(૧૬) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

કબર પર છોડવાનું ઉગવુ

સવાલઃ- જો કોઈ કબર પર છોડવુ ઉગી જાય, તો શું આપણે તેનું કાપવુ જરૂરી છે?

જવાબઃ- જો કબર પર છોડવુ જાતે પોતે ઉગી જાય, તો તેને છોડી દે. તેને કાપવાની જરૂરત નથી. [૧]

કબર પર છોડવુ લગાવવા અથવા ડાળકી મુકવાનો હુકમ

સવાલઃ- શું કબર પર છોડવુ લગાવી શકાય છે અથવા ડાળકી મુકી શકાય છે?

જવાબઃ- કબરોં પર છોડવુ લગાવવુ અથવા ડાળકી મુકવુ રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને તેમનાં સહાબએ કિરામ (રદિ.) નો તરીકો ન હતો, તેથી તેનાંથી બચવુ જોઈએ. [૨]

વરસાદનાં કારણેથી કબર ખુલી જાય તો શું કરવુ જોઈએ?

સવાલઃ- જો કોઈ કબર વરસાદ અથવા રેલ વગૈરહનાં કારણેથી ખુલી જાય, તો શું કરવુ જોઈએ?

જવાબઃ- કબરને ફરીથી મંટોડીથી ભરી દેવામાં આવે. [૩]

ઔરતોની કબરોને ચાદરથી ઢાંકવુ

સવાલઃ- શું તદફીનનાં સમયે બાલિગા ઔરતોં અને બાલિગ થવાને કરીબ છોકરીઓની કબરોને ચાદરથી ઢાંકવુ મુસ્તહબ છે?

જવાબઃ- હાં, બાલિગ થવાને કરીબ છોકરીઓ અને બાલિગા ઔરતોંનો હુકમ આ છે કે જ્યારે બન્નેવને કબરમાં ઉતારવામાં આવે, તો મુસ્તહબ છે કે કબરને કોઈ ચાદર વગૈરહથી ઢાંકી દેવામાં આવે, જેથી કે તેનાં જીસમ પર ગૈર મહરમોની નજર ન પડે.

અલબત્તા જો કોઈ કારણસર મય્યિતનાં જીસમથી કફનનાં ખુલી જવાનો અંદેશો હોય (ઉદાહરણ તરીકે તેજ હવા અથવા બારીશ વગૈરહ), તો તે સૂરતમાં કબરને ચાદરથી ઢાંકવુ વાજીબ થશે.

દુઆ કરતા સમયે કબરસ્તાનમાં કઈ તરફ રૂખ કરવુ જોઈએ?

સવાલઃ- જ્યારે કોઈ માણસ કબરસ્તાન જાય અને દુઆ કરે, તો તે કઈ તરફ રૂખ કરીને દુઆ કરે? એવીજ રીતે જ્યારે મય્યિતને દફનાવામાં આવે, તો દફનાવા બાદ જ્યારે દુઆ માંગવામાં આવે, તો કઈ તરફ રૂખ કરીને મય્યિતનાં માટે દુઆ કરવુ જોઈએ?

શું કબરની તરફ દુઆ કરવામાં આવે અથવા કિબલાની દુઆ કરવામાં આવે?

જવાબઃ- જ્યારે કોઈ માણસ કબરસ્તાન જાય અને દુઆ કરે, તો તેનાં માટે જાઈઝ છે કે તે કિબ્લાની તરફ દુઆ કરે (એટલે તેની પુશ્ત કબરની તરફ હોય અને તેનાં મોઢું કિબ્લાની તરફ હોય), એવીજ રીતે તેનાં માટે જાઈઝ છે કે તે કબરની તરફ દુઆ કરે (એટલે તેની પુશ્ત કિબ્લાની તરફ હોય અને તેનાં મોઢું કબરની તરફ હોય).

એમ છતા બન્નેવ સૂરતોં જાઈઝ છે, પણ કિબ્લાની તરફ રૂખ કરીને દુઆ કરવુ બેહતર છે.

અલબત્તા મય્યિતની તદફીન પછી જ્યારે દુઆ કરવામાં આવે, તો તે સમયે કિબલાની તરફ દુઆ કરવી જોઈએ, કારણકે હદીષ શરીફમાં વારિદ છે કે જ્યારે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત અબ્દુલ્લાહ ઝુલ બુજાદૈન (રદિ.) ને દફનાવ્યા, તો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) કિબ્લાની તરફ રૂખ કરીને દુઆ ફરમાવી.

તેથી મય્યિતને દફન કરવા બાદ કિબ્લાની તરફ રૂખ કરીને દુઆ કરવી જોઈએ.

તદફીનથી પેહલા મય્યિતને ઘરે લઈ જવુ

સવાલઃ- ગુસલ પછી જ્યારે લોકો મય્યિતને ઘરે લઈ જાય, તો કયા રૂખની તરફ મય્યિતને રાખવામાં આવે?

જવાબઃ- મય્યિતને તે રૂખ પર રાખવામાં આવે, જેમાં આસાની હોય.

સવાલઃ- ગુસલ પછી જ્યારે લોકો મય્યિતને ઘરે લઈ જાય, તો મય્યિતને ક્યાં રાખવામાં આવે? શું તેને જમીન પર રાખવામાં આવે અથવા તેને બિસ્તર પર રાખવામાં આવે?

જવાબઃ- બન્નેવ સૂરતો જાઈઝ છે.

સવાલઃ- જો મય્યિતનાં કોઈ મુસલમાન સગા-સંબંઘીઓ ન હોય, તો શું મય્યિતને તેનાં ગૈર મુસ્લિમ સગા-સંબંઘીઓનાં ઘરે લઈ જવુ જાઈઝ છે યા નહી?

જવાબઃ- મય્યિતને તેનાં ગૈર મુસ્લિમ સગા-સંબંઘીઓનાં ઘરે લઈ જવુ જાઈઝ નથી. મોહલ્લાનાં મુસલમાનોને જોઈએ કે કોઈ મુસલમાનનાં ઘરમાં મય્યિતને મુકવાની વ્યવ્સ્થા કરે અથવા તેને જનાઝાની નમાઝ પઢવા માટે મસ્જીદ લઈ જાય.

જનાઝા નમાઝનાં સિલસિલામાં આ વાત ધ્યાનમાં રાખો કે મસ્જીદમાં જનાઝા નમાઝ પઢવુ જાઈઝ નથી, તેથી જનાઝા નમાઝ અથવા તો મસ્જીદનાં સહન (મસ્જીદથી બહાર) માં અદા કરવામાં આવે અથવા મસ્જીદનાં બહાર તે જગ્યાએ અદા કરવામાં આવે જે જનાઝા નમાઝ માટે નિયુક્ત કરવામાં આવી છે.

સવાલઃ- શું ગૈર મુસ્લિમ સગા-સંબંઘીઓ મય્યિતનો ચેહરો જોઈ શકે છે?

જવાબઃ- ગૈર મુસ્લિમ મય્યિતની કરીબ ન આવે, બલકે તેઓએ મય્યિતથી થોડી દુર રાખવુ જોઈએ.

મૈય્યતને કિબલાની તરફ લિટાવીને દફન કરવું

સવાલઃ- જયારે મૈય્યતને કબરમાં રાખવામાં આવે તો તેનાં શરીરનું રૂખ કઈ તરફ હોવું જોઈએ?

ઉદાહરણ તરીકે, જો મૈય્યતના જમણી તરફનું રૂખ કિબ્લાહની તરફ હોય, તો શું તેને કબરની સામેની દિવાલ તરફ લિટાવામાં આવે અથવા કબરની પાછળની દિવાલની તરફ લિટાવામાં આવે?

જવાબઃ- મુસ્તહ઼બ આ છે કે મૈય્યતને જમણી કરવટ પર લિટાવવામાં આવે; જેથી કરીને તેનાં પુરેપુરા શરીરનું રૂખ કિબલાહની તરફ હોય.

ફુક઼હાએકિરામે (અલ્લાહ તેમના પર રહ઼મ કરે.) લખ્યું છે કે મૈય્યતના પાછળ અથવા સામે થોડી માટી નાખી દેવા માં આવે; જેથી તેનું શરીર જમણી બાજુ પર રહે અને પડવાથી સુરક્ષિત(safe)રહે.

તેથી, બંને સુરતો બરાબર છે, જુવે તો મૈય્યતને એવી રીતે લિટાવામાં આવે કે તેનું રૂખ કબરની સામે ની દિવાલ તરફ હોય અને થોડી માટી તેની પાછળ નાખવા માં આવે અથવા તો તેને કબરની પાછળની દિવાલ તરફ લિટાવીને રાખવામાં આવે અને તેની સામે થોડી માટી નાંખી દેવામાં આવે. જેથી તે પડી ન જાય અને તેનો રૂખ કિબલાહથી ન હટે (ખસે).

કબરમાં કુરાનેપાકની આયાત મુકવાનો હુકમ

સવાલઃ- શું કબરમાં કુરાનેપાકની આયાત દાખલા તરીકે સુરએ યાસીન અથવા બીજી કોઇ સૂરહ મુકવું યોગ્ય છે?

જવાબઃ- કબરમાં મૈય્યતની સાથે કુરાન પાક ની આયાત મુકવું જાઈઝ નથી, એટલા માટે આ અમલથી બચવું જરૂરી છે.

મહરમ રિશ્તેદાર (મહરમ સગાં સંબંધી) ની ગેરહાજરીમાં ઔરત ને દફનાવવી

સવાલ:- જો કોઈ ઔરત નો ઈન્તેકાલ થઈ જાય અને જનાજામાં તેનો કોઈ મહરમ રિશ્તેદાર હાજર ન હોય, તો શું ગૈર-મહરમ રિશ્તેદાર તેને દફનાવી શકે?

તેવી જ રીતે, જો કોઈ ઔરત નો ઈન્તેકાલ થઈ જાય અને જનાજામાં કોઈ રિશ્તેદાર હાજર ન હોય, તો શું અન્ય મુસ્લિમો તેને દફનાવી શકે ?

જવાબ:- જો કોઈ ઔરત નો કોઈ મહરમ રિશ્તેદાર હાજર ન હોય તો ગૈર-મહરમ રિશ્તેદાર તેને દફનાવી શકે છે.

તેવી જ રીતે, જો કોઈ ઔરત નો રિશ્તેદાર હાજર ન હોય તો અન્ય મુસ્લિમ લોકો તેને દફનાવી શકે છે.

મૈય્યતને દફન કર્યા પછી શું કરવું જોઈએ?

સવાલ:- મૈય્યતને દફનાવ્યા પછી આપણે શું કરવું જોઈએ?

જવાબ:- મૈય્યતને દફનાવ્યા પછી, લોકોએ મૈય્યતને માટે દુવા કરવી જોઈએ કે અલ્લાહ તઆલા મોત પછી નાં બધા મરાહિલ તેનાં માટે આસાન કરે અને તેના ગુનાઓ અને કોતાહીઓને દરગુજર કરે.

આત્મહત્યા કરવા વાળા ને ક્યાં દફનાવવુ  જોઈએ?

પ્રશ્ન:- જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી લે તો તેને કઈ જગ્યાએ દફનાવવુ જોઈએ?

જવાબ:- જો તે મુસ્લિમ છે, તો તેને મુસ્લિમ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.

શું શિયાઓને મુસ્લિમ કબ્રસ્તાનમાં દફનાવી શકાય?

પ્રશ્ન:- જો કોઈ શિયા (મર્દ અથવા ઔરત) નો ઈન્તેકાલ થઈ જાય, તો શું તેને મુસ્લિમ કબ્રસ્તાનમાં દફનાવી શકાય?

જવાબ:- શિયાઓ અને મુસલમાનો ના અકાઈદ (માન્યતાઓ) અને આમાલ અલગ અલગ છે. શિયાઓના અકાઈદ અને આમાલો મુસલમાનો ની જેમ નથી.

શિયાઓ કુરાનને મુહર્રીફ માને છે અને રસૂલુલ્લાહ સલ્લલાહુ અલયહી વસલ્લમની પાકીઝા બીવી ઓ પર જૂઠી તોહમતો લગાવે છે.તેઓ સહાબા એ કીરામ રદી અલ્લાહુ અન્હુમ નાં વિશે અપમાનજનક વાતો કહે છે અને આ અકીદહ રાખે છે કે સહાબા એ કીરામ રદી અલ્લાહુ અન્હુમ નબી એ કરીમ સલ્લલાહુ અલયહી વસલ્લમ ની વફાત પછી મુર્તદ થઈ ગયા હતા.

જે કોઈના આવા અકીદહ હોય, તે ઇસ્લામના દાયરા માંથી નીકળી જાય છે; તેથી, ન  તેમની જનાજાની નમાઝ પઢવામાં આવશે અને ન તેમને મુસ્લિમ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.

Source:


 

[૧] [૨] مطلب في وضع الجريد ونحو الآس على القبور تتمة يكره أيضا قطع النبات الرطب والحشيش من المقبرة دون اليابس كما في البحر والدرر وشرح ‏المنية وعلله في الإمداد بأنه ما دام رطبا يسبح الله تعالى فيؤنس الميت وتنزل بذكره الرحمة اهـ ونحوه في الخانية‎ ‎أقول ودليله ما ورد في الحديث من ‏وضعه عليه الصلاة والسلام الجريدة الخضراء بعد شقها نصفين على القبرين اللذين يعذبان‎ ‎وتعليله بالتخفيف عنهما ما لم يبيسا أي يخفف عنهما ‏ببركة تسبيحهما إذ هو أكمل من تسبيح اليابس لما في الأخضر من نوع حياة وعليه فكراهة قطع ذلك وإن نبت بنفسه ولم يملك لأن فيه تفويت ‏حق الميت‎ ‎ويؤخذ من ذلك ومن الحديث ندب وضع ذلك للاتباع ويقاس عليه ما اعتيد في زماننا من وضع أغصان الآس ونحوه، وصرح بذلك ‏أيضا جماعة من الشافعية، وهذا أولى مما قال بعض المالكية من أن التخفيف عن القبرين إنما حصل ببركة يده الشريفة – صلى الله عليه وسلم – أو ‏دعائه لهما فلا يقاس عليه غيره. وقد ذكر البخاري في صحيحه أن بريدة بن الحصيب – رضي الله عنه – أوصى بأن يجعل في قبره جريدتان، والله ‏تعالى أعلم  (رد المختار ۲/ ۲٤۵)‏

[૩] ويسنم القبر قدر الشبر ولا يربع ولا يجصص ولا بأس برش الماء عليه (الفتاوى الهندية ۱/۱٦٦)‏

( ويسنم القبر ) ويكره أن يزيد فيه على التراب الذي خرج منه ويجعله مرتفعا عن الأرض قدر شبر أو أكثر بقليل ولا بأس برش الماء حفظا له قال الطحطاوي : قوله ( ويسنم القبر ) ندبا وقيل وجوبا والأول أولى وهو أن يرفع غير مسطح كذا في المغرب وقوله بعد ويجعله مرتفعا الأولى تقديمه على قوله ويكره أن يزيد الخ وقوله قدر شبر هو ظاهر الرواية وقيل قدر أربع أصابع وتباح الزيادة على قدر شبر في رواية كما في القهستاني قوله ( ويكره أن يزيد فيه على التراب الذي خرج منه ) لأنها بمنزلة البناء بحر وهو رواية الحسن عن الإمام وعن محمد لا بأس بها (حاشية الطحطاوي على مراقي الفلاح ص٦۱۱)

Check Also

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ- ૭

લોકોની ઇસ્લાહ (સુધારણા) માટે આપણા અસલાફનો ખૂબસૂરત તરીકો હઝરત હસન અને હઝરત હુસૈન રદિ અલ્લાહુ …