અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને દુરૂદ-શરીફ ની ફરિશ્તાઓ દ્વારા જાણકારી મળવી

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم من صلى علي عند قبري سمعته ومن صلى علي من بعيد أعلمته (أخرجه أبو الشيخ في الثواب له من طريق أبي معاوية عن الأعمش عن أبي صالح عنه ومن طريقه الديلمي وقال ابن القيم إنه غريب قلت: وسنده جيد كما أفاده شيخنا كذا في القول البديع صـ ۳۲۵)

હઝરત અબૂ-હુરૈરહ રદ઼િય અલ્લાહુ અન્હુ હુઝ઼ૂરે-અક઼્દસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો પાક ઇર્શાદ નકલ કરે છે કે જે મારા પર મારી કબર પાસે દુરૂદ મોકલે છે, તે હું પોતે સાંભળું છું અને જે દૂરથી મારા પર દુરૂદ મોકલે છે. મને (ફરિશ્તાઓ વતી) તેની જાણ કરવામાં આવે છે.

દિવસ પર રાતની ફઝીલત

નુઝહતુલ-મજાલિસમાં એક અજીબ કિસ્સો લખેલો છે કે રાત અને દિવસમાં પરસ્પર ડિબેટ (મુનાજરો) થઈ કે આપણામાંથી કોણ અફઝલ (ઉત્તમ) છે.

દિવસે પોતાની અફઝલિયત માટે કહ્યું કે મારામાં ત્રણ ફર્ઝ નમાઝો છે અને તારામાં બે, અને મારામાં જુમા ના દિવસે એક ઘડી દુઆ કબૂલ થવાની છે જેમાં માણસ જે માંગે તે તેને મળે છે (આ સહીહ અને મશહૂર હદીસ છે.) અને મારા અંદર રમઝાનુલ-મુબારકના રોઝા રાખવામાં આવે છે, તુ લોકોના માટે સૂવાનો અને ગફલતનો ઝરિયો છે અને મારી સાથે જાગૃતી અને ચોકન્નાપન છે અને મારામાં હરકત છે અને હરકતમાં બરકત છે. અને મારામાં સુર્ય નિકળે છે જે આખી દુનિયાને રોશન કરી દે છે.

રાતે કહ્યું કે જો તુ પોતાના સુરજ પર ફખર કરે તો મારો સુરજ અલ્લાહ વાળાઓના દિલ છે. તહજ્જુદ વાળાઓ અને અલ્લાહની હિકમતોમાં ઘ્યાન કરવા વાળાઓના દિલ છે, તુ તે આશિકોની શરાબ સુઘી ક્યાં પહોંચી શકે જે એકાંતના સમયમાં મારી સાથે હોય છે. તુ મેરાજની રાતનો શું મુકાબલો કરી શકે. તુ અલ્લાહ તઆલાના પાક ઈર્શાદ નો શું જવાબ દેશે જે તેમણે પોતાના પાક રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને ફર્માવ્યું:

“وَمِنَ الَّیۡلِ فَتَهَجَّدۡ بِه نَافِلَۃً لَّکَ”

કે રાતના તહજ્જુદ પઢો જે નફલના તૌર પર છે તમારા માટે, અલ્લાહ તઆલાએ મને તારાથી પેહલા પેદા કરી. મારી અંદર શબે-કદ્ર છે જેમાં માલિકના નીખબર શું શું ઇનામો વરસે છે અલ્લાહ તઆલાનો પાક ઈર્શાદ છે કે તે દરેક રાતની છેલ્લી પહોરમાં આવી રીતે ઈર્શાદ ફરમાવે છે: કોઈ છે માંગવા વાળો જેને આપું, કોઈ છે તૌબા કરવા વાળો જેની તૌબા કબૂલ કરૂં. શું તને અલ્લાહના આ પાક ઈર્શાદની ખબર નથી:

“یٰۤاَیُّها الۡمُزَّمِّلُ ۙ﴿۱﴾‏‎قُمِ الَّیۡلَ اِلَّا قَلِیۡلًا ۙ﴿۲﴾‏”.

શું તને અલ્લાહના આ ઈર્શાદની ખબર નથી કે જેમાં અલ્લાહ તઆલાએ ઈર્શાદ ફરમાવ્યું:

“سُبۡحٰنَ الَّذِیۡۤ اَسۡرٰی بِعَبۡدِهٖ لَیۡلًا مِّنَ الۡمَسۡجِدِ الۡحَرَامِ اِلَی الۡمَسۡجِدِ الۡاَقۡصَا”

પાક છે તે ઝાત જે રાતના લઈ ગઈ પોતાના બંદાને મસ્જીદે-હરામથી મસ્જીદે-અકસા સુઘી. (ફઝાઈલે દુરૂદ-શરીફ, પેજ નં- ૧૯૨)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

પુલ સિરાત પર મદદ

عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارحة عجبا رأيت رجلا من أمتي يزحف على الصراط مرة ويحبو مرة ويتعلق مرة فجاءته صلاته علي فأخذت بيده فأقامته على الصراط حتى جاوزه...