હઝરત અલી રદી અલ્લાહુ ‘અન્હુ થી મોહબ્બત કરવુ એ ઈમાનની નિશાની છે

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ’અલૈહિ વ સલ્લમે હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુને ફરમાવ્યું:

لا يحبك إلا مؤمن، ولا يبغضك إلا منافق (أي حب سيدنا علي رضي الله عنه من علامات الإيمان، بشرط الإيمان بجميع أمور الدين الأخرى). (جامع الترمذي، الرقم: ٣٧٣٦)

તમારા થી ફક્ત મોમિન જ મોહબ્બત કરશે અને તમારા થી ફક્ત મુનાફિક જ બુગ્ઝ (ખાર,વેર) રાખશે. (એટલે કે, હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુથી મોહબ્બત કરવી એ ઈમાનની નિશાની છે, આ શરત પર કે ઈમાનના તમામ ‘અકાઇદ પર ભી ઈમાન રાખે).

હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુને અલ્લાહ ત’આલાના વાયદા અને વચન પર પૂરો વિશ્વાસ હતો

એકવાર એક ફકીર હઝરત ‘અલી રદિ અલ્લાહુ અન્હુ પાસે આવ્યો અને તેની પાસે કંઈક માંગ્યું. હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુ તેમના બંને વ્હાલા દિકરાઓ માંથી એક (હઝરત હસન રદિ અલ્લાહુ ‘અન્હુ અથવા હુસૈન રદિ અલ્લાહુ ‘અન્હુ) તરફ મુખ કરીને તેમને કહ્યું કે જા તારી વાલિદા પાસે અને કહો કે મેં તમારી પાસે જે છ દિરહમ મૂકેલા હતા, તેમાં થી એક દિરહમ આપો. (જેથી હું આ ફકીર માંગનારને આપી શકું)

દીકરો તેની વાલિદા હઝરત ફાતિમા રદિ અલ્લાહુ ‘અન્હા પાસે ગયો અને આ સમાચાર લઈને પાછો આવ્યો કે મારી વાલિદાએ કહ્યું કે તમે તો આટો ખરીદવા માટે મારી પાસે છ દિરહમ મૂક્યા હતા.

આ સાંભળીને હઝરત ‘અલી રદિઅલ્લાહુ ‘અન્હુએ ફરમાવ્યું: બંદાનો ઈમાન ત્યાં સુધી સહી અને સંપૂર્ણ ન થશે જ્યાં સુધી કે તે તે વસ્તુ પર વધારે ભરોસો રાખે,‌ જે અલ્લાહ ત’આલાના ખજાનામાં છે તેના કરતાં જે તેની પાસે મોજૂદ છે (એટલે ​​કે, બંદાએ અલ્લાહ ત’આલા અને તેના વાયદા, વચનો પર ભરોસો રાખવું જોઈએ કે જ્યારે તે સદકો આપશે, તો અલ્લાહ ત’આલા તેને ખૈરો-બરકત થી નવાજશે અને તેણે ગરીબી અને ભૂખમરાના ડરથી તેની માલ-સંપત્તિ ને સદકો કરવાથી રોકવી જોઈએ નહીં.)

હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુએ પછી તેના બેટાને કહ્યું, “તારી વાલિદા પાસે જા અને તેમને કહો કે મને છ દિરહમ આપો (જેથી હું માંગનારને આપી દેવું); તેથી તેઓ તેમની વાલિદા પાસે ગયા અને છ દિરહમ લઈને પાછા આવ્યા.” હઝરત ‘અલી રદિઅલ્લાહુ ‘અન્હુએ તે માંગવા વાળા ને આપી દીધા.

થોડોક જ સમય વીત્યો હશે કે એક માણસ હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુ પાસેથી એક ઊંટ લઈને પસાર થયો, જેને તે વેચવા માંગતો હતો. હઝરત ‘અલી રદિ અલ્લાહુ અન્હુએ તેને પૂછ્યું, “તમે આ ઊંટ કેટલામાં વેચી રહ્યા છો?”

તેણે જવાબ આપ્યો: એકસો ચાલીસ દિરહમ માં.

હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુએ તેની પાસેથી ઊંટ વેચાતો લઈ લીધો અને ઊંટ ખરીદ્યા પછી તેને કહ્યું, “ઉંટને અહીંયા બાંધી દો અને હું તમોને પછીથી કિંમત ચૂકવી દઈશ.” તે માણસ ઊંટને ત્યાં બાંધીને ચાલ્યો ગયો.

ત્યાર પછી અન્ય એક વ્યક્તિ ત્યાંથી પસાર થયો. ઊંટને જોઈને તેણે પૂછ્યું કે આ કોનો ઊંટ છે? હઝરત ‘અલી રદિ અલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો કે આ મારો છે. તેણે પૂછ્યું: શું તમે તે વેચી રહ્યા છો? હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: હાં. તે વ્યક્તિએ પૂછ્યું, તમે તેને કેટલામાં આપશો?

હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુએ જવાબ આપ્યો: બસ્સો દિરહમમાં. તે માણસને કિંમત પસંદ આવી અને તેણે કહ્યું કે મેં તે તમારી પાસેથી ખરીદ્યી લીધું, પછી તેણે હઝરત ‘અલી રદિઅલ્લાહુ ‘અન્હુને બસ્સો દિરહમ આપ્યા અને પોતાનો ઊંટ લઈને ચાલ્યો ગયો.

તે પછી, હઝરત ‘અલી રદિઅલ્લાહુ ‘અન્હુ એ વ્યક્તિ પાસે ગયા જેણે તેમને ઊંટ વેચ્યો હતો અને તેને એકસો ચાલીસ દિરહમ ચૂકવી દીધા, જે તેમના પર બાકી હતા.

પછી હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુ સાઠ દિરહમ લઈને (જે તેમને નફા તરીકે મળ્યા હતા) તેમની બીવી મોહતરમા હઝરત ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હા પાસે આવ્યા. (અને તેમને આપી દીધા)

જ્યારે હઝરત ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હાએ સાઠ (60) દિરહમ જોયા તો તેમણે પૂછ્યું: આ શું છે? આ પૈસા ક્યાંથી આવ્યા?

હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુએ જવાબ આપ્યો કે આ તે જ છે જેનો અલ્લાહ ત’આલાએ આપણને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની મુબારક ઝુબાન થી નીચેની આયતમાં વાયદો ફરમાવ્યું છે.

પછી હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુએ કુરાન મજીદની નીચેની આયત તિલાવત કરી:

مَنۡ جَآءَ بِالۡحَسَنَة فَلَه عَشۡرُ اَمۡثَالِها

જો કોઈ એક નેકી લઈને આવશે, તો તેને દસ ગણો બદલો મળશે.

બીજા શબ્દોમા કહીએ તો, હઝરત અલી રદી અલ્લાહુ અન્હુએ હઝરત ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હાને સમજાવ્યું કે જ્યારે તેઓએ અલ્લાહના રસ્તામાં છ દિરહમ ખર્ચ્યા, તો અલ્લાહ ત’આલાએ તેમને બદલામાં દસ ગણું વધારે અજર (બદલો) આપ્યો; તેથી તેની પાસે છ દિરહમ ને બદલે (જે તેમણે માંગવા વાળા ને આપ્યા હતા) સાઠ દિરહમ છે.

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان …