ગઝ્વ-એ-તબુકના પ્રસંગે, નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું:
ما على عثمان ما عمل بعد هذه (أي: ليس عليه أن يعمل عملا أخر لشراء الجنة بعد إنفاقه ست مائة بعير لتجهيز جيش تبوك). (سنن الترمذي، الرقم: ٣٧٠٠)
ઉસ્માનને આ કામ પછી (જન્નત ખરીદવા માટે) બીજું કોઈ નેક અમલ કરવું પડશે નહીં (ઈસ્લામિક લશ્કરની ૬૦૦ ઊંટ દ્વારા મદદ કરવી)
ગઝવ-એ-તબુક નિમિત્તે ઇસ્લામિક લશ્કર માટે સાધનો એકત્ર કરવા
અબ્દુર્રહમાન બિન ખબ્બાબ રદી અલ્લાહુ અન્હુ નીચેની ઘટના બયાન કરે છે:
હું તે સમયે હાજર હતો જ્યારે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ લોકોને ગઝવ-એ-તબુકની સેનાને સજ્જ કરવા અને તેના માટે સાધનસામગ્રી ઉપલબ્ધ કરવા માટે તર્ગીબ આપી રહ્યા હતા.
(તર્ગીબ આપવું = કોઈ કામ ને કરવા માટે પ્રોત્સાહિત કરવું, ઉભારવું)
આ મૌકા પર હઝરત ઉસ્માન બિન અફફાન રદિઅલ્લાહુ અન્હુએ ઊભા થઈને કહ્યું, હે અલ્લાહના રસૂલ! મારા માથે અલ્લાહની રાહમાં સો ઊંટો તેમના કજાવા અને ટાટો ની સાથે
(કજાવા = ઊંટની પીઠ પર મૂકવામાં આવતી કાઠી જેનો ઉપયોગ બેસવા અથવા સામાન લાદવા માટે થાય છે, ઊંટની અંબાડી જેમાં બંને બાજુ માણસ બેસી શકે છે)
પછી આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરીથી સહાબા-એ-કિરામ રદિઅલ્લાહુ અન્હુમને ગઝવ-એ-તબુકના લશ્કર ની સહાયતા કરવા માટે તર્ગીબ આપી, તો હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ ફરી ઊભા થયા અને કહ્યું, હે અલ્લાહના રસુલ! અલ્લાહના માર્ગમાં બસો ઊંટો અને તેમના કજાવા અને ટાટ સાથે મારા પર જવાબદારી છે.
આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ત્રીજી વખત ગઝવ-એ-તબુકના લશ્કરને સહાય પૂરી પાડવાની તર્ગીબ આપી તો હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ ‘અન્હુ ત્રીજી વખત ઊભા થયા અને કહ્યું, હે અલ્લાહના રસુલ! મારી જીમ્મે અલ્લાહના રસ્તામાં વધુ ત્રણસો ઊંટો છે તેમના કજાવા અને ટાટ સાથે
હઝરત અબ્દુર્રહમાન બિન ખબ્બાબ રદિઅલ્લાહુ અન્હુ ફરમાવે છે કે તે સમયે મેં રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને જોયા હતા કે ખુશી ખુશી મિમ્બર પરથી ઊતરી રહ્યા હતા. અને ફરમાવી રહ્યા હતા કે ઉસ્માનને આ કામ પછી (જન્નત ખરીદવા માટે) બીજું કોઈ નેક અમલ કરવું પડશે નહીં (ઈસ્લામિક લશ્કરની ૬૦૦ ઊંટ દ્વારા મદદ કરવી).