રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ખબરગીરી માટે એક અંસારી મહિલાની બેચેની
ઉહદની લડાઈમાં મુસલમાનોને ઘણી તકલીફ પણ પહોંચી અને શહીદ પણ ઘણાં થયા. મદીના તય્યીબા મા આ ડરામણી ખબર પહોંચી તો મહીલાઓ પરેશાન થઈ હાલની સ્થીતી જાણવા માટે ઘરથી બહાર નીકળી પડી.
એક અંસારી મહીલાએ ભીડને આવતા જોઈ તો બેચેનીથી પુછ્યુ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કેમ છે? તે ભીડમાંથી કોઈકે કહ્યુ કે તમારા વાલીદ (પિતા) નો ઈન્તેકાલ (મૃત્યુ) થઈ ગયો. એવણે ઈન્નાલિલ્લાહ વ ઈન્ના ઈલયહિ રાજીઊન પઢ્યુ અને પછી બેકરારીથી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં હાલચાલ વિશે પૂછ્યુ.
એટલી વારમાં બીજા કોઈએ શોહર (પતી) નાં ઈન્તેકાલ (મૃત્યુ) ની ખબર સંભળાવી તથા કોઈકે છોકરાની અને કોઈકે ભાઈની કે આ બઘાજ શહીદ થઈ ગયા હતા. તે છતા એવણે પૂછ્યુ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કેમ છે?
લોકોએ જવાબ આપ્યો કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ખૈરિયત થી છે, તશરીફ લાવી રહ્યા છે. તેનાંથી તસલ્લી ન થઈ તો કહેવા લાગી મને બતાવી દો ક્યાં છે? લોકોએ ઈશારો કરી બતાવ્યુ કે તે ભીડ માં છે. તેણી દોડતી દોડતી ગઈ અને પોતાની આંખોને હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઝિયારત (દર્શન) કરી ઠંડી કરીને કહ્યુઃ
كُلُّ مُصِيبَةٍ بَعْدَكَ جَلَلٌ
“યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તમારી ઝિયારત (દર્શન) થઈ જવા પછી દરેક મુસીબત હલકી અને મામૂલી છે.” (ફઝાઈલે આમાલ, પેજ નંઃ ૧૬૪)
રસુલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી સહાબએ કિરામ (રદિ.)ની બેપનાહ મોહબ્બત
કોઈ માણસે હઝરત અલી (રદિ.) થી સવાલ કર્યોઃ સહાબએ કિરામ (રદિ.)નાં દિલોમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કેટલી મોહબ્બત હતી?
હઝરત અલી (રદિ.) જવાબ આપ્યોઃ હું અલ્લાહ તઆલાની કસમ ખાઈને કહું છું કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મોહબ્બત અમારા દિલોમાં પોતાનો માલ, બાળકો અને માંવોથી વધારે હતો અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની બાબરકત સંગાત અમારા માટે ઘણી સખત અતિશય તરસની હાલતમાં એક ઘોંટ પાણીથી વધારે અઝીઝ હતી. (અશશિફા બિતઅરીફિ હુકૂકિલ મુસ્તફા)