મૈય્યતની કબર

(૧) મૈય્યતને ઘરમાં દફન કરવામાં ન આવે, પછી તે નાબાલિગ હોય કે બાલિગ , નેક હોય કે ન હોય. ઘરની અંદર દફન થવું એ નબીઓની વિશેષતા અને નબીઓના માટે ખાસ છે.

(૨) કબરને ચોરસ બનાવવી મકરૂહ છે. કબરને ઊંટની કોહાનની જેમ થોડુ ઊંચુ કરવુ મુસ્તહબ અને પસંદીદા છે. કબરની ઊંચાઈ એક બાલિશ્ત અથવા તેની નજીક હોવી જોઈએ.

(૩) કબરને એક બાલિશ્ત થી વધારે ઉંચું કરવુ મકરૂહ છે.

(૪) કબરને નક્કર બનાવવી મકરૂહ છે (એટલે ​​કે પ્લાસ્ટર અથવા સિમેન્ટ વગેરે વડે કબરને નક્કર બનાવવી મકરહ છે).

(૫) કબર પર માટી નાખ્યા પછી, કબર ખોલવી અને મૈય્યતને બહાર કાઢવુ જાઈઝ નથી. જો કે, મૈય્યતને દફનાવતી વખતે જો કોઈ વ્યક્તિની કિંમતી ચીજ કબરમાં રહી ગઈ હોય, તો તેને બહાર કાઢવા માટે કબર ખોલવું જાઈઝ છે.

તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિની જમીન પર જબરદસ્તી કબજો કરી લેવામાં હોય અને તેમાં મૈય્યતને નાહક રીતે દફનાવવામાં આવે, પછી તે જમીન તેના મૂળ અને અસલ માલિકને પાછી આપવામાં આવે, તો આ સૂરતમાં જો માલિક તેની જમીન માં દફન કરવાની ઈજાઝત ન આપી હોય, તો કબર ખોલવામાં આવશે અને મૈય્યતને ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવશે.

(૬) એક કબરમાં બે કે તેથી વધુ મૈય્યતને દફનાવુ ન જોઈએ; તેના બદલે, દરેક મૈય્યતને અલગ કબરમાં દફનાવવામાં આવે.

જો કે, જરૂરિયાતના સમયે (જેમ કે જગ્યાનો અભાવ અને તંગી હોય), જો એક જ કબરમાં બે કે તેથી વધુ મૈય્યત દફનાવવામાં આવે તો તે જાઈઝ અને માન્ય રહેશે; આ શરત પર કે લાશો નાં દરમિયાન માટી હોય; જેથી તમામ લાશો અલગ-અલગ રહે અને તેમના જીસ્મ એકબીજા સાથે લાગી ન જાય.

(૭) એક કબરમાં એકથી વધુ મૈય્યતને દફનાવતી વખતે, જો તમામ મૈય્યત મર્દ (પુરૂષ) હોય, તો તેમાંથી જે સૌથી વધુ નેક હોય તેને કબરમાં પહેલા કિબલા તરફ મુખ (મોઢું) કરીને મૂકવું જોઈએ અને પછી બીજા મૈય્યતોને તેના પછી તેમના દીની મકામ અને મર્તબા ને ધ્યાન માં રાખીને મૂકવું જોઇએ

પરંતુ, જો મૈય્યતોમાં બાલિગ મર્દ, બાલિગ ઔરતો, નાબાલિગ છોકરાઓ અને છોકરીઓ હોય, તો બાલિગ મર્દોને કિબલા રૂખ કરીને કબરમાં પહેલા મુકવુ જોઈએ, પછી તેમના પાછળ નાબાલિગ છોકરાઓ, તે પછી બાલિગ ઔરતો ને અને છેલ્લે નાબાલિગ છોકરીઓને કબરમાં મૂકવામાં આવે.

(૮) કબર ઉપર ગુંબજ બનાવવુ જાઈઝ નથી.

(૯) કબરની નિશાની માટે પત્થરો મૂકવા જાઈઝ છે. એ જ રીતે, નિશાની માટે કબરો ને નંબર આપવું જાઈઝ છે.

(૧૦) કબર પર મૈય્યતનું નામ લખવું અથવા કબરને નંબર આપવુ જાઈઝ છે છે; જેથી કરીને આવનારા લોકો કબરને ઓળખી શકે.

(૧૧) પથ્થર પર મૈય્યતની જીંદગી વિશેની વિગતો લખવી (જેમ કે મૈય્યતની ઉંમર, જન્મ તારીખ વગેરે) દીનમાં સાબિત નથી; તેથી આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …