ફરિશ્તાઓ નું શરમાવવુ હઝરત ઉસ્માનથી

એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું:

رحم الله عثمان، تستحييه الملائكة (سنن الترمذي، الرقم: ٣٧١٤)

અલ્લાહ ત’આલા હઝરત ઉસ્માન પર રહમ ફરમાવે, (તે એવા માણસ છે કે) ફરિશ્તાઓ પણ તેમના થી હયા (શર્મ) કરે છે.

આખિરતમાં હિસાબની ફિકર

એકવાર હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ ‘અન્હુ તેમના પશુઓના વાડામાં દાખલ થયા તો તેમના ગુલામને ઉંટને ચારો ખવડાવતા જોયા. હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુએ ચારાનું નિરીક્ષણ કર્યું અને જોયું કે ગુલામે જે રીતે ચારો તૈયાર કર્યો હતો તે બરાબર ન હતો. હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ નારાજ થઈ ગયા અને ગુલામના કાન મરોડ્યા.

થોડીક વાર પછી, જ્યારે હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુએ તેમના કરેલા કામ પર એક નજર દોડાવી, ત્યારે તેઓ ફિકર મંદ થઈ ગયા કે ક્યાંક આખિરતમાં તેમના આ અમલ નો બદલો ના લેવામાં આવે.

છેવટે, હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુએ પોતાના ગુલામને સંબોધીને કહ્યું કે તમે મારાથી બદલો લઈ લો; પણ ગુલામે તેમ કરવાની ના પાડી દીધી. હઝરત ઉસ્માન રદિ અલ્લાહ ‘અન્હુ વારંવાર કહેતા રહ્યા; ત્યાં સુધી કે ગુલામ રાજી થઈ ગયો અને હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુના કાન મરડવા લાગ્યો.

હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ ‘અન્હુએ તેને કહ્યું કે તું થોડું વધારે જોરથી મરોડ, તો ગુલામે તેવું કર્યું; હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ ‘અન્હુને પણ ઇત્મીનાન (ખાતરી) થઈ ગયો કે ગુલામે પણ તેમને ‌તે જ તકલીફ આપી છે જે તેમણે ગુલામને આપી હતી.

ત્યાર પછી હઝરત ઉસ્માન રદિ‌ અલ્લાહુ ‘અન્હુએ કહ્યું કે તે બદલો કેટલો સરસ છે જે આ દુનિયામાં લેવામાં આવે તેનાં થી પહેલા કે આખિરતમાં તેની માંગણી કરવામાં આવે.

નોંધ: ગુલામની ઈસ્લાહ (સુધારણા) હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ માટે જાઈઝ હતી. તો પણ, તેઓએ ગુલામ ને કહ્યું કે તે તેમના થી બદલો લઈ લે; કારણ કે તેઓને આ વાત નો ડર હતો કે તેઓ ગુલામને સજા દેવામાં હદ વટાવી ચૂક્યા છે.

હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ ‘અન્હુનું આ રીતે કરવું હકીકતમાં ખુદાનો ડર અને આખિરતમાં થવા વાળા હિસાબ ની ફિકરને કારણે છે.

અલ્લાહ ત’આલા આપણને આપણી રુહાની ઈસ્લાહ અને આખિરતમાં થવા વાળા હિસાબ ની ફિકર કરવાની તૌફીક આપે. આમીન

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان …