ઈશાની નમાઝ અદા કરવા વગર તરાવીહ પઢવુ

સવાલ– અગર કોઈ માણસ મસ્જીદે મોડેથી આવે, જ્યારે કે ઈશાની નમાઝ પૂરી થઈ ગઈ હોય, તો શું એવા માણસે તરાવીહમાં શામિલ થવુ જોઈએ એનાથી પેહલા કે તે ઈશાની નમાઝ પઢે અથવા ઈશાની નમાઝ પઢવા પેહલા તે તરાવીહમાં શામિલ થઈ જાય?

જવાબ- તરાવીહની નમાઝ માત્ર તે સમયે દુરૂસ્ત થઈ શકશે જ્યારે કે તે ઈશાની નમાઝ બાદ પઢવામાં આવે.

અગર કોઈ ઈશાની નમાઝ ન પઢે અને તરાવીહની નમાઝમાં શામિલ થઈ જાય, તો તેની તરાવીહની નમાઝ દુરૂસ્ત નહી થશે. તેની નમાઝ નફલ નમાઝ ગણાશે તરાવીહની નહી ગણાશે.

તેથી ઈશાની નમાઝ પઢવા બાદ એવા માણસે ફરીથી તરાવીહની નમાઝ પઢવી જોઈએ.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવુ

સવાલ: વિત્રની નમાઝમાં દુઆ-એ-કુનૂત પછી દુરુદ-શરીફ પઢવા બાબતે શું હુકમ છે? પઢવુ જોઈએ કે નહીં? …