ઉમ્મતે મુહમ્મદિયા માં સૌથી શ્રેષ્ઠ માનવી

નબીએ અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું:

إن أبا بكر خير ممن طلعت عليه الشمس أو غربت (رواه الطبراني كما في مجمع الزوائد، الرقم: ١٤٣١٤)

નિ:સંદેહ અબુ બકર રદીઅલ્લાહુ અન્હુ (મારી ઉમ્મત માં) સૌથી શ્રેષ્ઠ માનવી છે, જેમના પર સૂર્ય ઉગ્યો કે આથમ્યો.

ઉમ્મતે મુહમ્મદિયા માં સૌથી શ્રેષ્ઠ માનવી

હઝરત અબુ દર્દા રદી અલ્લાહુ અન્હુ ફરમાવે છે કે એકવાર અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે મને જોયો કે હું (હઝરત) અબુ બકરની આગળ ચાલી રહ્યો છું.

જ્યારે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે આ જોયું, તો આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે મને ફરમાવ્યું: તમે આ માણસની આગળ ન ચાલો, જે તમારા કરતા બેહતર છે (એટલે ​​કે હઝરત અબુ બકર રદીઅલ્લાહુ અન્હુ).

તેના પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે હઝરત અબુ બકર રદીઅલ્લાહુ અન્હુ ની ફઝીલત બયાન કરતાં ફરમાવ્યું: નિ:સંદેહ અબુ બકર રદીઅલ્લાહુ અન્હુ (મારી ઉમ્મત માં) સૌથી શ્રેષ્ઠ માનવી છે, જેમના પર સૂર્ય ઉગ્યો કે આથમ્યો. (તબરાની,મજમઉઝ્ઝવાઈદ, નંબર:૧૪૩૧૪)

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان …