હઝરત મૌલાના અશરફ અલી થાનવીએ (અલ્લાહ એમના પર રહમ કરે) એક વખતે ઈર્શાદ ફરમાવ્યું:
ઈન્સાન ના દિલ માં નાશુક્રી આ કારણે પૈદા થાય છે કે માણસ અલ્લાહની મૌજુદ અને પ્રાપ્ત થયેલ ને’મતો પર નજર ન કરે અને જે વસ્તુ તેની પાસે નથી, બસ તેને જોતો રહે.
તેનાથી વિપરીત, જે વ્યક્તિ પ્રાપ્ત થયેલ અને મૌજુદ ને’મતો પર હંમેશા નજર રાખે છે અને જે મૌજુદ અને પ્રાપ્ત નથી તેની અવગણના (નજર અંદાજ) કરે છે, તો સ્વાભાવિક રીતે તેના દિલમાં શુક્રની કેફીયત (લુત્ફ અને સુરુર ની હાલત) પૈદા થશે.
એક હદીસમાં હઝરત આયેશા સિદ્દીકા રદિ અલ્લાહુ અન્હાને રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે આ હિદાયત (નસીહત) ફરમાવી:
جالسی المساکین وقربيهم
ગરીબો સાથે બેસો અને તેમને તમારી કરીબ (નજદીક) કરો.
આની મસલહત કેટલાક હઝરાતે આ બયાન ફરમાવી છે કે તેમની સોબતમાં (સંગતમાં) રહીને પોતાની પાસે એમના થી વધારે સામાન જોશે, તો તેની કદર થશે અને શુક્ર ની તૌફીક થશે. (માલફુઝાતે હકીમુલ ઉમ્મત. ભાગ નં. ૨૪, પેજ નં. ૩૨૨)