને કારણે) તેને જન્નતમાં દાખલ ન કરાવે શકે.

દુરૂદ-શરીફ પઢવાવાળા માટે ખુશખબરી

હઝરત મુહ઼મ્મદ બિન માલિક રહ઼િમહુલ્લાહ ફરમાવે છે:

હું બગદાદ ગયો, જેથી કરીને કારી અબૂ-બક્ર બિન મુજાહિદ રહ઼િમહુલ્લાહ ની પાસે કંઈક પઢું.

અમારા લોકોની એક જમાઅત તેમની ખિદમતમાં હાજર થઈ અને કિરાઅત થઈ રહી હતી એટલામાં એક બડે મિયાં તેમની મજલિસમાં આવ્યા જેમના માથા પર ઘણોજ જુનો ઈમામો હતો, એક જુનો કુર્તો હતો, એક જુની જેવી ચાદર હતી.

કારી અબૂ-બક્ર રહ઼િમહુલ્લાહ તેમને જોઈને ઊભા થઈ ગયા અને તેમને પોતાની જગ્યા પર બેસાડ્યા અને એમને તેમના ઘરવાળાઓના હાલ-ચાલ પૂછ્યા.

તે બડે મિયાંએ કહ્યું રાત્રે મારે ત્યાં એક છોકરો પૈદા થયો, ઘરવાળાઓએ મારા પાસે ઘી અને મઘની ફર્માઈશ કરી.

શૈખ અબૂ-બક્ર રહ઼િમહુલ્લાહ કહે છે કે હું એમનો હાલ સાંભળીને ઘણોજ દુખી થયો અને તે દુખની હાલતમાં મારી આંખ લાગી ગઈ તો મેં સપનામાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ઝિયારત કરી.

હુઝૂરે-અકદસ સલ્લલ્લલાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું આટલા દુખી કેમ છો? ‘અલી બિન ‘ઈસા વઝીરની પાસે જાઓ અને તેમને મારા તરફથી સલામ કહેજો અને આ અલામત (નિશાની) બતાવજો કે તુ દરેક જુમાની રાત્રે ત્યાં સુઘી નથી સુતો જ્યાં સુઘી મારા પર એક હઝાર વાર દુરૂદ ન પઢી લે. અને આ જુમાની રાત્રે સાત સો વખત પઢ્યુ હતુ કે તારી પાસે બાદશાહનો માણસ બોલાવવા આવી ગયો તો તુ ત્યાંથી ચાલી ગયો અને ત્યાંથી આવવા પછી તેં (વઝીરે) તે સંખ્યાને પૂરી કરી. આ અલામત (નિશાની) બતાવવા પછી તેને કહેજો કે આ નવજાતના વાલિદને સો દીનાર (અશરફીયો) આપી દે, જેથી કરીને કે તેવણ પોતાની જરૂરતોમાં ખર્ચ કરી લે.

કારી અબૂ-બક્ર રહ઼િમહુલ્લાહ ઉઠ્યા અને તે બડે મિયાં એટલેકે નવજાતના વાલિદને સાથે લીઘા અને બન્નેવ જણાં વઝીરની પાસે પહોંચ્યા.

કારી અબૂ-બક્ર રહ઼િમહુલ્લાહે વઝીરને કહ્યું: હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે આ બડે મિયાં ને તમારી પાસે મોકલ્યા છે. વઝીર ઊભો થઈ ગયો અને તેમને પોતાની જગ્યા પર બેસાડ્યા અને તેમને કિસ્સો પૂછ્યો.

શૈખ અબૂ-બક્ર રહ઼િમહુલ્લાહે આખો કિસ્સો સાંભળ્યો જેનાથી વઝીરને અત્યંત ખુશી થઈ અને પોતાના ગુલામને હુકમ કર્યો કે એક તોડો કાઢીને લાવો (તોડો હિમયાની થૈલી જેમાં દસ હઝાર જેટલા પૈસા હોય છે) તેમાંથી સો દીનાર તે નવજાતના વાલિદને આપી દો. ત્યાર પછી સો હજી કાઢ્યા, જેથી કરી શૈખ અબૂ-બક્ર રહ઼િમહુલ્લાહને આપે, શૈખે તે લેવાથી મનાઈ કરી દીઘી.

વઝીરે જીદ કરી કે તે લઈ લે. એટલા માટે કે આ તે બશારતના (ખુશખબરીના) લીધે છે જે આપે મને આ વાકિયાના સંબંઘથી સંભળાવી. એટલા માટે કે આ વાકિઓ એક હઝાર દુરૂદ વાળો એક રાઝ છે જેને હું અને અલ્લાહ તઆલાના વગર કોઈ નથી જાણતુ. પછી સો દીનાર હજી વધારે કાઢ્યા અને આ કહ્યું કે આ તે ખુશખબરીના બદલામાં છે જે તમે મને સંભળાવી કે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને મારા દુરૂદ શરીફ પઢવાની ખબર છે. અને પછી સો અશરફીયા હજી વધારે કાઢી અને આ કહ્યું કે આ તે તકલીફ ના બદલામાં છે જે તમને અહીંયા સુઘી આવવામાં થઈ.

એવીજ રીતે સો સો અશરફીયા કાઢતા રહ્યા, અહિંયા સુઘી કે એક હઝાર અશરફીયા કાઢી, પણ તેવણે (કારી અબૂ-બક્રે) આ કહીને ના કહી દીઘુ કે અમે આ મિકદાર (સંખ્યા) એટલે સો દીનારથી વધારે નહી લેશુ જેનો હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હુકમ ફરમાવ્યો. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૭૩)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

સવાર-સાંજ દુરૂદ શરીફ પઢવું

عَن ابي الدرداء رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم مَن صَلَّى عَلَيَّ حِينَ يُصْبِحُ عَشرًا وَحِينَ يُمسِي عَشرًا أَدْرَكَتْهُ شَفَاعَتِى يَومَ القِيَامَة (فضائل درود)...