ઉમ્મતનાં માટે હિદાયતનાં સિતારાવો

 

હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે “મારા સહાબા (રદિ.) (મારી ઉમ્મતનાં માટે) સિતારાવોની જેમ છે, તમે તેમાંથી જેની પૈરવી કરશો, હિદાયત પામી જશો.” (રઝીન કમા ફી મિશ્કાતુલ મસાબીહ, રકમ નં- ૬૦૧૮)

હઝરત ઉમર (રદિ.) નો ઊંડો પ્રેમ અને હઝરત રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની યાદો

હઝરત ઉમર (રદિ.) એક વખત રાત્રે લોકોની સુરક્ષા માટે ગશ્ત ફરમાવી ‎રહ્યા હતા કે એક ઘરમાંથી ચીરાગની રોશની મહસૂસ થઈ અને એક ‎ડોસીમાંનો અવાજ કાનમાં પડ્યો જેવણ ઊનને સાફ કરતી કરતી અશઆર ‎‎(કાવ્યપંક્તિઓ) પઢી રહી હતી. જેનો તર્જુમો આ છે કે:

عَلَى مُحَمَّدٍ صَلَاةُ الْأَبْرَارْ ** صَلَّى عَلَيْكَ الْمُصْطَفَوْنَ الْأَخْيَارْ

“મોહમ્મદ ‎‎(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર નેકિયોનો દુરૂદ પહોંચે અને પાક સાફ ‎લોકોની તરફથી જેઓ બરગુજીદા (પસંદ કરેલા) લોકો હોય તેઓનો દુરૂદ ‎પહોંચે.

قَدْ كُنْتَ قَوَّامًا بَكِيَّ الْأَسْحَارْ

“બેશક યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તમો રાતોમાં ‎ઈબાદત કરવા વાળા હતા અને રાતોનાં છેલ્લા પહોરમાં રડવા વાળા હતા.

يَا لَيْتَ شِعْرِي وَالْمَنَايَا أَطْوَارْ ** هَلْ تَجْمَعُنِي وَحَبِيبِي الدَّار

“‎કાશ મને એ ખબર થઈ જતે કે હુંળ અને મારા મહબૂબ ક્યાર ભેગા થઈ ‎શકિશું યા નહી એટલા માટે કે મોત વિભિન્ન હાલતોમાં આવે છે ખબર નહી ‎મારી મૌત કેવી હાલતમાં આવે અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ)થી મરવા બાદ મળવાનું થઈ શકશે યા નહી.”

હઝરત ઉમર ‎‎(રદિ.) પણ તે અશઆર (કાવ્ય પંક્તિઓ) ને સાંભળીને રડવા બેસી ગયા. ‎‎(કિતાબુઝ્ઝુહદ વર રકાઈક લિબ્નિલ મુબારક, રકમ નં-૧૦૨૪, ફઝાઈલે આમાલ, હિકાયતે સહાબા, પેજ નં-૧૭૪)‎

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …