عن رجل من آل الخطاب عن النبي صلى الله عليه وسلم قال من زارني متعمدا كان في جواري يوم القيامة ومن سكن المدينة وصبر على بلائها كنت له شهيدا وشفيعا يوم القيامة ومن مات في أحد الحرمين بعثه الله من الآمنين يوم القيامة (شعب الإيمان، الرقم: ۳۸۵٦) رواه البيهقي في الشعب كذا في المشكوة وفي الإتحاف برواية الطيالسي بسنده إلى ابن عمر عن عمر ثم قال : وعن رجل من آل خطاب رفعه من زارني متعمدا كان في جواري يوم القيامة … الحديث أخرجه البيهقي وهو مرسل والرجل المذكور مجهول وبسط الكلام على طرقه السبكي وقال : هو مرسل جيد (فضائلِ حج صـ ۹۷-۹۸)
હુઝૂર સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમથી નકલ કરવામાં આવ્યું કે “જે મારી ઝિયારત નો ઈરાદો કરે તે કયામતના દિવસે મારી પાડોશમાં હશે અને જે મદીનામાં રહેઠાણ ઇખ્તિયાર કરે અને ત્યાંની બલા અને આફત પર સબર કરે હું તેના માટે કયામતના દિવસે ગવાહ અને સિફારિશી થઈશ અને જેનો ઇન્તિકાલ હરમે-મક્કા અથવા હરમે-મદીનામાં થશે તે કયામતમના દિવસે અમનવાળાઓમાં ઉઠશે.”
દુરૂદ શરીફ અલ્લાહ તઆલાની નજદીકીનું કારણ
ક’અબ બિન અહ઼બાર રહ઼િમહુલ્લાહ (એક તાબિઈ અને ઈસ્લામ કબૂલ કરવા પેહલા યહૂદિયોનાં પ્રખ્યાત આલિમ હતા) થી રિવાયત છે કે અલ્લાહ તઆલાએ હઝરત મૂસા અલૈહિસ્સલામ ને ફરમાવ્યુઃ
હે મૂસા! (અલૈહિસ્સલામ) શું તમે ચાહો છો કે તમે મારાથી આનાથી વધારે નજીક થઈ જાઓ, જેટલી તમારી વાત તમારી જબાનથી નજીક છે અને તમારા દિલના વિચારો તમારા દિલથી નજીક છે અને તમારી રૂહ તમારા શરીરથી નજીક છે અને તમારી નજર તમારી આંખથી નજીક છે.
હઝરત મૂસા અલૈહિસ્સલામે તરતજ જવાબ આપ્યોઃ હાં, મારા રબ!
અલ્લાહ તઆલાએ ફરમાવ્યું: તો તમે વધુ ને વધુ દુરૂદ મોકલો મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર. (અલ-કવલુલ બદીઅ)
દુરૂદ શરીફ હિફાઝત ના માટે
મુસા ઝરીર (રહ.) એક નેક સાલેહ બુઝુર્ગ હતા. એવણે એમના ભૂતકાળનાં દિવસોની એક ઘટના(કિસ્સો) મને વર્ણવી (નકલ કર્યો) કે એક જહાઝ ડૂબવા લાગ્યુ અને હું એમા મૌજૂદ હતો. તે સમયે મને ગુનૂદગી (ઊંઘ જેવી લાગી) જેવુ થયુ, તે હાલતમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મને આ દુરૂદ તાલીમ ફરમાવી ઈરશાદ ફરમાવ્યુ કે જહાઝવાળા આ દુરૂદને એક હઝાર વાર પઢો. હજી ત્રણસો વાર સુઘી પહોંચ્યા હતા કે જહાઝ ડુબવાથી બચી ગયુ. આ દુરૂદ શરીફ ની બરકત હતી જે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સપનામાં સિખવ્યુ હતું. તે દુરૂદ આ છેઃ
أّللَّهُمَّ صَلِّ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ صَلَوةً تُنْجِينَا بِهَا مِن جَمِيعِ الْأَهْوَالِ وَ الْآفَاتِ وَ تَقْضِي لَنَا بِهَا جَمِيعَ الحَاجَاتِ وَ تُطَهِّرُنَا بِهَا مِن جَمِيعِ السَّيِئَاتِ وَ تَرْفَعُنَا بِهَا أَعْلَى الدَّرَجَاتِ وَ تُبَلِّغُنَا بِهَا أَقْصَى الغَايَاتِ مِن جَمِيعِ الخَيرَاتِ فِي الحَيَوةِ وَ بَعدَ الممَات (اِنَّكَ عَلَى كُلِّ شَيئٍ قَدِيرٌ)
એ અલ્લાહ ! અમારા પ્યારા અને મહબૂબ મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર એવી રહમત નાઝિલ ફરમાવ, જે અમારા માટે દરેક મુસીબતોં અને પરેશાનિયોં થી હિફાઝતનો ઝરીઓ હોય, જેનાથી અમારી જરૂરતો પૂરી થાય, જેનાથી અમે બઘા દરેક ગુનાહોથી પાક સાફ થઈ જાય, જેની બરકતથી અમે ઉચ્ચ કોટીનું સ્થાન નસીબ થાય (આખિરતમાં) અને જેના ઝરીએ અમે ઝિંદગી અને મૃત્યુ પછી દરેક ભલાઈઓનાં ઊંચા અને અંતિમ સ્થાન પર પહોંચી જાય. બેશક, તું દરેક વસ્તુ પર કાદીર છે.
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: