હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુના આમાલ (કામો) કુરાને-કરીમ અનુસાર

મુફસ્સિરીને-કિરામ ફરમાવે છે કે કુરાને-કરીમ ની નીચેની આયત હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ અને અન્ય સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમની તારીફમાં (પ્રશંસામાં) નાઝીલ થઈ છે:

لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ

અલ્લાહ અને આખરી દિવસ પર ઈમાન રાખનારા લોકોને તમે નહિ જોશો કે તેઓ અલ્લાહ અને તેના રસૂલ ને તેજી બતાવનારાઓ સાથે મૈત્રી ભર્યા સંબંધ રાખે, પછી ભલે તેઓ તેમના પિતા હોય કે પુત્ર હોય કે પછી ભાઈ હોય કે પરિવાર હોય.

હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુના આમાલ (કાર્યો) કુરાને-કરીમ અનુસાર

હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુના વાલિદ સાહબ (પિતાજી) ગઝ્વ-એ-બદ્રમાં તેમની પાછળ પડી ગયા; તેમને શહીદ કરવા માટે; પરંતુ હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ તેમના પિતાને ટાળતા રહ્યા; જેથી તેઓ સામસામે ન આવે અને પિતાને કતલ ન કરવા પડે.

જો કે, જ્યારે તેમના પિતાજી મક્કમ રહ્યા અને તેમનો સામનો કર્યો અને હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ ને પોતાનો જીવ બચાવવા માટે તેમના પિતાને કતલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો ન હતો, ત્યારે આગળ વધીને જહન્નમમાં (નરકમાં) મોકલી દીધા.

આ બનાવ પર અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી:

لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ

અલ્લાહ અને આખરી દિવસ પર ઈમાન રાખનારા લોકોને તમે નહિ જોશો કે તેઓ અલ્લાહ અને તેના રસૂલ ને તેજી બતાવનારાઓ સાથે મૈત્રી ભર્યા સંબંધ રાખે, પછી ભલે તેઓ તેમના પિતા હોય કે પુત્ર હોય કે પછી ભાઈ હોય કે પરિવાર હોય.

Check Also

જમીન પર ચાલતો ફરતો શહીદ

રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું: “જે કોઈ શહીદને પૃથ્વીના ચહેરા પર ચાલતા જોવા માંગે …