કમ-નસીબ માણસ

جابر بن عبد الله رضي الله عنهما يقول: قال رسول الله صلى الله عليه وسلم: من ذكرت عنده فلم يصل علي فقد شقي (عمل اليوم والليلة لابن السني، الرقم: ۳۸۱)

હઝરત જાબીર રદ઼િયલ્લાહુ અન્હુ એ હુઝ઼ૂરે-અક઼દસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો ઈર્શાદ નકલ કર્યો છે કે જેની સામે મારો ઉલ્લેખ કરવામાં આવે અને મારા ઉપર દુરૂદ ન મોકલે, તે બદ-બખ્ત (કમ-નસીબ) છે.

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ અને હઝરત અબૂ-બકર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુ બંનેની પસંદ એક

હઝરત અબૂ-બકર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુએ તેમના વાલિદ સાહબ (પિતાજી) ના ઇસ્લામ સ્વીકારવા પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને કહ્યુ:

તે ઝાતની કસમ! જેણે તમને સાચો દીન (ધર્મ) લઈને મોકલ્યા, મને આ વાતની ખુશી છે કે મારા વાલિદ સાહબ ઈસ્લામ લાવ્યા, પરંતુ તમારા કાકા અબૂ-તાલિબ જો ઈસ્લામ કબૂલ કરતે, તો મને મારા પિતાજીના ઈસ્લામ લાવવાના મુકાબલામાં વધારે ખુશી થતે.

હઝરત અબૂ-બકર રદ઼િયલ્લાહુ અન્હુ ના મોઢે આ વાત સાંભળી ને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ઘણા ખુશ થયા અને આ નિ:સ્વાર્થ મોહબ્બત ને પ્રમાણિત કરતા ફરમાવ્યું: બેશક તમે સાચી વાત કહી. (મુસ્નદે-બઝ્ઝાર)

Check Also

ગુલામોને મુક્ત કરવા કરતાં વધુ સદ્ગુણી

عن أبي بكر رضي الله عنه قال: الصلاة على النبي صلى الله عليه وسلم أمحق …