સવાલ- હું શવ્વાલનાં છ નફિલ રોઝા કઝાની નિય્યતથી રાખવા ચાહતો છું, જો હું તે છ નફલ રોઝાને કઝાની નિય્યતથી રાખુ, તો શું મને શવ્વાલનાં તે છ નફિલ રોઝાનો ખાસ ષવાબ (જે હદીષ શરીફમાં વારિદ છે) મળશે?
જવાબ- શવ્વાલનાં છ રોઝા નફલી રોઝા છે અને નફલી રોઝાને કઝા રોઝાની સાથે ન મિલાવી શકાય, બલકે બન્નેવ રોઝાને અલગ રાખવામાં આવશે. તેથી જો તમો કઝાની નિય્યતથી રોઝો રાખો, તો તમને શવ્વાલનાં મહીનાનાં છ નફિલ રોઝાની ફઝીલત અને ષવાબ હાસિલ નહી થશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
( فيصح ) أداء ( صوم رمضان والنذر المعين والنفل بنية ) قال في الاختيار النية شرط في الصوم وهي أن يعلم بقلبه أنه يصوم ولا يخلو فلا تصح قبل الغروب ولا عنده ( إلى الضحوة الكبرى لا ) بعدها ولا ( عندها ) اعتبارا لأكثر اليوم (الدر المختار ۲/۳۷۷)
تتمة قال في السراج وإذا نوى الصوم من النهار ينوي أنه صائم من أوله حتى لو نوى قبل الزوال أنه صائم من حين نوى لا من أوله لا يصير صائما (رد المحتار ۲/۳۷۷)
ثم المراد بالزوال نصف النهار الشرعي وهو الضحوة الكبرى أو هو على القول الضعيف من اعتبار الزوال كما مر بيانه (رد المحتار ۲/٤٠۳)
ثم قال في المختصر ما بينه وبين الزوال وفي الجامع الصغير قبل نصف النهار وهو الأصح لأنه لا بد من وجود النية في أكثر النهار ونصفه من وقت طلوع الفجر إلى وقت الضحوة الكبرى لا إلى وقت الزوال فتشترط النية قبلها لتتحقق في الأكثر (الهداية ۱/۲۱۲)
فتاوى دار العلوم ديوبند (عزيز الفتاوى) ۱/۳۸۹
أحسن الفتاوى ٤/٤٤٠
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકડા
ઈજાઝત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી