તલાકની સુન્નતોં અને આદાબ – ૫

તલાકનાં અહકામ

(૧) તલાક માત્ર શૌહરનો હક છે અને માત્ર શૌહર તલાક આપી શકે છે, બિવી (પત્ની) તલાક નહી આપી શકે.

અલબત્તા જો શૌહર પોતાની બીવીને તલાક આપવાનો હક આપી દે, તો આ સૂરતમાં બીવી પોતે પોતાને તલાક આપી શકે છે, પણ બીવી માત્ર તેજ મજલિસમાં પોતે પોતાને તલાક આપી શકે છે જે મજલિસમાં તેને તલાક આપવાનો હક આપવામાં આવ્યો છે, જો તે પોતે પોતાને તેજ મજલિસમાં તલાક આપી દે, તો તલાક વાકેઅ થઈ જશે. [૧]

(૨) જ્યારે શૌહર તલાક આપી દે, તો તલાક તરતજ વાકેઅ થઈ જશે અને ત્યાર બાદ ન શૌહર તલાકને રદ્દ કરી શકે છે અને ન બીવી તેને રદ્દ કરી શકે છે. [૨]

(૩) જ્યારે શૌહર તલાકનાં શબ્દો કહે, ભલે તે લોકોની સામે કહે અથવા તે એકાંતમાં કહે, ભલે તે બીવીની મૌજૂદગીમાં કહે અથવા તે તેની ગૈર મૌજૂદગીમાં કહે, તો આ બઘી સૂરતોમાંથી દરેક સૂરતમાં તલાક વાકેઅ થઈ જશે. [૩]

(૪) તલાકનાં વાકેઅ થવાનાં માટે શર્ત નથી કે તલાક ગવાહોની હાજરીમાં તલાક આપે, તેથી જો એવી જગ્યામાં તલાક આપે, જ્યાં કોઈ હાજર ન હોય, તો પણ તલાક વાકેઅ થઈ જશે. [૪]

(૫) જો શૌહર પોતાની બીવીને મેસેજ, ખત, ઈમૈલ અથવા સ્કાઈપ વગૈરહનાં ઝરીએ તલાક આપે, તો તલાક વાકેઅ થઈ જશે. [૫]

(૬) જો શૌહર પોતાની બીવીને એક સાથે ત્રણ તલાક આપી દે (ઉદાહરણ તરીકે તે એમ કહેઃ મેં તને ત્રણ તલાક આપી અથવા તને ત્રણ તલાકો છે અથવા મેં તને ત્રણ તલાકો આપુ છું), તો જો કે એક સાથે ત્રણ તલાક આપવાથી તે ગુનેહગાર થશે, પણ ત્રણેવ તલાકો વાકેઅ થઈ જશે, ભલે તેનાંથી પેહલા શૌહરે બીવીથી સંભોગ કર્યો હોય અથવા ન કર્યો હોય. આ હુકમ ચારેવ મઝહબોની(હનફિય્યા, શાફિય્યા, માલિકીય્યા, હનાબિલા) નજદીક છે. [૬]

(૭) જો શૌહર પોતાની બીવીને ત્રણ તલાક અલગ અલગ રીતે આપે (ઉદાહરણ તરીકે તે આવી રીતે કહેઃ તને તલાક થાય, તને તલાક થાય, તને તલાક થાય અથવા હું તને તલાક આપુ છું, હું તને તલાક આપુ છું, હું તને તલાક આપુ છું), તો જો તેનાંથી પેહલા શૌહરે બીવીથી સંભોગ કર્યો હોય, તો ત્રણેવ તલાકો વાકેઅ થઈ જશે.

જો તેનાંથી પેહલા શૌહરે બીવીથી સંભોગ ન કર્યો હોય, તો માત્ર પેહલી તલાક વાકેઅ થઈ જશે (આ તલાક તલાકે બાઈન થશે જેનાંથી બીવી તરતજ નિકાહમાં થી નિકળી જશે). બીજી અને ત્રીજી તલાક વાકેઅ નહી થશે. [૭]

(૮) જો કોઈ માણસ પોતાની બીવીને ગુસ્સો અથવા નશાની હાલતમાં તલાક આપી દે, તો ગુસ્સા અથવા નશાની હાલતમાં તલાક આપવાથી તલાક વાકેઅ થઈ જશે. [૮]

(૯) જો બાળક અથવા મજનૂન માણસ પોતાની બીવીને તલાક આપી દે, તો આ બન્નેવની તલાક વાકેઅ નહી થશે. [૯]

(૧૦) જો કોઈ માણસ પોતાની બીવીને હાલતે ઈકરાહમાં(જબરદસ્તીની હાલતમાં) તલાક આપી દે (એટલે તે તલાક આપવા પર મજબૂર થયો અથવા જાન અથવા માલથી તેને ઘમકી આપવામાં આવી, અહિંયા સુઘી કે તેણે પોતાની બીવીને તલાક આપી દીઘી), તો આ ઈકરાહની સૂરતમાં પણ જો તે તલાક આપી દે, તો તેની તલાક વાકેઅ થઈ જશે. [૧૦]

(૧૧) પતિને ફક્ત ત્રણ તલાક આપવાનો હક છે, તેથી જો પતિ ત્રણથી વધુ તલાક આપી દે તો ફક્ત ત્રણ તલાક જ થશે.

(૧૨) ત્રીજી તલાક આપ્યા પછી, પત્ની પતિ માટે હરામ થઈ જશે, તેથી તે પછી બંને માટે પતિ-પત્ની તરીકે રહેવું જાઈઝ નથી, પરંતુ જો બંને ફરીથી મિયાં બીવી નાં બંધન માં આવવા માંગતા હોય તો હલાલા કરવું જરૂરી રહેશે.

(૧૩) હલાલાનો શર્’ઈ તરીકો આ છે કે ઔરત ઇદ્દત પસાર કર્યા પછી, બીજા કોઈ શખ્સ સાથે નિકાહ કરે અને તેની સાથે હમબિસ્તરી કરે. એના પછી જો આ બીજો પતિ તે ઔરતને તલાક આપી દે અથવા તેનો ઈન્તેકાલ થઈ જાય, તો તે તે બીજા નિકાહ ની ઇદ્દત પૂરી કર્યા પછી ઔરત માટે પહેલા શૌહર સાથે નિકાહ કરવું જાઈઝ રહેશે.

(૧૪) જો નિકાહ પછી શૌહરે તેની બીવી સાથે હમબિસ્તરી ન કર્યી અને તેણે તેની સાથે એકાંતમાં એટલો સમય વિતાવ્યો ન હોય કે જેમાં બંને માટે હમબિસ્તરી કરવુ શક્ય હતું અથવા તેણે તેની સાથે એકાંત માં એટલો સમય વિતાવ્યો હોય, જેમાં બંને માટે હમબિસ્તરી કરવું શક્ય હતું; પરંતુ હમબિસ્તરી કરવામાં કોઈ રુકાવટ મૌજુદ હતી, (દાખલા તરીકે, પત્ની હયઝની હાલતમાં હતી અથવા રૂમમાં કોઈ હાજર હતું), તો પછી આમાંથી કોઈપણ સૂરતમાં શૌહરે તેની બીવી ને તલાક આપી દીધી, તો આ તલાક થી એક તલાકે બાઈન થશે. અને બીવી તરત જ તેના નિકાહ માંથી નીકળી જશે.

તે પછી, જો બંને ફરીથી મળવા માંગતા હોય, તો તેઓ તે કરી શકે છે; પરંતુ ફરી થી નિકાહ કરવું પડશે નવી મહર ની સાથે.

(૧૫) જો શૌહર તલાક ને કોઈ શરત સાથે મુ’અલ્લક કરે, (દા.ત., તે તેની પત્નીને કહે: જો તું ફલાણી જગ્યાએ જશે, તો તને તલાક છે અથવા તે કહે: જો તું ફલાણા સાથે વાત કરશે, તો તને તલાક છે), તો આ સુરતમાં, જ્યારે શરત પૂરી થશે, ત્યારે બીવી પર તલાક વાકે’અ થશે.


[૧] وأهله زوج عاقل بالغ مستيقظ (الدر المختار ۳/۲۳٠)

لأن الطلاق لا يكون من النساء (الدر المختار ۳/۱۹٠)

(قال لها اختاري أو أمرك بيدك ينوي) تفويض (الطلاق) لأنها كناية فلا يعملان بلا نية (أو طلقي نفسك فلها أن تطلق في مجلس علمها به) (الدر المختار ۳/۳۱۵)

[૨] عن أبي هريرة قال قال رسول الله صلى الله عليه وسلم ثلاث جدهن جد وهزلهن جد النكاح والطلاق والرجعة (سنن الترمذي، الرقم: 1184، وقال: هذا حديث حسن غريب)

[૩] ويقع طلاق كل زوج إذا كان عاقلا بالغا (الهداية ۲/۳۵۸)

[૪] وفي البحر قيدنا الإشهاد بأنه خاص بالنكاح لقول الإسبيجابي: وأما سائر العقود فتنفذ بغير شهود ولكن الإشهاد عليه مستحب للآية (رد المحتار ۳/۲۱)

 ومعلوم أن الإشهاد على الفرقة ليس بواجب بل هو مستحب (بدائع الصنائع ۳/۱۸۱)

[૫] وإن كانت مرسومة يقع الطلاق نوى أو لم ينو ثم المرسومة لا تخلو أما إن أرسل الطلاق بأن كتب أما بعد فأنت طالق فكلما كتب هذا يقع الطلاق وتلزمها العدة من وقت الكتابة (الفتاوى الهندية ۱/۳۷۸)

[۶] والبدعة أن يطلقها ثلاثا أو ثنتين بكلمة واحدة أو في طهر لا رجعة فيه أو يطلقها وهي حائض فيقع ويكون عاصيا (الاختيار لتع المختار3/122) [६]

إذا طلق الرجل امرأته ثلاثا قبل الدخول بها وقعن عليها (الفتاوى الهندية 1/373)

[૭] ولا شك أن الإيقاع إن كان متفرقا يكون بالوقوع متفرقا لأن الوقوع على حسب الإيقاع لأنه حكمه والحكم يثبت على وفق العلة والدليل عليه أنه أوقع الثلاث في زمان ما بعد الشرط لأن الإيقاع هو كلامه السابق إذ لا كلام منه سواه وكلامه متفرق فإن قوله طالق كلام تام مبتدأ وخبر وقوله وطالق معطوف على الأول تابعا فيكون خبر الأول خبرا له كأنه قال أنت طالق وأنت طالق وأنت طالق وهذه كلمات متفرقة فيكون الأول متفرقا ضرورة فيقتضي الوقوع متفرقا وهو أن يقع الأول ثم الثاني ثم الثالث فإن لم تكن المرأة مدخولا بها فدخول الأول يمنع وقوع الثاني والثالث عقيبه لانعدام الملك والعدة (بدائع الصنائع 3/138)

[૮] ويقع الطلاق من غضب خلافا لابن القيم اهـ وهذا الموافق عندنا لما مر في المدهوش (الدر المختار 3/244)

وطلاق السكران واقع (الهداية 1/224)

صح … (أو سكران) ولو بنبيذ أو حشيش أو أفيون أو بنج زجرا وبه يفتى تصحيح القدوري (الدر المختار 3/240)

[૯] ويقع طلاق كل زوج إذا كان عاقلا بالغا ولا يقع طلاق الصبي والمجنون والنائم (الهداية 1/224)

[૧૦] طلاق المكره واقع سواء كان المكره سلطانا أو غيره أكرهه بوعيد متلف أو غير متلف (المبسوط للسرخسي 24/40)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …