સારા કાર્યો કરવાની તકનો લાભ મેળવવો

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“શયતાનનો આ ઘણો મોટો ઘોકો છે કે તે ભવિષ્યમાં મોટું કામ કરવાની ઉમ્મીદ બંઘાવીને તે નાના કામથી રોકી દે છે, જે આ ઘડીએ શક્ય હોય છે, તે ચાહે છે કે બંદો આ ઘડીએ જે સારું કામ કરી શકતો હોય એનાંથી એને કોઈ પણ બહાને હટાવી દેવામાં આવે અને પોતાની આ ચાલમાં તે મોટેભાગે સફળ રહે છે. પછી ભવિષ્યમાં માણસ જે મોટા કામની ઉમ્મીદ બાંઘે છે તેનો સમય જ નથી આવતો. મોટા કામોની ઉમ્મીદો મોટા ભાગે અપૂર્ણ (અઘૂરી) જ રહે છે. એનાંથી ઊલટું, જે સારું કામ તાત્કાલિક શક્ય હોય, ભલે તે એકદમ નાનું હોય, એમાં લાગવું મોટા કામ સુઘી પહોંચવાનો સબબ બની જાય છે. એટલા માટે અકલમંદી આ છે કે જે સારૂં કામ જે સમયે કરવાની તક મળી જાય એને એ જ ઘડીએ કરી લેવામાં આવે અને ફુરસતનાં સમયનો તરતજ સારા કામોમાં ઉપયોગ કરી લેવામાં આવે.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૧૩૫)

Source: https://ihyaauddeen.co.za/?p=10242


 

Check Also

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું …