અલ્લાહ તઆલા તરફથી હક નો ઈલ્હામ

હઝરત નબી કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું:

قال رسول الله صلى الله عليه وسلم: إن الله جعل الحق على لسان عمر وقلبه (أي: أجراه عليهما) (سنن الترمذي، الرقم: ٣٦٨٢)

 અલ્લાહ તઆલાએ ઉમર (રદિ અલ્લાહુ અન્હુ)ની જુબાન અને દિલ માં હક વાત નાખી દીધી છે (એટલે ​​કે અલ્લાહ તઆલાએ તેમની જુબાન અને દિલ પર હક ને જારી ફરમાવી દીધું છે).

હઝરત અલી રદી અલ્લાહુ અન્હુની ઈરછા, હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ જેવા આ’માલ સાથે અલ્લાહ તઆલાને મળવાની

હઝરત અબ્દુલ્લા બિન અબ્બાસ રદિ અલ્લાહુ અન્હુમા ફરમાવે છે:

હું ત્યાં હાજર હતો, જ્યારે હઝરત ઉમર રદિઅલ્લાહુ અન્હુને તેમની શહાદત પછી જનાજા ની ચારપાઈ પર રાખવામાં આવ્યા ત્યારે લોકોએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને તેમને દફનાવવા માટે લઈ જવાની રાહ જોઈ રહ્યા હતા.

અને લોકો હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ માટે દુઆ પણ કરી રહ્યા હતા અને નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પર દુરુદ પણ મોકલી રહ્યા હતા.

અચાનક મેં મહસૂસ કર્યું કે કોઈનો હાથ મારા ખભા પર છે. જ્યારે મેં તેની તરફ ફરી ને જોયું તો તે હઝરત અલી રદિઅલ્લાહુ અન્હુ હતા. તેમણે હઝરત ઉમર રદિઅલ્લાહુ અન્હુના મુબારક મૃતદેહ તરફ જોયું અને ફરમાવ્યું: હે અલ્લાહ! હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ પર તમારી ખાસ રહમત નાઝિલ કરો.

પછી તેમણે ફરમાવ્યું:

અત્યારે એવી કોઈ વ્યક્તિ નથી કે જેના આ’માલ મને તમારા આ’માલ કરતા વધારે પસંદ હોય અને મારી ઈચ્છા છે કે તમારા જેવા આ’માલથી અલ્લાહ તઆલાની મુલાકાત કરૂં.

અલ્લાહની કસમ! મને ખાતરી છે કે અલ્લાહ તઆલા તમને તમારા બે સાથીઓ : હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અને હઝરત અબુ બકર રદિ અલ્લાહુ અન્હુ સાથે મેળવશે. તમે જીવનભર હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અને હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુ સાથે રહ્યા; એટલા માટે કે ઘણી વખત મેં રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ને કહેતા સાંભળ્યા કે હું, અબુબકર અને ઉમર ફલાણી જગ્યાએ ગયા. હું, અબુબકર અને ઉમર ફલાણી જગ્યાએ પ્રવેશ્યા. હું, અબુબકર અને ઉમર ફલાણી જગ્યાએથી નીકળ્યા. (બુખારી શરીફ)

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان …