હઝરત જીબ્રીલ અલયહી અલ-સલામ તરફથી “અસ્-સિદ્દીક” નું બિરુદ ‎

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે મૈરાજની રાત્રે હઝરત જીબ્રીલ અલયહી અસ્-સલામ ને ફરમાવ્યું:

إن قومي لا يصدقوني (إذا أخبرتهم بأنه قد أسري بي)، فقال له جبريل: يصدقك أبو بكر، وهو الصديق (المعجم الأوسط للطبراني، الرقم: ٧١٧٣)

મારી કૌમ મારી તસ્દીક ન કરશે (જ્યારે હું તેમને મૈરાજની મુસાફરી વિશે બતાવીશ) હઝરત જીબ્રીલ અલયહી અલ-સલામે કહ્યું: અબુ બકર તમારી તસ્દીક કરશે અને તે અસ્-સિદ્દીક (સૌથી વધુ સત્યવાદી) છે.

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અને હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુની પસંદગીમાં સામ્યતા

હઝરત અબુ બકર રદિ અલ્લાહુ અન્હુએ પોતાના પિતા અબુ કુહાફા ના ઇસ્લામ સ્વીકાર્યા પછી નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ થી ફરમાવ્યું:

તે ઝાત ની કસમ ! જેણે તમને દીને હક આપી ને મોકલ્યા, મને આ વાત ની ખુશી છે કે મારા પિતાએ ઇસ્લામ કબૂલ કરી લીધો, પરંતુ તમારા કાકા અબુ તાલિબ જો ઇસ્લામ કબૂલ કરતે, તો મને તેમના ઇસ્લામ થી મારા પિતાના ઈસ્લામ કબૂલ કરવા કરતાં પણ વધારે ખુશી થતે.

આ સાંભળીને નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ હઝરત અબુબકર રદીઅલ્લાહુ અન્હુ થી અત્યંત ખુશ થયા અને તેમની મુખ્લીસ (નિષ્ઠાવાન) મહોબ્બત ની તસ્દીક કરતા ફરમાવ્યું: બેશક તમે સાચી વાત કીધી. (મુસનદ અલ-બઝ્ઝાર)

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની મુબારક જુબાન થી હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂની તા’રીફ (પ્રશંસા)

હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની પાસે આવ્યા. તેમને જોઈને …