નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને ફરમાયા:
لا ينبغي لقوم فيهم أبو بكر أن يؤمهم غيره (سنن الترمذي، الرقم: ٣٦٧٣)
જે જમાઅતમાં અબુ બકર રદિ અલ્લાહુ અન્હુ હાજર હોય, ત્યાં અબુ બકર સિવાય અન્ય કોઈ બીજા માટે મુનાસિબ નથી કે નમાઝમાં લોકોની ઈમામત કરે.
હઝરત અબુ બકર રદિઅલ્લાહુ અન્હુ – ખુબીઓ અને ભલાઈના પેકર
એકવાર હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે સહાબા-એ-કિરામ રદીઅલ્લાહુ અન્હુમ ને પૂછ્યું: આજે તમારામાંથી કોણે રોજો રાખ્યો છે? હઝરત અબુ બકર રદીઅલ્લાહુ અન્હુએ ફરમાવ્યુ: મેં આજે રોજો રાખ્યો છે.
પછી નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરી પૂછ્યું: આજે તમારામાંથી કોણે બીમાર વ્યક્તિની ઈયાદત (દર્દીની સ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે જવું) કરી છે? હઝરત અબુ બકર રદિઅલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: મેં એક બીમાર માણસની ઈયાદત કરી છે .
તે પછી, નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે પૂછ્યું: આજે તમારામાંથી કોણ જનાજામાં શરીક થયું છે? હઝરત અબુ બકર રદિઅલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: હું આજે એક જનાજામાં સામેલ થયો છું.
નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે પૂછ્યું: આજે તમારામાંથી કોણે કોઇ ગરીબને ખાવાનું ખવડાવ્યું છે? હઝરત અબુબકર રદીઅલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: મેં આજે એક ગરીબને ભોજન કરાવ્યું છે.
પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યુ: જેનામાં આ બધી ખુબીઓ જમા થઈ ગઈ, તે ચોક્કસપણે જન્નતમાં દાખલ થશે. (સહીહ મુસ્લિમ)