મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું:

મને એક વાત વિશે ઘણું વિચારું છું કે દરેકને મોતનો સામનો કરવો પડે છે, તો પછી આપણે મોતને કેમ યાદ નથી કરતા?

આજે અસર પછી અમારા એક પડોશીનો ઇન્તિકાલ થઈ ગયો, અલ્લાહ ત’આલા મગ્ફિરત ફરમાવે! તેમણે અસરની નમાઝ અદા કરી અને કુરાન શરીફ ની તિલાવત માટે બેઠેલા જ હતા કે ઇન્તિકાલ થઈ ગયો.

આપણામાંથી કોઈને ખબર નથી કે તેનો સમય એક કલાક પછી આવશે કે ક્યારે. હું તો બરાબર સબક લઉં છું.

મર્હૂમ નો મારા કાકા જાન (હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહીમહુલ્લાહ) સાથે બૈ’અતનો સંબંધ હતો. (મલફુઝાતે શૈખ, પેજ નં- ૧૩૪)

Check Also

મદ્રસાના માલમાં એહતિયાત

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે હઝરત …