એઅતેકાફની હાલતમાં રોઝો ટૂટી જવુ

સવાલ– રમઝાનનાં છેલ્લા અશરામાં જો કોઈ મોઅતકિફનો રોઝો ટૂટી જાય, તો શું તેનો સુન્નત એતેકાફ ભી ટૂટી જશે? જો તેનો સુન્નત એઅતેકાફ પણ ટૂટી જશે, તો શું તેના પર ટૂટેલા એઅતેકાફનની કઝા લાઝિમ થશે?

જવાબ- હાં, તેનો સુન્નત એઅતેકાફ પણ ટૂટી જશે અને તેનાં ઝિમ્મે માત્ર એક દિવસનાં એઅતેકાફની કઝા લાઝિમ થશે (એટલે જે દિવસનો એઅતેકાફ ટૂટ્યો હોય માત્ર તે દિવસની કઝા તેના પર લાઝિમ થશે).

નોટ:- વાત સ્પષ્ટ રહે કે એઅતેકાફનાં એક દિવસની કઝા કરવામાં જરૂરી છે કે માણસ સુરજનાં આથમવાનાં સમયથી બીજા દિવસે સૂરજનાં આથમવાના સમય સુઘી મસ્જીદમાં બેસી રહે એઅતેકાફની કઝાની નિય્યતની સાથે, તથા તે દિવસમાં માણસ પર રોઝો રાખવુ પણ જરૂરી છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?