بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ
إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ ﴿۱﴾ فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ ﴿۲﴾ إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ ﴿۳﴾
તર્જુમોઃ- અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.
બેશક અમે તમને ખૈરે કષીર અર્પણ કરી છે (૧) તેથી તમો પોતાનાં પરવરદિગારની નમાઝ પઢો અને કુર્બાની કરો (૨) યકીનન આપનો દુશ્મનજ બેનામો નિશાન છે (૩)
તફસીર
إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ ﴿۱﴾
બેશક અમે તમને ખૈરૈ કષીર અર્પણ કરી છે (૧)
આ સૂરતમાં અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને સંબોઘીને ઈરશાદ ફરમાવ્યુ કે બેશક અમે આપને “કવષર” (ખૈર કષીર) અતા કરી છે.
અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને જે ખૈરે કષીરથી નવાજ્યા, તે આ દુનિયામાં એવી રીતે જાહેર થઈ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક નામ દરેક જગ્યાએ બુલંદ કરવામાં આવી રહ્યુ છે, આપનાં દીનની મુસલસલ તરક્કી થઈ રહી છે અને દિવસે ને દિવસે ઈસ્લામ મજબૂતીની સાથે ફેલાઈ રહ્યો છે.
નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નુબુવ્વત પછી ચવ્વુદસો વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો, તેમ છતા દીને ઈસ્લામ દિવસેને દિવસે ફેલાઈ રહ્યો છે અને ઘણાં બઘા લોકો ઈસ્લામનાં દામનમાં દાખલ થઈ રહ્યા છે. આ બઘુ “ખૈરે કષીર”માં દાખલ છે. જેનાંથી અલ્લાહ તઆલાએ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને નવાજ્યા છે.
વધારે આ કે અલ્લાહ તઆલાએ અમારા આકા તથા મૌલા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આખિરતમાં પણ “ખૈરે કષીર” થી નવાજ્યા છે. આપની ખૈરે કષીર આખિરતમાં એવી રીતે જાહેર થશે કે આપની ઉમ્મતની સંખ્યા બીજી બઘી ઉમ્મતોથી વધારે હશે. બલકે આપની ઉમ્મતની સંખ્યા બઘી ઉમ્મતોની કુલ સંખ્યાથી પણ વધારે હશે.
નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જન્નત વાળાઓ ૧૨૦ સફોમાં હશે. તે ૧૨૦ સફોમાંથી એંસી (૮૦) સફો આપની ઉમ્મતની હશે. એટલે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઉમ્મત જન્નત વાળાઓની બે તૃતીયાંશમાંથી હશે.
તેનાં વગર અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને અત્યાંત ઉચ્ચ સ્થાન “મકામે મહમૂદ” અર્પણ ફરમાવશે.
“મકામે મહમૂદ” આખિરતમાં એક ખાસ મકામ અને મર્તબો છે જે અલ્લાહ તઆલા માત્ર આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને મખલુકમાંથી અર્પણ કર્યો છે. આ વિશેષ મર્તબા પર ફાઈઝ (સફળ) થવાનાં કારણેથી કયામતનાં દિવસે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) બઘા ઈન્સાનોનાં માટે અલ્લાહ તઆલાની સામે ભલામણ કરશે કે તેઓનો હિસાબ શરૂ કરવામાં આવે.
એવીજ રીતે અલ્લાહ તઆલાએ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) બઘા અંબિયા અને રસૂલોનાં ઈમામત થવાનો શરફ અર્પણ કર્યો છે, તેથી કયામતનાં દિવસે બઘા અંબિયા અને રસૂલ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ઝંડાનાં નીચે હશે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) દરેક બની આદમનાં માટે સિફારિશ કરશે.
આ સિલસિલામાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો ઈરશાદ છે કે હું હઝરત આદમ (અલૈ.) ની ઔલાદનાં સરદાર છું અને કયામતનાં દિવસે હમ્દ (વખાણ)નો ઝંડો મારા હાથમાં હશે અને મારા પછાળી હઝરત આદમ (અલૈ.) હશે અને તેમની બઘી ઔલાદો હશે.
અલ્લાહ તઆલાએ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને આખિરતમાં જે ખૈરે કષીરથી સન્માનિત ફરમાવ્યા છે, તેમાં હવઝે કવષર પણ દાખલ છે. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તે હવઝથી પોતાની ઉમ્મતને પાણી પીવડાવશે.
આ આયતે કરીમમાં અલ્લાહ તઆલાએ ફરમાવ્યુ કે બેશક અમે આપને કવષર (ખૈરે કષીર) અર્પણ કરી છે. શબ્દ કવષરનો લફઝી મઅનો ખૈરે કષીર છે. તેથી હવઝે કવષર પણ તે ખૈરમાં દાખલ છે જેનાંથી અલ્લાહ તઆલાએ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને નવાજ્યા છે.
કયામતનાં દિવસે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઉમ્મત આપની પાસે આવશે અને આપ તેને હવઝે કવષરથી પાણી પીવડાવશો જે દૂધથી વધારે સફેદ અને મઘથી વધારે મીઠુ હશે. હદીષ શરીફમાં આવ્યુ છે કે હવઝે કવષરનાં વાસણોની સંખ્યા આસમાનનાં સિતારાવોની સંખ્યાનાં બરાબર હશે, જે લોકો આપનાં મુબારક હાથથી હવઝે કવષરનું પાણી પીવાનું શરફ હાસિલ કરશે, તેઓને ફરીથી ક્યારેય પણ તરસ નહી લાગશે.
અલબત્તા કયામતનાં દિવસે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અમુક લોકોને જોશે અને તેઓને પોતાની ઉમ્મતમાંથી સમજશે, પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જોશે કે ફરિશ્તાવો તેઓને તેમનાં હવઝે કવષરથી હટાવીને ભગાડશે અને તેઓને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં મુબારક હાથથી પાણી પીવા નહી દેશે.
તો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તે ફરિશ્તાવોથી પૂછશે “તમે તેઓને મારા હવઝે કરષરથી કેમ રોકી રહ્યા છો? આ તો મારી ઉમ્મતમાંથી છે.”
ફરિશ્તાવો જવાબ આપશે આપ નથી જાણતા કે આ લોકોએ આપનું આ દુનિયાથી જવા બાદ શું કર્યું. આ લોકો દીને ઈસ્લામથી ફરી ગયા અને નવો મઝહબ અપનાવી લીઘો.
આ તે લોકો છે જેઓ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં ઝમાનામાં મુસલમાન હતા, પણ આપની વફાત બાદ તેઓ ઈસ્લામથી ફરી ગયા અને મુરતદ થઈ ગયા.
અલ્લાહ તઆલા અમને આવા પ્રકારનાં લોકોની જેમ થવાથી બચાવે.
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ ﴿۲﴾
તેથી તમો પોતાનાં પરવરદિગારની નમાઝ પઢો અને કુર્બાની કરો (૨)
પેહલી આયતે કરીમામાં અલ્લાહ તઆલાએ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને તે નેઅમતોંની ખબર આપી છે, જેનાંથી અલ્લાહ તઆલાએ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને નવાજ્યા છે.
આમાં કોઈ શક નથી કે અલ્લાહ તઆલાએ પોતાનાં હબીબ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને એવી મહાન નેઅમતોંથી નવાજ્યા છે, જેનાંથી અલ્લાહ તઆલાએ બીજા કોઈ માણસને નથી નવાજ્યા છે. તેથી આ આયતમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને હુકમ આપવામાં આવ્યો છે કે આ નેઅમતોંનાં શુક્રિયાનાં રૂપે આપ નમાઝ પઢવાથી અને કુર્બાની અદા કરવાથી અલ્લાહ તઆલાની તરફ મુતવજ્જેહ થઈ જાવો.
જ્યારે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને આ મહાન નેઅમતોથી નવાજવામાં આવ્યા છે, તો આપણે પણ આ નેઅમતોની ખૈરો બરકાતથી ફાયદો ઉઠાવીશું આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઉમ્મતમાં હોવાનાં કારણે. કારણકે નબીની ખૈરો બરકત તેમની ઉમ્મતનાં ઉપર પણ જારી થાય છે, તેથી આપણાને પણ જોઈએ કે આપણે અલ્લાહ તઆલાનો શુક્રિયા અદા કરે અને આપણે પણ નમાઝ પઢીએ અને કુર્બાની અદા કરીએ.
કુર્બાનીની એક સૂરત આપણે જાણીએ છીએ. તે આ છે કે આપણે અલ્લાહ તઆલાની રિઝાનાં માટે કુર્બાનીનું જાનવર ઝબહ કરીએ. પણ તેનાં વગર કુર્બાનીની બીજી પણ શકલો અને સૂરતો છે જેનો સંબંઘ આપણી જાન અને માલ વગૈરહથી છે. તેથી આપણને જોઈએ કે આપણે તે વસ્તુઓ (એટલે જાનો માલને) પણ અલ્લાહ તઆલાનાં દીનનાં માટે કુર્બાન કરીએ.
કુર્બાનીની આ બીજી સૂરતો (જે જાનો માલથી સંબંઘિત છે) તે બઘુ તે મેહનતો અને કોશિશોમાં દાખલ છે, જેનુ કરવુ દરેક ઉમ્મતીનાં માટે જરૂરી છે. જેથી કે તેને અલ્લાહ તઆલાની રિઝા હાસિલ થઈ શકે.
إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ ﴿۳﴾
યકીનન આપનો દુશ્મનજ બેનામો નિશાન છે (૩)
આ આયતે કરીમામાં શબ્દ “અબતર” થી મુરાદ તે માણસ છે જેની નસલ અને નસબ ખતમ થઈ ગયો છે.
જ્યારે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં છોકરા કાસિમ અને ઈબરાહીમ (રદિ.) નું બાળપણમાંજ ઈન્તેકાલ થઈ ગયો, તો મક્કાનાં કાફિરો આપને “અબતર” કહીને તાનો આપવા લાગ્યા અને આ કહેવા લાગ્યા કે તેમની વાત છોડો, તેમનાં વિષે આપણે કંઈ ફિકર કરવાની જરૂરત નથી, કારણકે તે મકતુઉન નસલ (જેનું કોઈ સંતાન ન રહ્યુ હોય) છે. જેવી રીતે તેમની સંતાનો ખતમ થઈ ગઈ, તેમાણસનો મિશન પણ ખતમ થઈ જશે અને તેમનાં ઈન્તેકાલ પછી તેમનું કોઈ નામ લેવા વાળુ પણ નહી રેહશે, એટલા માટે સામાન્ય તૌર પર ઈન્સાનનો ધ્યેયો અને ઉદ્દેશ્યો તેની સંતાનોનાં કારણે બાકી રહે છે, તો જ્યારે તેની સંતાનો મરદ નથી, તો તેનાં ધ્યેયો અને ઉદ્દેશ્યો ખતમ થઈ જાય છે.
તેથી ઉપર જણાવેલ આયતમાં અલ્લાહ તઆલાએ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને તસલ્લી આપી છે અને ફરમાવ્યુ છે કે યકીનન આપનો દુશ્મનજ બેનામો નિશાન છે (આપ કદાપી મકતુઉન નસલ (જેનું કોઈ સંતાન ન રહ્યુ હોય) નહી થશો).
બીજા શબ્દોમાં એમ કેહવામાં આવે કે અલ્લાહ તઆલાએ આપથી ફરમાવ્યુ છે કે આપનું નામ નામી, આપની ઈઝ્ઝત તથા ખ્યાતિ, આપની રિસાલત તથા નુબુવ્વત અને તે બઘી નેઅમતોં જેનાંથી અલ્લાહ તઆલાએ આપને નવાજ્યા છે, તે કયામત સુઘી બાકી રહેશે.
તેથી નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની બિઅષત પછી પાછલા બઘા નબિયોની શરીઅતો અને કિતાબો મનસૂખ (રદ) થઈ ચૂકી છે અને નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની શરીઅત કયામત સુઘી બાકી રેહવા વાળા છે.
સારાંશ આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વતઆલા આયતે કરીમામાં પોતાનાં હબીબ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ વાતની સંતુષ્ટી અપાવી રહ્યા છે કે આપનો દુશ્મન આસ બિન વાઈલ તથા કઅબ બિન અશરફ તથા જેણે પણ આપી સાથે ગુસ્તાખી કરી, તેમનું નામો નિશાન મટી જશે. તેથી હકીકત આ છે કે તે લોકોનું નામ પણ કુર્આને કરીમની આ આયતોની તફસીર અથવા નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સીરતનાં તહતમાં સુરક્ષિત થઈ ગયુ, નહીતર દુનિયામાં આજે તેમનું નામ લેવા વાળુ કોઈ બાકી નથી.
તેનાંથી ઊંઘુ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઔલાદનો સિલસિલો (હઝરત ફાતિમા (રદિ.) થી) હજી સુઘી જારી છે અને કયામત સુઘી જારી રેહશે. ઈન્શા અલ્લાહ
તેથી કયામતથી પેહલા હઝરત ઈમામ મહદી દેખાશે અને તેવણ મુસલમાનોનું નેતૃત્વ સંભાળશે, તેવણ પણ હઝરત ફાતિમા (રદિ.) ની ઔલાદમાંથી હશે.
બીજી વાત આ છે કે દરેક ઈન્સાન પોતાની ઔલાદનું અસ્તિત્વ અને સાતત્ય આ મકસદનાં માટે ચાહે છે કે તેઓ તેની મૌત પછી તેનાં ધ્યેયો અને ઉદ્દેશ્યોને અગાળી વધારે અને તે રિવાયતો ને જીવિત રાખે જેનાં પર તે આખુ જીવન અમલ કરતા હતા. જેથી કે તે દુનિયામાં વધારે ફેલાય અને તેનાં માટે આખિરતમાં ખૈરનું કારણ બને. આ પાસાથી જોવામાં આવે, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઉમ્મત આપની રૂહાની ઔલાદ છે, કારણકે આ આપની ખાતરી કરે છે, આપનાં અહકામ પર અમલ કરે છે અને આપનાં સંદેશાને આખી દુનિયામાં ફેલાવવાની કોશિશ કરી રહી છે અને આ સિલસિલો કયામત સુઘી ચાલતો રહેશે.
અમારુ અનુકરણ છે આખી દુનિયામાં લાખો અને કરોડો લોકો પોતાનાં આકા તથા મૌલા નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં માટે પોતાની જાનો અને પોતાનાં માલો કુર્બાન કરવા માટે દરેક સમયે તય્યાર રહે છે.
આમાં કોઈ શક નથી કે દુનિયાની સૌથી મોટી શખસિય્યત (વ્યક્તિત્વ) નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઝાતે અકદસ છે અને આપની લાવેલી કિતાબ કુર્આને કરીમ સૌથી વધારે વંચાઈ રહેલી કિતાબ છે.
લેખનનો સારાંશ આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ દરેક પેહલુથી નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને કાયમિયત બખશે છે અને આપનો રૂતબો બુલંદ ફરમાવ્યો છે. બીજી તરફ અલ્લાહ તઆલાએ આપને તાનો આપવા વાળાઓનું નામો નિશાન દુનિયાથી ખતમ થઈ ગયુ છે.
આ સૂરતમાં એક જરૂરી સબક આ છે કે આપણને બઘાને નેક કામોમાં દરેક શક્ય તરીકાવોથી મદદ કરવી જોઈએ જો આપણે એવુ કરીશું, તો આપણો પણ આ નેક કામમાં ભાગ થશે.
તેનાં ઊંઘું જો આપણે આ નેક કામમાં અને તેમાં વ્યસ્ત લોકોની ટીકા કરીશું અને તેઓની ટીકા અને અપમાન કરીશું, તો આપણો હશર પણ આસ બિન વાઈલ વગૈરહની જેમ થશે અને તેની જેમ આપણુ પણ નામો નિશાન ખતમ થઈ જશે. પણ જો આપણે સુન્નતે નબવીની પૈરવી કરીશું અને દીનનાં પ્રકાશન કરવા વાળાઓની મદદ કરીશું, તો અલ્લાહ તઆલા આપણું નામ આપણી વફાત બાદ પણ જીવીત રાખશે અને આપણાં સારા કામોને પૂરી દુનિયામાં ફેલાવશે.
અલ્લાહ તઆલા આપણને બઘાને પોતાની મરઝિયાત પર ચલાવે.