بسم الله الرحمن الرحيم
નેક ઔલાદ – આખિરતની અસલ પૂંજી
ઈન્સાન પર અલ્લાહ તઆલાની મુલ્યવાન નેઅમતોંમાંથી એક મોટી નેઅમત ઔલાદની નેઅમત છે. કુર્આને મજીદમાં અલ્લાહ તઆલાએ આ મોટી નેઅમતનો ઝિકર ફરમાવ્યો છે.
અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ
وَاللَّهُ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا وَجَعَلَ لَكُم مِّنْ أَزْوَاجِكُم بَنِينَ وَحَفَدَةً وَرَزَقَكُم مِّنَ ٱلطَّيِّبٰتِ (سورة النحل: ٧٢)
અલ્લાહ તઆલાએ તમારામાંથી જ તમારા માટે બીવીઓ બનાવી અને તે બીવીઓથી તમારા માટે છોકરાવો અને પોતરાવો પૈદા કર્યા અને તમને સારી સારી વસ્તુઓ ખાવા માટે આપી.
અલ્લાહ તઆલાની ઘણી બઘી નેઅમતો એવી છે કે તેનો ફાયદા અને ભલાઈ ઈન્સાનનાં જીવન સુઘી સિમિત (મહદૂદ) છે. પણ ઔલાદની નેઅમત એવી કુંજી (સરમાયો) છે જે ઈન્સાનને પોતાનાં જીવનમાં માત્ર ફાયદો નથી પહોંચાદટી, બલકે તે તેને તેનાં ઈન્તેકાલ બાદ પણ ફાયદો પહોંચાડશે.
અલબત્તા ઔલાદની કુંજી (સરમાયો) ઈન્સાનનાંં માટે ત્યારે જ ફાયદો અને ભલાઈનું કારણ બનશે જ્યારે ઈન્સાન પોતાની ઔલાદમાં દીની સિફાત પૈદા કરે અને અલ્લાહ તઆલાથી પોતાની ઔલાદનાં સંબંઘ મજબૂત કરે. જ્યાં સુઘી ઔલાદ દીન પર કાયમ રહેશે અને ઈસ્લામી તાલીમાતનાં અનુસાર જીવન ગુજારશે, તો ઈન્સાનની આ કુંજી (સરમાયો) તેને ફાયદો પહોંચાડશે, અહિંયા સુઘી કે તેનાં ઈન્તેકાલ બાદ પણ તેનાં માટે ફાયદો અને અજર હાસિલ કરવાનો ઝરીઓ બનશે.
હઝરત અબુ કતાદા (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ સૌથી બેહતરીન વસ્તુઓ જે માણસ પોતાની મૌત પછી છોડી સકતો છે તે ત્રણ વસ્તુઓ છેઃ નેક ઔલાદ જે તેનાં માટે દુઆએ ખૈર કરતી રહે, સદકએ જારિયા જેનો ષવાબ તેને મૌત પછી પહોંચતો રહે અને એવો ઈલ્મે દીન (જે માણસ લોકોને સિખડાવે) કે તેની મૌત બાદ તે ઈલ્મ પર અમલ કરવામાં આવતો રહે.
એક બીજી રિવાયતમાં છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ કોઈ બાપે પોતાનાં બાળકને એવો કોઈ તોફહો અને હદિયો નથી આપ્યો જે હુસ્ને અદબનાં તોહફાથી બેહતર છે.
એક બીજી રિવાયતમાં છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ તમે લોકો પોતાની ઔલાદની સાથે સારો વ્યવ્હાર કરો અને તેઓને બેહતરીન અદબ સિખડાવો.
ઔલાદનાં અંદર દીની સિફાત પૈદા કરવુ વાલિદૈન પર એટલો મહત્તવનો ફરીઝો છે કે કુર્આને મજીદમાં અલ્લાહ તઆલાએ વાલિદૈનને આ ફરીઝાને પૂરા કરવાનો હુકમ આપ્યો.
અલ્લાહ તઆાલાનો ઈરશાદ છેઃ
يٓأَيُّهَا الَّذِينَ اٰمَنُوْا قُوٓا أَنفُسَكُمْ وَأَهْلِيْكُمْ نَارًا (سورة التحريم: ٦)
હે ઈમાન વાળાઓ ! પોતાને અને પોતાનાં ઘરવાળાઓને જહન્નમની આગથી બચાવો.
આ આયતે કરીમાથી અમને ખબર થાય છે કે ઈન્સાનને જોઈએ કે તે પોતાની બીવી અને બાળકોને દીનની તરફ માર્ગદર્શન કરે અને તેઓને ગુમરાહીનાં રસ્તા પર ચાલવાથી બચાવે, કારણકે કયામતનાં દિવસે ઈન્સાનને આ ફરીઝો અને જવાબદારીનાં વિશે સવાલ કરવામાં આવશે.
નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે તમારામાંથી દરેક ભરવાડ છે અને તેનાંથી તેનાં ટોળાનાં સંબંઘથી સવાલ થશે. ઈમામ ભરવાડો છે અને તેનાંથી તેનાં નીચેનાં લોકો વિશે સવાલ થશે. ઈન્સાન પોતાનાં ઘરવાળાઓનો ભરવાડ છે અને તેનાંથી તેનાં ઘરવાળાઓનાં વિશે સવાલ થશે. ઔરત પોતાનાં શૌહરનાં ઘરની ભરવાડી છે અને તેનાંથી તેનાં ઘર વાળાઓનાં વિશે સવાલ થશે. (સહીહલ બુખારી)
જો ઈન્સાન પોતાનાં ઔલાદની કેળવણી (તરબિયત)માં કોતાહી કરે, તેઓને ઈસ્લામી તાલીમતનાં અનુસાર કેળવણી ન આપે અને આ વાતની નિગરાની ન કરે કે તેની ઔલાદનું ઉઠવા બેસવાનું કેવા લોકો સાથે છે. તેનું પરિણામ આ થશે કે તેની ઔલાદ ગુનાહો અને બુરાઈયોમાં પડી જશે અને અંતમાં તેનાં માટે દુનિયા અને આખિરતમાં વબાલ અને મુસીબત બની જશે.
નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઉમ્મતને સરકશ (તોફાની) ઔલાદથી પનાહ માંગવા માટે દુઆઓ સિખવી. તે દુઆવોમાંથી એક દુઆ આ છેઃ
اللّٰهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ جَارِ السُّوءِ، وَمِنْ زَوْجٍ تُشَيِّبُنِي قَبْلَ الْمَشِيبِ، وَمِنْ وَلَدٍ يَكُونُ عَلَيَّ رَبًّا (الدعاء للطبراني، الرقم: ١٣٣٩)
હે અલ્લાહ ! હું આપની પનાહ તલબ કરું છું ખરાબ પડોશીથી અને એવી બીવીથી જે મને વૃદ્ધાવસ્થાની હાલતથી પેહલા વૃદ્ધ કરી દે (મારા વાળ સફેદ કરી દે) અને એવી ઔલાદથી જે મારા પર ગાલિબ આવે.
એવીજ રીતે એક રિવાયતમાં છે કે હઝરત દાવુદ (અલૈ.) આ દુઆ કર્યા કરતા હતાઃ
اللّٰهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ مَالٍ يَكُونُ عَلَيَّ فِتْنَةً، وَمَنْ وَلَدٍ يَكُونُ عَلَيَّ وَبَالًا (مجمع الزوائد، الرقم: ١٧٤٢٩)
હે અલ્લાહ ! હું આપની પનાહ તલબ કરૂં છું એવા માલથી જે મારા માટે આઝ઼માઈશનું કારણ બની જાય અને એવી ઔલાદથી જે મારા માટે મુસીબત બની જાય.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાનાં મુબારક કામો, વાતો અને અખલાકથી સહાબએ કિરામ (રદિ.) અને ઉમ્મતને સિખડાવ્યુ હતુ કે તેઓ કેવી રીતે પોતાની ઔલાદને સારા આદાબ અને સિફાત સિખડાવે.
કોઈ બાળકમાં સારા સિફાત, અખલાક અને આદાબ પૈદા કરવા માટે ઘણી બઘી વાતો પર ખ્યાલ અને ગૌર કરવાની જરૂરત છે, તેમાંથી નીચે અમુક કામોનો ખ્યાલ રાખવો જોઈએઃ
(૧) બાળકને સહીહ ઈસ્લામી અકાઈદની શિક્ષા અને તેમનાં ઈમાનને મજબૂત કરવાની કોશિશ કરવી
(૨) બાળક પર અલ્લાહ તઆલાનાં અધિકારોની અદાયગી અને ગુનાહોથી બચવાની તાકીદ કરવી
(૩) બાળક પર બંદાવોનાં અધિકારોની અદાયગીની તાકીદ કરવી
(૪) બાળકને દરેકની સાથે માન-સન્માનથી પેશ આવવુ અને સારા વ્યવ્હારની શિક્ષા આપવી
(૫) બાળકને જાહેરી અને બાતિની પાકીઝગીની મહત્તવતાની તાલીમ આપવી
(૬) બાળકનાં દિલોમાં અલ્લાહ તઆલાનો ખૌફ પૈદા કરવુ અને શરમ તથા હયાની શિક્ષા આપવી
(૭) બાળકને સારી સંગાતની પ્રેરણા આપવુ અને ખરાબ સંગાતનાં નુકસાનોથી ચેતવવુ
(૮) બાળકને અલ્લાહ તઆલાની રહતમને હાસલ કરવાનાં અસબાબની શિક્ષા આપવી
ઈન્શા અલ્લાહ આગલી વખતે અમે તે લેખો પર કંઈક રોશની નાંખિશું.
Source: http://ihyaauddeen.co.za/?p=17837