સવાલ– એક ઈમામ સાહબે રમઝાન મહીનામાં વીસ રકઆત તરાવીહની પઢાવી.
તરાવીહનાં દરમિયાન ઈમામ સાહબ તશહ્હુદમાં બેસવા વગર ત્રીજી રકઅતનાં માટે ઊભા થઈને ચાર રકઆતની સાથે નમાઝને સંપૂર્ણ કરી લીઘી, તો શું તરાવીહની આ ચાર રકઆત દુરૂસ્ત થશે.
જો તરાવીહની નમાઝ ચાર ચાર અથવા છ છ રકઆતની સાથે પઢવામાં આવે, તો શું તરાવીહની નમાઝ દુરૂસ્ત થશે?
જવાબ- તરાવીહની નમાઝ બે બે રકઆત કરીને પઢવુ સુન્નત છે.
જો કોઈએ તરાવીહની નમાઝ ચાર ચાર અથવા છ છ રકઆત કરીને પઢી અને દરેક રકઆત પછી તશહ્હુદમાં બેસ્યો, તો તરાવીહની નમાઝ દુરૂસ્ત થશે અને સજદએ સહ્વ વાજીબ નહી થશે.
પણ જાણવુ જોઈએ કે જાણી જોઈને એવી રીતે કરવુ કે તરાવીહની નમાઝને ચાર ચાર અથવા છ છ રકઆત કરીને પઢવુ સુન્નતનાં ખિલાફ છે. એટલા માટે માણસે એવુ કરવુ જોઈએ નહીં.
અલબત્તા જો કોઈએ ચાર ચાર અથવા છ છ રકઆત કરીને તરાવીહ પઢી અને દરેક રકઆત પછી તશહ્હુદમાં નહી બેસ્યો, તો માત્ર છેલ્લી બે રકઆત દુરૂસ્ત થશે અને બચેલી રકઅતોને ફરીથી પઢવુ લાઝિમ થશે (પણ આ કે તરાવીહનો વખત બાકી હોય).
નોટઃ- આ વાત ઘ્યાનમાં રહે કે જો કોઈ તરાવીહની નમાઝમાં બે રકઆત બાદ તશહ્હુદમાં નહી બેસે અને ત્રીજી રકઅતનાં માટે ઊભો થઈને ચાર રકઆત કરીને નમાઝને સંપૂર્ણ કરી લે અને છેલ્લે સજદએ સહ્વ કરી લીઘો, તો આ સજદએ સહ્વ તશહ્હુદ (કઅદહ) છોડવા માટે તલાફી નથી કરી શકતો, કારણકે તરાવીહની નમાઝમાં દરેક બે રકઆત બાદ તશહ્હુદ (કઅદહ) માં બેસવુ ફર્ઝ છે.
તેથી આ સૂરતમાં જ્યાં ઈમામે ચાર રકઆત પઢી લીઘી (અને વચમાં તશહ્હુદ માટે નથી બેસ્યો) તો માત્ર છેલ્લી બે રકઅતો દુરૂસ્ત થઈ અને પેહલી બે રકઅતોનું કિરાઅતની સાથે ફરીથી પઢવુ લાઝિમ થશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા