દુઆની સુન્નતો અને આદાબ – ૩

જે લોકોની દુઆ કબૂલ થાય છે

(૧) માં-બાપ, મુસાફિર અને મઝલૂમ (પીડિત)

હઝરત અબુ હુરૈરા રદિઅલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: ત્રણ દુઆ એવી છે જે જરૂર કબૂલ કરવામાં આવશે: – બાપ (અથવા માં) ની દુઆ (તેમની ઔલાદનાં હકમાં), મુસાફિર ની દુઆ, અને મઝલૂમની દુઆ.(સુનનુ-ત્તિર્મિઝી, અર્-રકમઃ 3448)

(૨) રોજાદાર અને ‘આદિલ બાદશાહ

હઝરત અબુ હુરૈરા રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: ત્રણ લોકો એવા છે જેમની દુઆ રદ કરવામાં આવશે નહીં: – રોજાદારની દુઆ; જ્યાં સુધી તે ઈફ્તાર ન કરી લે, ‘આદિલ હાકિમની દુઆ અને મઝલૂમની દુઆ, જેને અલ્લાહ ત’આલા વાદળોનાં ઉપર ઉઠાવે છે અને જેના માટે આસમાનના દરવાજા ખોલવામાં આવે છે, અને અલ્લાહ ત’આલા ફરમાવે છે: મારી ઈજ્જતની કસમ! હું જરૂર તમારી મદદ કરીશ; જુવે તે થોડાક સમય પછી આવે. (સુનનુ-ત્તિર્મિઝી, અર્-રકમઃ 3598)

(૩) મુસલમાન ભાઈ માટે તેની ગેરહાજરીમાં દુઆ કરવા વાળો

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિઅલ્લાહુ અન્હુમા થી રિવાયત છે કે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: બેશક, તે દુઆ ઘણી જલ્દી કબૂલ થાય છે જેને ઈન્સાન પોતાના ભાઈ માટે તેની ગેરહાજરીમાં કરે છે. (સુનને અબી દાઉદ, અર્-રકમઃ 1535)

(૪) મુજાહિદ અને હજ કે ‘ઉમરાહ કરનાર

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિઅલ્લાહુ અન્હુમા થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: મુજાહિદ અને હજ અથવા ‘ઉમરાહ કરનાર અલ્લાહ ત’આલાના નુમાઈંદા (પ્રતિનિધિ) છે. અલ્લાહ ત’આલાએ તેમને બોલાવ્યા, તો તેઓએ અલ્લાહની દાવત (આમંત્રણ) કબૂલ કરી લીધી અને તેઓએ અલ્લાહ ત’આલા થી દુઆ કરી, તો [જે વસ્તુ માટે તેઓએ અલ્લાહ ત’આલા થી દુઆ કરી] અલ્લાહ ત’આલાએ તેમને તે ‘અતા (અર્પણ) કરી.

(૫) બીમાર માણસ

હઝરત ‘ઉમર રદિ અલ્લાહુ ‘અન્હુ થી મરવી છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ’અલૈહિ વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: જ્યારે તમે કોઈ બીમાર માણસ પાસે જાઓ, ત્યારે તેને તમારા માટે દુઆ કરવાની દરખાસ્ત કરો; કારણ કે તેની દુઆ ફરિશ્તોની દુઆ જેવી છે. (એટલે કે, બીમારીને લીધે તેના ગુનાહોને માફ કરી દેવામાં આવે છે, તો તે ગુનાહો થી પાક હોવામાં ફરિશ્તાઓ જેવો બની જાય છે, જેના લીધે તેની દુઆ જલ્દી કબૂલ થાય છે).

(૬) જે અલ્લાહ ત’આલા થી ખુશ હાલીમાં દુઆ કરે છે

હઝરત અબુ હુરૈરા રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ફરમાવ્યું: જેને આ પસંદ હોય કે અલ્લાહ ત’આલા મુસીબતો અને મુશ્કેલીઓના સમયે તેની દુઆ કબૂલ કરે, તો તેને જુવે કે તે ખુશ હાલીમાં અલ્લાહ ત’આલા થી ખૂબ દુઆ કરે.

(૭) નાણાકીય (આર્થિક, આજીવિકા સંબંધિત) પરેશાની માં સપડાયેલ વ્યક્તિને મદદ કરનારની દુઆ.

હઝરત ‘અબ્દુલ્લાહ બિન ‘ઉમર રદિઅલ્લાહુ ‘અન્હુમા થી મરવી છે કે નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: જે વ્યક્તિ આ પસંદ કરે કે તેની દુઆ કબૂલ કરવામાં આવે અને તેની પરેશાની અને મુશ્કેલીઓ દૂર કરવામાં આવે, તો તે તે વ્યક્તિને મદદ કરે જે મ’આશી રીતે (નાણાકીય રીતે) પરેશાન છે.

(૮) સફેદ વાળવાળા વૃદ્ધ માણસની દુઆ

હઝરત અનસ રદિઅલ્લાહુ ‘અન્હુ’ થી મરવી છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: જરૂર અલ્લાહ ત’આલા ‘હયા ફરમાવે છે તે સફેદ વાળવાળા વૃદ્ધ મુસલમાન થી જે સાચા રસ્તા પર હોય અને ઇસ્તિકામ સાથે સુન્નત પર ‘અમલ કરવા વાળો હોય કે તે અલ્લાહ ત’આલા થી દુઆ માંગે અને અલ્લાહ ત’આલા તેની દુઆ કબૂલ ન કરે.

(૯) મજ્મા માં દુઆ કરવા વાળા

હઝરત હબીબ બિન મુસ્લિમા રદિઅલ્લાહુ ‘અન્હુ થી મરવી છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: એવો કોઈ મજ્મો નથી કે જેમાંથી કેટલાક દુઆ કરે અને કેટલાક આમીન કહે; અને અલ્લાહ ત’આલા તેમની દુઆ કબૂલ ન કરે.

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …