પ્રસ્તાવના

અલ્લાહ તઆલાએ ઇન્સાન ને અસંખ્ય નેમતો થી નવાજ્યો છે અને અલ્લાહ તઆલાની દરેક નેમત બહુ મોટી છે, પરંતુ દીનની નેમત સૌથી મોટી અને અદ્ભુત નેમત છે; કારણ કે દીન વતે જ ઇન્સાન ને આખિરતમાં નજાત મળશે, તેને જહન્નમના હમેશા હમેશ વાળા અઝાબ માંથી છૂટકારો મળશે અને તેને જન્નતમાં એડમિશન નસીબ થશે.

કુરાન-એ-મજીદમાં અલ્લાહ તઆલાએ આ ઉમ્મત પર દીનને પોતાની ખાસ નેમત અને એહસાન કરાર આપી છે. અલ્લાહ તઆલા ફરમાવે છે:

اَلۡیَوۡمَ اَکۡمَلۡتُ لَکُمۡ دِیۡنَکُمۡ وَاَتۡمَمۡتُ عَلَیۡکُمۡ نِعۡمَتِیۡ وَرَضِیۡتُ لَکُمُ الۡاِسۡلَامَ دِیۡنًا

આજે મેં તમારા માટે તમારો દીન મુકમ્મલ કરી દીધો, તમારા પર મારી નેમત પૂરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામને દીન (ધર્મ) તરીકે પસંદ કર્યો.

જેમ આ ઉમ્મત માટે દીન સૌથી મોટી નેમત છે, તેવી જ રીતે દીન સૌથી મોટી અમાનત (જવાબદારી) પણ છે. જે આ ઉમ્મતને સોંપવામાં આવી છે અને જેના વિશે આ ઉમ્મત થી કયામતના દિવસે સવાલ કરવામાં આવશે.

(નેમત= અલ્લાહ ની કૃપા, અલ્લાહ ની ભેટ)

આ અમાનત ના હકોને પૂરા કરવા માટે, ઉમ્મત પર ત્રણ જવાબદારીઓ લાદવામાં આવે છે:

પહેલી જવાબદારી આ છે કે દરેક માણસ તેની જીંદગી ના તમામ શોબાઓ અને વિભાગોમાં દીન કાયમ (સ્થાપિત) કરે અને તેના પર પાબંદી થી અમલ કરે બીજી જવાબદારી આ છે કે દરેક માણસ પોતાના ઘર-પરિવારના સભ્યો અને તાબાના લોકોને દીન ની તાલીમ આપે અને તેમને દીન ના હુકમો પર અમલ કરવા પર જોર આપે. ત્રીજી જવાબદારી આ છે કે દરેક માણસ બીજા લોકો સુધી દીન ને પહોંચાડે અને દીનના આદેશો અને હુકમ ને પહોંચાડે.

આપણા અસ્લાફ અને વડીલોએ પોતાનું આખું જીવન દીનને કાયમ કરવા માટે, દીનની હિફાજત અને તબ્લીગ માટે ખર્ચી નાખ્યું.

આપણા મોહતરમ, આદરણીય ઉસ્તાદ અને પીર-ઓ-મુર્શીદ હઝરત મુફ્તી ઈબ્રાહીમ સાલેહ જી દામત બરકાતુહુમ એ (મોહતમીમ મદ્રેસા તાલીમુદ્દીન, ઈસ્પિંગો બીચ) ગયેલ રમઝાન મુબારક માં એતેકાફ વખતે આ વાત પર ભાર આપ્યો હતો કે મુસલમાનો માટે જરૂરી છે કે પોતાના ઘર-પરિવાર દરમિયાન ફઝાઇલ ની કિતાબો ની તાલીમ નો એહતેમામ અને આયોજન કરે; જેથી કરીને તેમનો દીન અને ઇમાન સલામત રહે.

તેથી આ સિલસિલા માં આ મુનાસિબ સમજવામાં આવ્યું કે ઉમ્મતમાં તાલીમની અહમિયત પૈદા કરવા માટે ફઝાઇલની કિતાબોની તાલીમનો હફ્તાવારી (સાપ્તાહિક) સિલસિલો શરૂ કરવામાં આવે.

આપણા બુઝુર્ગો અને શેખોની કિતાબોમાં, હઝરત શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા કાંધલવી રહિમહુલ્લાહની બે કિતાબો, ફઝાઇલે-આમાલ અને ફઝાઇલે-સદકાત આ મકસદને પૂર્ણ અને મુકમ્મલ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે; કારણ કે આ પુસ્તકો દ્વારા ઉમ્મતની જીંદગીઓમાં જે પરિવર્તન, બદલાવ, ઇન્કિલાબ અને ક્રાંતિ આવી છે તેની પૂરી દુનિયા ગવાહ છે.

ઈન્શાઅલ્લાહ, અમે દર અઠવાડિયે ફઝાઇલે-આમાલ અને ફઝાઇલે-સદકાત થી લેવામાં આવેલ બે પોસ્ટ મોકલીશું; જેથી લોકોને તાલીમ વિશે યાદ અપાય અને ઘર-પરિવારના સભ્યો સાથે તાલીમ ની પાબંદી અને એહતિમામ કરવાની તર્ગિબ આપવામાં આવે. (પ્રોત્સાહિત કરવામાં આવે.)

તાલીમ નો સહી તરીકો આ છે કે ઘરનાં સભ્યો સાથે બેસીને અદબ અને આદર સાથે અસલ કિતાબોમાંથી પઢવામાં આવે; પરંતુ વ્યસ્ત અને બીઝી હોવાને કારણે શક્ય છે કે કોઈની પાસે કિતાબ ઉપલબ્ધ ન હોય (ઉદાહરણ તરીકે, કોઈ ઘરની બહાર હોય અથવા મુસાફરીમાં હોય), તો આ સુરતમાં, તે તેના ફોનથી તેના ઘરના સભ્યો સાથે તાલીમ કરી શકે છે.

આ વાત નોંધવામાં આવે કે આ પહેલનો હેતુ અને મકસદ લોકોને ફક્ત આ વાતની તર્ગીબ આપવાનો છે કે તેઓ પોતાના ઘરોમાં તાલીમ નો સિલસિલો શુરૂ કરે અને તેની પાબંદી કરે. તેથી, લોકોને જોઈએ કે તેઓ દર અઠવાડિયે ફક્ત બે દિવસની અંદર તાલીમને મર્યાદિત ન કરે; તેના બદલે, તેઓ દરરોજ તેમના ઘરનાં લોકો સાથે તાલીમનું આયોજન અને એહતિમામ કરે.

અમે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તઆલા આ નમ્ર અને આજીઝાના કોશિશ ને કબૂલ ફરમાવે. અને તેને કયામત સુધી પૂરી ઉમ્મતમાં દીનને જીવીત કરવાનો ઝરી’ઓ અને માધ્યમ બનાવે. આમીન યા રબ્બલ-‘આલમીન

Check Also

ફઝાઇલે-આમાલ – ૮

હઝરત સુહૈબ રદ઼િય અલ્લાહુ અન્હુ કા ઈસ્લામ હઝરત સુહૈબ રદ઼િય અલ્લાહુ અન્હુ ભી હઝરત અમ્માર …