ઉમ્મતે-મુહ઼મ્મદિયાના ખાસ અમીન

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું:

لكل أمة أمين (خاص)، وأمين هذه الأمة (يتولّى أمورها) أبو عبيدة بن الجراح (صحيح البخاري، الرقم: ٤٣٨٢)

દરેક ઉમ્મતમાં એક (ખાસ) અમીન હોય છે (દીની કામકાજનું ધ્યાન રાખવા માટે) અને આ ઉમ્મતના (ખાસ) અમીન અબુ-ઉબૈદા બિન જર્રાહ છે.

હઝરત અબૂ-ઉબૈદા બિન જર્રાહ રદ઼િય અલ્લાહુ અન્હુની બે-ઇંતિહા અમાનતદારી

નજરાનના લોકો ઇસ્લામ કબૂલ કર્યા પછી અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પાસે આવ્યા અને આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને એક અમાનતદાર માણસ મોકલવા વિનંતી કરી. (જે તેમને દીન શીખવે.)

અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને ફરમાવ્યું:

لأبعثن إليكم رجلا أمينا حق أمين

હું તમારી પીસે એક એવી વ્યક્તિ મોકલીશ જે અમાનતદાર છે અને તેની અમાનતદારીમાં કોઈ શંકા નથી.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમે ઈચ્છા કરી હતી કે તેમને આ સન્માન મળે. તે પછી, અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ ને નજરાનના લોકો પાસે તેમને દીન શીખવવા માટે મોકલ્યા.

જ્યારે હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ ઉભા થયા અને જવા લાગ્યા, ત્યારે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમના વિશે ફરમાવ્યું: આ માણસ આ ઉમ્મતનો (ખાસ) અમીન છે.

નોંધ: અમાનતદારી એ બધા સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમની વિશેષતા હતી; પરંતુ આ ગુણ હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુના જીવનમાં ખૂબ જ અજોડ હતો, તેથી જ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને આ ખાસ ઇલકાબ આપ્યો હતો.

Check Also

હઝરત અબુ-‘ઉબૈદહ રદ઼િય અલ્લાહુ અન્હુ પર હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુનો ભરોસો

عيّن سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم …