سئل سيدنا رسول الله صلى الله عليه وسلم مرة فقيل: يا رسول الله، أي الناس أحب إليك؟ قال: عائشة، قيل: من الرجال؟ قال: أبوها (سنن ابن ماجة، الرقم: ١٠١)
એક વખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ થી પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસુલ! લોકોમાં તમને સૌથી વધારે કોના થી મોહબ્બત છે? આપ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે ફરમાવ્યું: આયશા (રદી અલ્લાહુ અન્હા).
સવાલ કરવામાં આવ્યો: મર્દો માં તમને સૌથી વધારે કોના થી મોહબ્બત છે? આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમેફરમાવ્યું : તેમના વાલિદ (હઝરત અબુ બકર સિદ્દીકી રદી અલ્લાહુ અન્હુ)
ઉમ્મતે મુહમ્મદયા નો પ્રથમ જન્નતી વ્યક્તિ
હદીસ શરીફમાં આવ્યું છે કે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે તમારી ઉમ્મત બીજી બધી ઉમ્મતોં થી પહેલા જન્નતમાં દાખલ થશે અને તમારી ઉમ્મતમાં થી સૌથી પહેલા હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુ જન્નતમાં દાખલ થશે.
હઝરત અબુ હુરૈરહ રદી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસુલે કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: હઝરત જીબ્રીલ અલયહિસ્સલામ મારી પાસે આવ્યા, તેમણે મારો હાથ પકડ્યો અને મને જન્નતનો તે દરવાજો બતાવ્યો જેના થી મારી ઉમ્મત દાખલ થશે.
હઝરત અબુબકર રદિ અલ્લાહુ અન્હુએ અર્ઝ કર્યું: હે અલ્લાહના રસુલ! કાશ કે હું તમારી સાથે તે સમયે હોત (જ્યારે હઝરત જીબ્રીલ અલયહિસ્સલામે તમને જન્નતનો તે દરવાજો બતાવ્યો); જેથી હું પણ જોતે.
આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: હે અબુબકર! જરૂર મારી ઉમ્મતમાં થી પ્રથમ વ્યક્તિ જે જન્નતમાં દાખલ થશે તે તમે હશો. (અબુ દાઉદ)