હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુની ઉદારતા

حدثني مغيث بن سمي قال: كان للزبير بن العوام رضي الله عنه، ألف مملوك يؤدي إليه الخراج فلا يدخل بيته من خراجهم شيئا (السنن الكبرى، الرقم: 15787)

મુગીસ બિન સુમય રહિમહુલ્લાહ કહે છે:

હઝરત ઝુબૈર રદ઼િય અલ્લા અન્હુને આપતા હતા. તેમની કમાણીમાંથી એક દિરહમ પણ હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂના ઘરે ન જતો હતો. (એટલે ​​કે તેઓ પોતાના ગુલામોની આખી કમાણી અલ્લાહના રસ્તામાં ખર્ચી નાખતા હતા.)

હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂની સખાવત

હિશામ બિન ‘ઉરવા રહિમહુલ્લાહ બયાન કરે છે કે સાત સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમે તેમની વફાત પછી હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂને તેમના તરકા માટે વસી બનાવ્યા હતા.

તે સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમમાં હઝરત ઉસ્માન રદ઼િય અલ્લાહુ અન્હૂ, હઝરત અબ્દુરરહમાન બિન ઔફ રદ઼િય અલ્લાહુ અન્હૂ, હઝરત મિકદાદ રદ઼િય અલ્લાહુ અન્હૂ અને હઝરત અબ્દુલ્લા બિન મસ્ઊદ રદ઼િય અલ્લાહુ અન્હૂ હતા.

આ સહાબાઓની વફાત પછી, હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂ તેમના ના-બાલિગ બાળકોની સંપત્તિની હિફાજત કરતા હતા અને તેમની અંગત સંપત્તિમાંથી તેમના પર ખર્ચ કરતા હતા.

(તરકા = મુર્દા દ્વારા છોડેલ માલ અને સામાન, મુર્દાની મિલકત, વારસો)
(વસી = જેને વસિયત કરવામાં આવી હોય, વસિયત પર અમલીકરણ કરવાવાળો)

Check Also

ઇસ્લામનો એક મહાન સહાયક

ذات مرة، قال سيدنا عمر رضي الله عنه عن سيدنا الزبير رضي الله عنه: إن …