હઝરત સ’અ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની પેશીન-ગોઈ

હજ-એ-વિદા’ના મૌકા પર, જ્યારે હઝરત સ’અ્દ રદિ અલ્લાહુ ‘અન્હુ બીમાર હતા અને તેમને તેમની વફાત નો અંદેશો હતો, ત્યારે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે તેમને ફરમાવ્યું:

ولعلك تخلف حتى ينفع بك أقوام ويضر بك آخرون

તમે જરૂર જીવતા રહેશો; અહિંયા સુધી કે ઘણા લોકોને તમારા કારણે ફાયદો થશે અને ઘણા લોકોને તમારા કારણે નુકસાન થશે.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની આ આગાહી હઝરત સ’અ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂના હાથે કાદસિયાની જમીનની જીતનો ઈશારો હતો, જેનાથી મુસલમાનોને ફાયદો થયો અને કાફિરોને નુકસાન થયું.

(પેશીન-ગોઈ = આગળની વાત બતાવવું)

(હજ-એ-વિદા’ = રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની છેલ્લી હજ જે તેમણે હિજરી 10 માં કરી હતી.)

(કાદસિયા = ઇરાકમાં આવેલું એક શહેર જ્યાં આ જંગ થઈ હતી.)

હઝરત સ’અ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ ના હાથે કાદસીયાની જીત અંગે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની પેશીન-ગોઈ

હજ-એ-વિદા’ના મૌકા પર, હઝરત સ’અ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ મક્કા મુકર્રમા માં બીમાર પડી ગયા હતા અને તેમને તેમની વફાત નો અંદેશો હતો.

જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ તેમની ‘ઇયાદત માટે ગયા, ત્યારે તેઓ રડવા લાગ્યા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે તેમને પૂછ્યું: કેમ રડી રહ્યા છો? હઝરત સ’અ્દ રદી અલ્લાહુ ‘અન્હૂએ જવાબ આપ્યો કે મને ડર છે કે તે જગ્યાએ થી મારી રૂહ નીકળશે, જ્યાં થી મેં હિજરત કરી હતી અને અહીં મરવાથી મારી હિજરતનો સવાબ બરબાદ થઈ જશે.

તે પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સ’અ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂની તંદુરસ્તી માટે ત્રણ વાર આ દુઆ કરી: હે અલ્લાહ! સ’અ્દને શિફા આપો!

પછી હઝરત સ’અ્દ રદિઅલ્લાહુ અન્હૂએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ થી પૂછ્યું: હે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ! મારી પાસે ઘણી મિલકત છે અને મારી એક જ બેટી છે, જે સારી હાલત માં છે (એટલે કે તે ખુશહાલ છે). શું હું મારી તમામ મિલકતની વસિયત કરી શકું? (કે મારા ઇન્તિકાલ પછી તેને સદકા માં આપી દેવામાં આવે) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે જવાબ આપ્યો: ના.

હઝરત સ’અ્દ રદી અલ્લાહુ ‘અન્હૂએ પાછું પૂછ્યું: શું હું મારી માલો-મિલકતની બે તૃતીયાંશ ભાગની વસિયત કરી શકું? (કે મારા ઇન્તિકાલ પછી તેને સદકા માં આપી દેવામાં આવે) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે જવાબ આપ્યો: ના.

હઝરત સ’અ્દ રદી અલ્લાહુ ‘અન્હૂએ ફરી પાછું પૂછ્યું કે શું હું મારી અડધી મિલકતની વસીયત કરી શકું? (કે મારા ઇન્તિકાલ પછી તેને સદકા માં આપી દેવામાં આવે) તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે જવાબ આપ્યો: ના.

આખરે હઝરત સ’અ્દ રદિઅલ્લાહુ અન્હુએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમને પૂછ્યું કે શું હું મારી સંપત્તિ ની એક તૃતીયાંશની વસીયત કરી શકું? (કે મારા ઇન્તિકાલ પછી તેને સદકા માં આપી દેવામાં આવે)

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: હા, તમે એક તૃતીયાંશની વસીયત કરી શકો છો; પણ એક તૃતીયાંશ પણ ઘણું છે. જોવા જાવ તો, જે કંઈ તમે તમારા માલ માંથી સદકા માં આપો છો તે સદકાહ છે અને જે કંઈ તમે તમારા મા-તહત લોકો પર ખર્ચો છો તે સદકાહ છે અને જે કંઈ તમારી બીવી તમારા માલ માંથી ખર્ચ કરે છે તે સદકાહ છે અને તમે તમારા બાળકો તમારા પરિવારને ખુશહાલ છોડો (તમારા ઇન્તિકાલ પછી). તેના થી બેહતર છે કે તમે તેમને (ભૂખમરાની હાલતમાં) છોડી દો કે તેઓ લોકોની સામે હાથ ફેલાવે.

તે પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સ’અ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂને સંબોધીને ફરમાવ્યું કે તમે ચોક્કસ જીવતા રહેશો; ત્યાં સુધી કે તમારા કારણે ઘણા લોકોને ફાયદો થશે અને ઘણા લોકોને તમારા કારણે નુકસાન થશે.

કેટલાક મુહદ્દીસ કહે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની આ આગાહી કાદસિયાની જમીનની જીત અને વિજય તરફ ઈશારો હતો જેનાથી મુસલમાનોને ફાયદો થયો અને કાફિરોને નુકસાન થયું.

Check Also

ફઝાઇલે-આમાલ – ૮

હઝરત સુહૈબ રદ઼િય અલ્લાહુ અન્હુ કા ઈસ્લામ હઝરત સુહૈબ રદ઼િય અલ્લાહુ અન્હુ ભી હઝરત અમ્માર …