દુઆની સુન્નતો અને આદાબ – ૫

(૧) દુઆની શરૂઆતમાં, અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (પ્રશંસા) કરો અને તે પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ મોકલો, અને પછી ખૂબ જ આજેઝી અને આદર (અત્યંત વિનમ્રતા) સાથે અલ્લાહની સામે તમારી જરૂરિયાતો રજૂ કરો.

હઝરત ફુઝાલા બિન ઉબૈદુલ્લાહ રદ઼િય અલ્લાહુ અન્હૂ ફરમાવે છે કે એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ મસ્જીદમાં બેઠેલા હતા કે એક વ્યક્તિ (મસ્જીદમાં) આવ્યો. તેણે નમાઝ પઢી પછી તેણે દુઆ કરીઃ હે અલ્લાહ! મને બખ્શી દો અને મારા પર રહમ ફરમાવો. તો નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે તેને કહ્યુઃ હે નમાઝ પઢવા વાળા! તે (દુઆ કરવામાં) જલ્દી કરી. જ્યારે તુ નમાઝથી ફારિગ થઈને (દુઆ કરવા માટે) બેસી જાય. તો પેહલા અલ્લાહ તઆલાની તેની શાનના મુતાબિક તારીફ કરો અને મારા પર દુરૂદ મોકલો પછી અલ્લાહ તઆલાથી દુઆ કરો. રાવી ફરમાવે છે કે ત્યાર પછી એક બીજા વ્યક્તિએ નમાઝ અદા કરી. નમાઝ પછી તેણે દુઆ કરી, (દુઆમાં) તેણે અલ્લાહ તઆલાની હમ્દ કરી અને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ મોકલ્યુ, તો નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે તેને ફરમાવ્યુઃ હે નમાઝ પઢવા વાળા! દુઆ કરો, તમારી દુઆ કબૂલ કરવામાં આવશે. (કારણ કે તેં અદબપૂર્વક દુઆ કરી.)

હઝરત અબ્દુલ્લાહ બિન મસ’ઉદ રદ઼િય અલ્લાહુ અન્હૂએ ફરમાવ્યુ કે જ્યારે તમારામાંથી કોઈ અલ્લાહ તઆલાથી દુઆ કરવા માંગે, તો સૌથી પેહલા તે અલ્લાહ તઆલાની એમની શાનના લાયક હમ્દો-સના (તારીફ અને પ્રશંસા) કરે. પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ મોકલે. ત્યાર પછી દુઆ કરે. કારણકે (આ રીતે દુઆ કરવામાં) કબૂલ થવાના વધારે ચાન્સ છે. (કારણકે તે દુઆ ના આદાબ ને ધ્યાન માં રાખીને દુઆ કરી રહ્યો છે.)

(૨) દુઆ કરતી વખતે, તમારા હાથને તમારી છાતી સુધી ઉઠાવો.

હઝરત સલમાન ફારસી રદ઼િય અલ્લાહુ અન્હૂ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ફરમાવ્યું: ખરેખર, અલ્લાહ તઆલા અત્યંત મહેરબાન અને સખી છે, (તેમની મહેરબાની અને સખાવતની આ હાલત છે કે) તે આ વાતથી શરમ અનુભવે છે કે તે તેની સામે હાથ ઉઠાવવા વાળા ને ખાલી હાથ પાછો મોકલી દે.

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …