કયામતના દિવસે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના સૌથી નજીકનો માણસ

عن عبد الله بن مسعود رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: أولى الناس بي يوم القيامة أكثرهم علي صلاة (سنن الترمذي، الرقم: ٤٨٤ وحسنه الإمام الترمذي رحمه الله)

હઝરત અબ્દુલ્લાહ બિન મસઉદ રઝ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું: “કયામતના દિવસે મારાથી સૌથી વઘુ નજીક તે માણસ હશે જેણે મારા ઉપર સૌથી વઘારે પ્રમાણમાં દુરૂદ પઢીને મોકલ્યા હશે (દુન્યવી ઝિંદગીમાં).”

 દુરૂદની વિપૂલતાનાં કારણે ઉત્તમ ખુશ્બુ નીકળવી

હઝરત મૌલાના ફૈઝુલ હસન સહારનપૂરી (રહ.) નાં દામાદે એક વખત હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) થી વર્ણવ્યુ કે મૌલાના ફૈઝુલ હસન સહારનપૂરી (રહ.) નો જે મકાનમાં ઈન્તેકાલ થયો, ત્યાંથી એક મહિનાં સુઘી અત્તરની ખુશ્બુ આવતી રહી.

હઝરત મૌલાના કાસીમ નાનોતવી સાહબ (રહ.) ને આ વાત વર્ણવી. એમણે ફરમાવ્યુ આ બરકત દુરૂદ શરીફની છે.

હઝરત મૌલાના ફૈઝુલ હસન સહારનપૂરી (રહ.) નો મામૂલ (હંમેશાનો અમલ) હતો કે દરેક જુમ્આની રાત્રે જાગી ને દુરૂદ શરીફનો વિર્દ (ઝિક્ર) કરતા હતા. (ફઝાઈલે દુરૂદ, પેજ નઃ૧૫૩)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=4363

Check Also

દુરૂદ શરીફ પઢવા વાળા માટે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની શફાઅત

عن أبي هريرة عن النبي صلى الله عليه وسلم قال من قال اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم وبارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم وترحم على محمد وعلى آل محمد كما ترحمت على إبراهيم وعلى آل إبراهيم شهدت له يوم القيامة بشهادة وشفعت له بشفاعة أخرجه البخاري في الأدب المفرد وأبو جعفر الطبري في تهذيبه والعقيلي...